November 26th 2009

અમી ઝરણાં

                       અમી ઝરણાં

તાઃ૨૬/૧૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૧)  બાળકને પ્રેમ અને પ્રભુને ભક્તિ.
(૨)  માતાનો પ્રેમ અને પિતાની પ્રેરણા.
(૩)  જુવાનીમાં ભણતર અને ગૃહસ્થીમાં મહેનત.
(૪)  વડીલને આદર અને સંતને વંદન.
(૫)  વૃક્ષને પાણી અને જીભથી વાણી.
(૬)  ઘોડાને લગામ અને જુવાનીમાં સંસ્કાર.
(૭)  ભણતરમાં મન અને જુવાનીમાં તન.
(૮)  ભક્તિમાં શ્રધ્ધા અને શરીરમાં શક્તિ.
(૯)  સમય અને સહવાસ એ જીવનની પુંજી.
(૧૦) માગણી અને લાયકાત એ સંસ્કારને આધીન છે.
(૧૧) જન્મ એ કર્મને અને મૃત્યુ એ દેહને આધીન છે.
(૧૨) દેહ એ જીવના સુખદુઃખની કેડી છે.
(૧૩) સુગંધ અને દુર્ગન્ધ એ નાકની પારખ શક્તિ છે.
(૧૪) મોહ માયા એ દૈહીક છે જ્યારે પ્રેમ એ અનુભુતી છે. 
(૧૫) ભક્તિ એ જીવ અને શીવની પ્રીત છે.
(૧૬) પોતે જ્વલીત રહી બીજાને પ્રકાશ આપે તે પ્રદીપ.
(૧૭) વાણી,વર્તન અને વિચાર એ દેહના બંધન છે.
(૧૮) મારુ એ મનુષ્યની માણસાઇ છે અમારુ એ પ્રભુ કૃપા છે.
(૧૯) સુખદુઃખએ તનને સ્પર્શે છે અને ભક્તિએ મનને સ્પર્શે છે.
(૨૦) દીવાની જ્યોત દ્રષ્ટિમાન છે,મનની જ્યોત અદ્રશ્ય છે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@

November 13th 2009

સાચી માયા

                        સાચી માયા

તાઃ૧૨/૧૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માબાપને જોઇને સંતાનને થાય
સંતાનને જોઇને માબાપને થાય
જલારામબાપાને જોઇને અન્નદાનથી થાય
સાંઇબાબાને જોઇને માણસાઇથી થાય
સફળતા જોઇને મહેનતથી થાય
પતિને જોઇને પત્નીને થાય
પત્નીને જોઇને પતિને થાય
કાગળ પેન જોઇને લખનારને થાય
ભાઇને જોઇને બહેનને થાય
બહેનને જોઇને ભાઇને થાય
માલીકને જોઇને પ્રાણીને થાય
સભાને જોઇને નેતાને વાણીથી થાય
સંગીતને સાંભળી કાનને થાય
મીઠાઇને જોઇને જીભને થાય
સુંદરતા જોઇને આંખને થાય
લાગણી મેળવીને હ્રદયને થાય
કલાકારને જોઇને કલા માણનારને થાય
વાંચનારના પ્રતિભાવ વાંચીને કૃતિકારને થાય
દુઃખ મળતા પરમાત્માની થાય
જીવના કલ્યાણ માટે ભક્તિથી થાય
દમડી જોઇને ભિખારીને થાય

================================

November 8th 2009

મન કહે

                                મન કહે

તાઃ૭/૧૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીલમાં પ્રેમ રાખજે
                    ઉભરોના છલકાય

લગામ ઘોડાને બાંધજે
                      સાચી કેડીએ રહેવાય

મિત્રોને સંગ રાખજે
                      તકલીફોથી છુટાય

પ્રભુનુ શરણુ રાખજે
                       જીવતર સચવાઇ જાય

મહેનત મનથી કરજે
                       સફળતા સંગ ચાલશે

પ્રકૃતીને તુ પારખજે
                     ભીતિ તનથી ભાગશે.

ભણતરને પારખજે
                    જીવનના સોપાન મહેંકશે

કિર્તી ક્યાંકથી આવશે
                    જીવન ઉજ્વળ લાગશે

પારકાને પારખજે
                     શાંન્તિ દોડતી આવશે

========================

October 26th 2009

પ્રદીપ એટલે?

