July 19th 2010

અજબ ગજબ

                        અજબ ગજબ

તાઃ૧૯/૭/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ આ દુનીયા છે,ગજબ આ ધરતી છે
અજબ આ કુદરત છે,ગજબ આ સાગર  છે

અજબ આ આકાશ છે,ગજબ આ તારલા છે
અજબ આ પ્રેમ જ છે,ગજબ આ ડંડો પણ છે
અજબ આ મેઘનાદ છે,ગજબ આ ગર્જના છે
અજબ આ વિજળી છે,ગજબ આ વરસાદ છે

અજબ આ માનવી છે,ગજબ આ દાનવ છે
અજબ આ ભક્તિ છે,ગજબ આ એની શક્તિછે 
અજબ આ કલમ છે,ગજબ આ એની લીલા છે
અજબ એ અજબ જ છે,ગજબ એ ગાયબ પણછે

@@@@@@@@@@@@@@@@@@@

June 25th 2010

વિચાર ધારા

                       વિચાર ધારા

તાઃ૨૫/૬/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી ભક્તિ કરી તુ લેજે
જીવની શાંન્તિ મેળવી લેજે

                      સ્વાર્થ સ્નેહને મુકી દેજે
                      સાંકળ મોહની તોડી દેજે

ભક્તિ જ્યોત તુ સમજી લેજે
સાર્થક જીવન કરી તુ લેજે

                      સંતાન નો સહવાસ મેળવી
                      પાવન જીવન પામી લેજે

કરજે પ્રેમ ને લેજે પ્રેમ
જીવન તારુ રહેશે હેમખેમ

                      લાગણી માયા ને મોહ છોડી
                      જીવનને લેજે ભક્તિથી જોડી 

માગણી કરજે મનથી પ્રભુથી
આંગણે આવે પ્રભુ ખુશીથી

                     પ્રદીપને પ્રેમ સાચી ભક્તિથી
                   રમા,રવિ,દીપલ સંગે જલાસાંઇથી

+++++++==========+++++++++

June 16th 2010

મેળવેલી લાયકાત

                         મેળવેલી લાયકાત

તાઃ૧૬/૬/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહને જ્યારે સમયનુ ભાન થાય ત્યારે એ તેને પકડવા પ્રયત્ન કરે.
સમય તો કોઇથી પકડાતો નથી જ,હા તેની સાથે ચાલી શકાય પણ તે માટે મન,લગન, 
મહેનત  અને વિશ્વાસનો સહારો લેવો જ પડે.
માબાપનો પ્રેમ અંતરથી લેવા માટે તેમની સેવા મન,કર્મ અને વચનથી થાય તો મળવાની
શક્યતા છે.
સંતાન થવુ એ લાયકાત નથી પણ તે વર્તનથી સાર્થક થઇ શકે છે.
ભાઇબહેનનો પ્રેમ એ દેખાવથી નથી મળતો એ તો એક બીજાની આંખોથી જણાઇ આવે છે.
મનથી મહેનત કરતાં ભણતરની લાયકાત મેળવાય છે.
તનથી મહેનત કરતાં ઉજ્વળ સોપાન મેળવવાની લાયકાત મળે છે.
પતિપત્નીના પ્રેમમાં અન્યો અન્યના નિશ્વાર્થ પ્રેમની સાંકળ એ પાયો છે.
કોઇપણ કાર્યની સફળતામાં મળેલા સહકારની સરળતા ઉત્તમ ટેકો છે.
લખવું એ તો નાના બાળકનુ કામ છે પણ તમારા લખાણને કોઇ વાંચે તેમાં તો પ્રેમાળ લહીયાઓનો
સાથ છે જે પર મા સરસ્વતીનો હાથ છે.
              અને અંતે ……..
………..સાચી લાયકાત ન મેળવાય તો તે લ્હાય છે જેનાથી જીવનમાં કાતર મુકાય છે.

                       =====================================

May 10th 2010

સમય

                        સમય

તાઃ૧૦/૫/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર મળી ત્યાં નૈન ઢળ્યા

            સુરજ ઉગ્યો ત્યાં સવાર

                        કુકડો સાંભળી કોયલ બોલી

                                   થઇ ગયુ મંગળ પ્રભાત.

શરણું કોનું અને ક્યારે મળે

           એ સમયથી  પરખાય

                     કુદરતની કરુણા ફરી વળે

                                     જે દેહથી ભક્તિ થાય.