ગુજરાતી ફીલ્મના સંગીતકાર અને મારા મિત્ર શ્રી બ્રીજ જોષીના
ગ્રુપમાં હ્યુસ્ટન પધારેલા શ્રી રાણા કરણસિંહને થયેલ પ્રેરણાને
મને આપેલ ભાવનાપ્રેમને શબ્દ સ્વરુપે તેમની ઇચ્છાથી મુકુ છુ.

                                  પ્રદીપ એટલે ?

તાઃ૨૫/૧૦/૨૦૦૯          (હ્યુસ્ટન)            રાણા કરણસિંહ ગનુભા

પ્રદીપ એટલે ?         પ્રજ્વલીત દીપ
પ્રદીપ એટલે ?         દિવ્ય પ્રકાશ
પ્રદીપ એટલે ?         પ્રેમાળ જ્યોત
પ્રદીપ એટલે ?         પ્રેમનો દરીયો
પ્રદીપ એટલે ?         જ્ઞાનનો ભંડાર
પ્રદીપ એટલે ?         પ્રેમ કુંભ
પ્રદીપ એટલે ?         પ્રિય ભક્ત
પ્રદીપ એટલે ?         સેવા અને કૃપા
પ્રદીપ એટલે ?         કઠોર શ્રમ     
પ્રદીપ એટલે ?         સહકાર 
પ્રદીપ એટલે ?         ભક્ત ભુદરો
પ્રદીપ એટલે ?         દાસ
પ્રદીપ એટલે ?         દાસનો પણ દાસ
પ્રદીપ એટલે ?         વાહ
પ્રદીપ એટલે ?         સુગંધ અને સુવાસ
પ્રદીપ એટલે ?         ભાવનો ભંડાર
પ્રદીપ એટલે ?         કરુણાનો સાગર
પ્રદીપ એટલે ?         શ્રધ્ધા
પ્રદીપ એટલે ?         પ્રાર્થના
પ્રદીપ એટલે ?         પથીક
પ્રદીપ એટલે ?         ઉંચી ઉડાન
પ્રદીપ એટલે ?         તરવૈયો
પ્રદીપ એટલે ?         નભ વિહાર
પ્રદીપ એટલે ?         સાગરખેડુ
પ્રદીપ એટલે ?         મરજીવો
પ્રદીપ એટલે ?         મા ભોમનો ખેડુ
પ્રદીપ એટલે ?         ઉંડી સમજ
પ્રદીપ એટલે ?         પ્રવાસી
પ્રદીપ એટલે ?         અમીયલ વડલો
પ્રદીપ એટલે ?         વાલપનો દરીયો
પ્રદીપ એટલે ?         માનુ વાત્સલ્ય
પ્રદીપ એટલે ?         બાપુની છાયા
પ્રદીપ એટલે ?         ભારતમાતાનો સપુત
પ્રદીપ એટલે ?         વતનપ્રેમી
પ્રદીપ એટલે ?         ગરવો ગુજરાતી
પ્રદીપ એટલે ?         હિન્દુસ્તાની
પ્રદીપ એટલે ?         માણસાઇ
પ્રદીપ એટલે ?         માણસ પારખુ
પ્રદીપ એટલે ?         માનવ પ્રેમી
પ્રદીપ એટલે ?         મીઠાસ
પ્રદીપ એટલે ?         આવકાર
પ્રદીપ એટલે ?         પાણીની પરબ
પ્રદીપ એટલે ?         અન્નપુર્ણા પુત્ર
પ્રદીપ એટલે ?         ભંડાર
પ્રદીપ એટલે ?         મા શારદા પુત્ર
પ્રદીપ એટલે ?         મધુર સંગીત
પ્રદીપ એટલે ?         સરગમ
પ્રદીપ એટલે ?         સંગીત રસીક
પ્રદીપ એટલે ?         દર્દીલો ગાયક
પ્રદીપ એટલે ?         શિવ શક્તિ પુંજક
પ્રદીપ એટલે ?         સત્યનો રાહી
પ્રદીપ એટલે ?         ન્યાય
પ્રદીપ એટલે ?         વચન
પ્રદીપ એટલે ?         સાંઇ ચરણ
પ્રદીપ એટલે ?         સખો
પ્રદીપ એટલે ?         અમાસ રાત્રીનો પુંજ પ્રકાશ
પ્રદીપ એટલે ?         બીજનો ચંન્દ્ર
પ્રદીપ એટલે ?         પુનમનો ચાંદ
પ્રદીપ એટલે ?         શીતળ રાત્રી
પ્રદીપ એટલે ?         જલારામની ઝુંપડી
પ્રદીપ એટલે ?         ગુરુ આજ્ઞાકારી
પ્રદીપ એટલે ?         સદાય સ્વસ્થ યોગી
પ્રદીપ એટલે ?         પ્રસન્ન સ્મીત
પ્રદીપ એટલે ?         નાવીક (કપ્તાન)
પ્રદીપ એટલે ?         શ્રીફળ,કુંભ,સ્વસ્તીક
પ્રદીપ એટલે ?         પવિત્ર તિલક,જનોઇ
પ્રદીપ એટલે ?         ગાય-ગાયત્રી,ઉપાસક
પ્રદીપ એટલે ?         ભરેલુ તળાવ
પ્રદીપ એટલે ?         સમભાવના
પ્રદીપ એટલે ?         સહન શક્તિ
પ્રદીપ એટલે ?         હેમ શિખર
પ્રદીપ એટલે ?         ગરવો  ગિરનાર
પ્રદીપ એટલે ?         વિશ્ર્વાસ
પ્રદીપ એટલે ?         શુભ લાભ
પ્રદીપ એટલે ?         માન સરોવર
પ્રદીપ એટલે ?         ત્રિવેણી સંગમ
પ્રદીપ એટલે ?         પક્ષી કલરવ
પ્રદીપ એટલે ?         પવિત્ર ઝરણું
પ્રદીપ એટલે ?         રામાયણ ચોપાઇ
પ્રદીપ એટલે ?         ગીતા અધ્યાય
પ્રદીપ એટલે ?         ભાગવત સાર
પ્રદીપ એટલે ?         વેદ સમજ
પ્રદીપ એટલે ?         દ્વારીકાની છપ્પનસીડી
પ્રદીપ એટલે ?         ઔષધ પારખું
પ્રદીપ એટલે ?         ગામઠી નિશાળ
પ્રદીપ એટલે ?         સંબંધ -વીવેકી
પ્રદીપ એટલે ?         પથીકની કેડી
પ્રદીપ એટલે ?         સાચો પડોશી
પ્રદીપ એટલે ?         પોપટીયુ જ્ઞાન
પ્રદીપ એટલે ?         કથાકાર
પ્રદીપ એટલે ?         વાર્તાકાર
પ્રદીપ એટલે ?         આણંદનો આવકાર
પ્રદીપ એટલે ?         ઘંટાકર્ણ સેવક
પ્રદીપ એટલે ?         કવિતાનો રચનાર
પ્રદીપ એટલે ?         કવિતા (કવિરાજ)
પ્રદીપ એટલે ?         કવિતાનો પપીહો
પ્રદીપ એટલે ?         થનગનતો મોર
પ્રદીપ એટલે ?         કવિતાનો મહાસાગર
પ્રદીપ એટલે ?         ભોજનનો રસથાળ
પ્રદીપ એટલે ?         હ્યુસ્ટનની ડેલી
પ્રદીપ એટલે ?         આદર
પ્રદીપ એટલે ?         રક્ષક
પ્રદીપ એટલે ?         સ્વાસ્થતાનુ પ્રતીક
પ્રદીપ એટલે ?         ઉગતો સુર્ય
પ્રદીપ એટલે ?         વૃન્દાવન
પ્રદીપ એટલે ?         બ્રહ્મનો ભટ્ટ
પ્રદીપ એટલે ?       બ્રિજરાજ સખા
પ્રદીપ એટલે ?       ઉર્મીલ,ભાવીન,વિજય,મેહુલ,વિભુતી,કાજલ,બ્રિજકરણ નો ભેરુ.

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

September 7th 2009

અદભુત ઔષધ ‘શિવામ્બુ’

મારા વ્હાલા વાંચક મિત્રોને Labour Day ની અમુલ્ય ભેંટ.