આંધી વ્યાધી છોને તૈયાર રહે

             પણ દેહને ના સ્પર્શાય

                          વાણી સાચી જીભથી સરે

                                        ત્યાં જલા કૃપા થઇ જાય.

#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#

May 7th 2010

શબ્દની સમજ

                    શબ્દની સમજ

તાઃ૭/૫/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

             શ્રી  જલારામ  બાપા અને શ્રી સાંઇબાબા.

      આ બંન્ને સંતો ભારતમાં થઇ ગયા છે.એક વિરપુરમાં
અને બીજા શેરડીમાં.શ્રી જલારામને બાપા કહેવાય છે અને
શ્રી સાંઇ ને બાબા કહેવાય છે.આ બંન્ને શબ્દ સરળ છે પણ
તેનો અર્થ સમજતાં ખ્યાલ આવશે કે એ શબ્દ જે તે યોગ્ય
સંતને બોલાય છે.
      શ્રી જલારામે સંસારમાં રહી પત્ની સહિત ભગવાનની
સેવા કરી છે.એટલે પતિપત્નીનો જ્યાં સહવાસ હોય ત્યાંજ
સંતાનનો પ્રેમ મળે છે.જો બા ન હોય તો પિતાની કોઇ જ
કિંમત નથી કારણ બાએ જન્મદાતા છે.એટલે જે સંસારમાં
છે તેને જ તે શબ્દનો સ્પર્શ છે.જલારામે જ્યારે પોતાના
પત્ની વિરબાઇને ધરડા સાધુની સેવા કરવા જવા કહ્યુ ત્યારે
વિરબાઇ માતાને મળેલ સંસ્કારને લીધે તેમના પતિએ આજ્ઞા
કરી તે સ્વીકારી કોઇપણ જાતના વિવાદ વગરસેવા કરવા ગયા.
એટલે કે સંસારમાં રહી પરમાત્માને હરાવ્યા સાથે બા અને પા
નો સમ્બંધ સચવાયો તેથી શ્રી જલારામનેસંત શ્રી જલારામબાપા
કહેવાય છે.
         તેવી જ રીતે શેરડીનાસંત શ્રીસાંઇ જેમનુ અસ્તીત્વ હતુ
છતાં દુનીયાની કોઇ વ્યક્તિની તાકાત નથી કે તે બતાવી શકે કે
તેમના માબાપ આ હતા? જગતનું સત્ય એછે કે સાંઇ એ અલ્લાહ
અને ઇશ્વરને એક બતાવ્યા છે.જેમ બા એ પુત્ર અને એના પૌત્રોને
પ્રેમ આપી સદમાર્ગે દોરે છે.તેમ તેમણે જગતના જીવોને દોર્યા છે.
તેમને સંસારનો કોઇ સહવાસ ન હતો ના તેમને પત્ની હતી કે ના
તે પિતા હતા છતાં તેમણે જીવોને પ્રભુ ભક્તિ તરફ દોર્યા છે.
જે રીતે તેમના જન્મની કોઇ નિશાની નથી તેમ તેમના દેહ મુક્યા
પછીનો કોઇ પ્રસંગ નથી.
            તેથી સાંઇને શ્રી સાંઇબાબા કહેવાય છે અને જલારામને
શ્રી જલારામ બાપા કહેવાય છે.
          આ બંન્ને શબ્દો સરળ છે પણ આ સંતો માટે જે વપરાય
છે તે આ સમજ છે.બાપા એટલે સંસારના સહવાસી અને બાબા
એટલે અલૌકિક પ્રેમ.

                      =============

May 6th 2010

જીવનની ઉજ્વળતા

                     જીવનની ઉજ્વળતા

તાઃ૬/૫/૨૦૧૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરમનો સહવાસ મુકતાં

               અભિમાનને આઘુ કરતાં

                              પ્રેમની સાંકળ પકડતાં

સ્વજનનો સહકાર લેતાં

                માનવતાની મહેંક માણતાં

                                સુંદર જીવન પામી લેતાં

કળીયુગને હૈયેથી દુર કરતાં

                 માનવતાની કેડી મળતાં

                               જીવન ઉજ્વળ મળી જવાનું.