તાઃ૭/૯/૨૦૦૯                                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

         અદભુત ઔષધ

                                 ‘ શિવામ્બુ’

      (મારા પોતાનો જ અનુભવ છે જે હુ વર્ષોથી કરુ છુ.)

             આણંદમાં એક જ  વ્યવસાયમાં સંકડાયેલ શ્રી મહેન્દ્રભાઇ શાહ જે
ચાર્ટડ  એકાઉન્ટન્ટ હતા તેમની ઓફીસમાં આમ તો ઘણીવાર   N.D.D.B.
ના કામ અંગે જવાનુ થતુ હતું.૧૯૮૨ના માર્ચ માસની ૧૭મી તારીખે તેમને
ત્યાં ગયો ત્યારે કામ પત્યા પછી મને કહે પ્રદીપ આ શિવામ્બુના પ્રયોગનુ
મેગેઝીન છે તુ વાંચજે  ધણુ ઉપયોગી જાણવાનુ મળશે.આપણા વડાપ્રધાન
શ્રી મોરારજીભાઇ દેસાઇ આ પ્રયોગ કરે છે.આ મેગેઝીન વડોદરામાં શિવામ્બુ
કાર્યાલય છે ત્યાંથી આવે છે. વાંચીને પછી પાછુ આપજે તો બીજાને પણ
આપી શકાય.
              આ મેગેઝીન વાંચ્યા પછી મોરારજી દેસાઇને N.D.D.B. માં
પ્રથમ વખતે  જોયેલા તે યાદ આવ્યુ.લાલ ટામેટા જેવા ઉંમરને પાછળ
મુકીને આવ્યા હોય તેવા દેખાતા હતા.ચોપડી વાંચ્યા પછી મેં તે પ્રયોગ
શરુ કર્યો. આને ગામઠી ભાષામાં પેશાબનો ઉપયોગ પણ કહી શકાય.

 * સવારનો ચાર વાગ્યા પછીનો પહેલો પેશાબ શરુઆતનો થોડો જવા
દેવાનો ત્યારબાદ એક ગ્લાસમાં લેવાનો અને છેલ્લો થોડો જવા દેવાનો
અને તે ગ્લાસ પી જવાનો અને ત્યારબાદ દાતણ કરવાનુ. આ પ્રયોગથી
પેટ સાફ થશે,મોંમાં દાંતનો કોઇ જ રોગ થશે નહીં.શરીરની અંદર રહેલ
પ્રવાહી તકલીફોનુ નિરાકરણ પણ થઇ જશે.
૧૯૯૨ની દીવાળીના દીવસે હાથમાં કોઠી લઇ બાળકોને બતાવવા જતા
કોઠી હાથમાં જ ફુટી ગઇ ચામડીના બે પડ બળી ગયા.બધુ જ પડતુ મુકી
હાથ સહીમાં બોળી દીધા.થોડી રાહત થતાં બર્નોલ લગાવી દીધુ. બીજે
દીવસે ડીક્ટરને ત્યાં પણ ગયો.ત્રીજા દીવસથી દરરોજ સવારસાંજ તેની
પર પેશાબ લગાડવાનો શરુ કર્યો.મહીના પછી ડૉકટરને પણ આશ્ચર્ય થયુ.
કોઇ પ્રકારનો  ડાઘ કે નિશાની પણ હાથમાં બળ્યાની ન હતી.
      અત્યારે અમેરીકામાં પણ દરરોજ સવારે આ પ્રયોગ ચાલુ જ છે.અહીં
આવ્યા  ત્યારે બે વર્ષ લોકોના કહેવા પ્રમાણે વિટામીનની ગોળીઓએ ખાધી
પણ પછી સંત પુ.જલારામ બાપા અને પુ.સાંઇબાબા પર વિશ્વાસ રાખી મારો
જુનો પેશાબનો પ્રયોગ શરુ કરતાં કોઇ દવા,વિટામીન કે તાકાતની ગોળીઓ
ખાવાની કે પૈસા બગાડવાની જરુર જ પડતી નથી.કોઇ ડોક્ટર કે કોઇ વિમાની
પણ જરુર નથી અને લેતો પણ નથી.
પેશાબનો ઉપયોગ શરીર પર થયેલ કોઇ પણ ઘા પર,મચ્છર કરડે કે જીવાત
તે પર પણ લગાડવાથી રાહત થાય છે અને સૌથી મોટો ફાયદો તેની કોઇ
આડી અસર નથી કે નથી કોઇ એક્સ્પાયર ડેટ.
      પેશાબના પ્રયોગમાં જેમ યોગમાં શ્રધ્ધા રાખીને કરતાં યોગ્ય પરીણામ
 મળે તેમ આ પ્રયોગમાં મળે જ છે.

નોંધઃઉપરોક્ત અનુભવ મારો પોતાનો છે અને તે હુ જેમ ભક્તિમાં શ્રધ્ધા
          અને વિશ્વાસ રાખુ છુ તેમ જ શિવામ્બુ પ્રયોગમાં પણ રાખુ છુ.

કોઇપણ વાંચકને આ અંગે વધારે જાણવું હોય તો હાલ અમદાવાદના
લેખક શ્રી જુગલકિશોરભાઇએ   aarogyam111.com   વેબસાઇટ પર
શિવામ્બુ  કાર્યાલયના  આ મેગેઝીન  વાંચકો માટે મુક્યા છે  જે ઘણાજ
ઉપયોગી થશે.  શિવામ્બુ કાર્યાલય વડોદરામાં આવેલ છે.

સૌ વાંચક મિત્રોને હ્યુસ્ટનથી  પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ. 
###################################

May 2nd 2009

Healthy ABCD

                     Healthy  ABCD

Date:1/5/2009                          Pradip Brahmbhatt

A       Always get up before sun rise.  
B       Banana a day keeps your doctor away.
C       Cabbage and lettuce has 100% iron.
D       Drink more water everyday.
E        Exercise is the best remedy.       
F        Fresh vegetables will help you to keep healthy.    
G       Give and get love from everybody    
H       Health is the wealth of the life it is in your hand.
I         Ignore to eat machine made food.   
J        Just more vegetables make you healthy.
K       Keep track of your health.
L        Long life is in your hand.
M      Milk is good for the health.   
N       No wine and alcohol beverages.
O       Over limit is danger.
P        Purely vegetarian has healthy life.
Q       Quit drinking and smoking.
R       Rest is necessary when you work continues.
S        Start today do not delay.
T        Talk less and work hard.
U        Urine therapy is one of the best remedy.
V        View before you Walk. 

W       Walking is also good exercise.
X        ==========

Y        Your health is in your hand.     
Z         ==========

———————————————————————

May 1st 2009

જન્મ અને જુવાની

                              જન્મ અને જુવાની.

તાઃ૩૦/૪/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જુવાનીમાં તું સમજી લેજે,નહીં તો જીંદગી ભટકી રહેશે
મસ્ત મઝાની છે જુવાની,સમય સમજી તુ પારખી લેજે

નહીંતો તારું માનવ જીવન,મળ્યુ તને જે નીર્થક થાશે
લાગણી જ્યાં તુ મુકીશ નેવે, સાચે રસ્તે તુ ચાલી જાશે

મનનીમાગણી મુકી તુ દેજે,સાચુ જીવન પામી તુ લેશે
મળી તનેજો મમતા સાચી,નહીં આવે જીવનમાં આંધી

સંત,ભક્તિને સંગેરાખીશ,ઉજ્વળ જીવનજગે તુ પામીશ
પ્રભુ કૃપા ને પામીશ સેવા, સાર્થક જીવન કરી તુ લેવા

જન્મ જગતમાં જાણી લઇશ,જુવાની ને માણી તુ લઇશ
મોહ માયાના બંધન છુટશે,નેજીવ જગતથી મુક્તિ લેશે

++++++++++++++++++++++++++++++++++++++++

April 28th 2009

સહારો

                                     સહારો

.તાઃ૨૮/૪/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

          મનુષ્ય,પ્રાણી,પશુ કે પક્ષી જન્મ મળે ત્યારથી તેના
અસ્તિત્વનો અંત  આવે ત્યાં સુધીના જીવનમાં તેને દરેકપળે
સહારાની જરુર  પડે જ છે. સહારા વગર તેજીવન શક્ય નથી. 
મનુષ્ય જન્મમાં ચાહે તે ગરીબ,મધ્યમવર્ગી કે તવંગર હોય કે
પછી તેણે ભગવુ ધારણ કર્યુ હોય.
                                  એટલે કે……
જગતમાં એટલુ જ કહેવાય કે કોઇપણ જીવન સહારા વગર 
શક્ય નથી. 
અને જેને,,,,,, 
        પરમાત્માની કૃપા મળે
                  તેને માટે જગતમાં કંઇ જ અશક્ય નથી.

?????????????????????????????????????????????????????????

April 27th 2009

મને ઇર્ષા આવે.

                                     મને ઇર્ષા આવે.

તાઃ૨૬/૪/૨૦૦૯                                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

          બાળપણમાં સ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે સારા માર્ક્સ મેળવતા વિર્ધાથીની
મને ઇર્ષા આવે મને એમ થાય કે મારાથી મહેનત કરી એવી લાયકાત કેમ ના મેળવાય?
          જુવાનીમાં જ્યારે મિત્રોના માબાપને ખુશહાલ જોઉ ત્યારે મને ઇર્ષા આવે કે મારા
માબાપની સેવા કરી હુ તેમને કેમ ખુશી ન કરુ?
          ભણતરના સોપાનો પર ખુશહાલ બાળકો જોઇ મને ઇર્ષા આવે કે મારા બાળકો પણ
મહેનત કરી સિધ્ધિના સોપાનો કેમ ના ચઢે?
          સાચા સંસારી સંતોની ભક્તિ જોઇ મને ઇર્ષા આવે કે મારાથી પણ સંસારમાં રહી
પરમાત્માની કૃપા કેમ ના મેળવાય?
           ભારત દેશમાં સંસ્કાર,ભક્તિ,સમાજ,માનવતા અને પ્રેમ જોઇ મને હવે ઇર્ષા આવે
કે આવુ વાતાવરણ અમેરીકામાં કેમ ના થાય?
           ભારતીય સંગીત અને ગીતો સાંભળી મને હાલ ઇર્ષા આવે કે એવું શાસ્ત્રીય સંગીત
અને અવાજ અમેરીકામાં કેમ ના મળે?
            ભારતદેશને આઝાદી મળ્યા પછી સત્તા મેળવનાર મોટા ભાગના બીજા રાજ્યોના
જ રાજકારણીયો જ છે તો મને ઇર્ષા આવે કે મારા ગુજરાતીઓમાં એ સિધ્ધિ કેમ નથી?
          ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં જન્મેલ વ્યક્તિની મને ઇર્ષા આવે કારણ ગુજરાતમાં
જન્મેલી વ્યક્તિઓએ બીજા દેશોમાં રોજી રોટી માટે કેમ દેશ છોડવો પડે છે?

અને……??

        જો મેં ભગવું ધારણ કરેલ હોય તો મને સંસારમાં સમૃધ્ધ અને સંતુષ્ટ વ્યક્તિઓને જોઇ
ઇર્ષા આવે કે અમો સાધુઓને માબાપ,ભાઇબહેન કે સંતાનનો પ્રેમ કેમ ના મળે?

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++=

April 20th 2009

પડેલા પાંદડા

                     પડેલા પાંદડા

તાઃ૧૯/૪/૨૦૦૯                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારી તમારી વાતમાં કાંઇક સમજાય છે.
  વિચારીને ચાલતા બધુ મળી જાય છે.

સહજ સ્વભાવમાં બધુંય ચાલી જાય છે.
  ઉંડા ઉતર્યા પછી સાચુ સમજાય છે.

માગણી મારી પ્રેમની દીલથી ઉભરાય છે.
  સાચી વાત સમજતા મન દુભાય છે.

લાગે લગની જ્યાં,ત્યાં ચાહત મળી જાય છે.
   વિચારીને ચાલતા રસ્તો મળી જાય છે.

મોહ માયા જગતમાં જીવને લાગી જાય છે.
     ભક્તિની રાહથી દુર ભાગી જાય છે.

પ્રેમની પાંખ તો જગતમાં સૌને લાગી જાય છે.
  સંતાન અને સંતનો નસીબે મળી જાય છે.

ધન અને વૈભવ તો મહેનતે જ મળી જાય છે.
મુક્તિ જીવને પ્રભુ કૃપાએ મળી જાય છે.

 ===================================

« Previous PageNext Page »