================================

January 23rd 2010

જીવની અપેક્ષા

                                  જીવની અપેક્ષા

તાઃ૨૨/૧/૨૦૧૦                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

      પરમાત્માની અસીમ કૃપા થતાં આ જીવને કર્મના બંધન થકી
માનવ જન્મ મળ્યો છે.જે  સાર્થક કરવા સામાન્ય માનવી
પૃથ્વી પર અપેક્ષા રાખે છે……..

*જગતપર દેહ દેનાર માબાપનો હંમેશાં સંતાન પ્રેમ મળે.

*જન્મ સાર્થક કરવા મા તરફથી સંસ્કાર મળે અને પિતા તરફથી
જીવન જીવવાની સાચી કેડી અને મહેનતનુ માર્ગ દર્શન મળે.
*ગુરુજી તરફથી જીવનની સફળતાનો પાયો મળે જે જીવન ઉજ્વળ કરે.
*સંતના આશીર્વાદ મળે જે ભક્તિમય જીવન દઇને જીવ પર પ્રભુકૃપા થાય
*મોહ માયાના બંધન છોડવા પરમાત્માની કૃપા મળે.
*શ્રધ્ધાથી જીવન જીવવામાં પત્નીનો પણ સાથ મળે.
*સત કર્મમાં પત્ની અને સંતાનોનો સહવાસ મળે.
*જન્મ મરણના બંધનથી મુક્તિ મેળવવા પરમાત્માનો સાથ મળે.
અને…….
*જે ધરતી પર જન્મ મળ્યો છે તે ધરતી પર દેહનો ત્યાગ થાય તેવી
પરમાત્મા કૃપા કરે.

=====================================

December 25th 2009

નથી રહ્યું

                         નથી રહ્યું

તાઃ૨૪/૧૨/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

નથી રહ્યું જગતમાં
                  કોઇ મારું,
                           તમારું,આપણું
                                      કે પારકુ.
માનીતુ
       કે અજાણ્યુ
                ઘરનું
                    કે બહારનું
સાત્વીક
        કે નાસ્તીક
                જળચર
                      કે વનચર
માનવી
       કે પ્રાણી
              પશુ
                  કે પક્ષી.

/////////////////////////////

December 20th 2009

“કલમ”

                        કલમ”

તાઃ૩/૧૨/૧૯૭૪                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાથમાં લીધી અને બસ વધવા જ લાગી    
                           ક્યાં?
       કાગળ પર જ આગળ વધવા લાગી
                      કોણ? કલમ?
                    હા,ભાઇ કલમ
                ક્યાં નથી પહોંચતી?
                     હાથમાં આવી
                           અને
             કાગળ પર સરકવા લાગી
                          ત્યારે
          ભુખ્યાને રોટલો મળ્યો,
                      ઘરડાંને સહારો મળ્યો,
           ડુબતાને તરણુ મળ્યું,
                       પ્રેમીકાને પ્રેમ મળ્યો,
          મોં ને મનગમતી વાનગી મળી,
                   પત્નીની આશા ફળી,
            વિદેશમાં સગાંને હસતા કર્યા,
   ભાઇ બહેનને દુર દુરથી નજીક આણ્યા
                            કોણે?
                       કલમે સ્તો
               પારકાને પોતાના કર્યા,
            મારી મને કલમ કેડે મળી,
                  કવિની કલ્પના ફળી
 મુંગાને વાચા મળી,કલ્પનામાં સાકારતા વણાઇ
       સ્વપ્નું જાગીને જુએ,પર્વતો રણકી ઉઠ્યા,
                 શરણાઇમાંથી શબ્દો ઝર્યા
                      અરુણોદય થયો,
                 દીપ પરદીપ બન્યો,
        સહારો નિઃસહાય માનનારને મળ્યો
                   કોયલને સંગીત મળ્યુ,
                      મોરને ટહુકો મળ્યો,
    કામિની વશ થઇ,જગત નિંદ્રાધીન દીસે,
              ભુલી ગયો સૃષ્ટિની સાકારતાને,
                      અરુણ આકાશે થયો,
            ભાન થયુ લાગ્યો જ્યારે અનિલ,
   માને મનડું પ્રદીપ થયો,પણ દીસે નહીં પ્રકાશ
                       ત્યારે જોયું
                            કલમ
           હાથમાંથી ગઇ હતી સરી…….

=============================

December 5th 2009

કળીયુગી કક્કો

.                        .કળીયુગી કક્કો

તાઃ૫/૧૨/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક  એટલે કદી સીધુ ના વિચારવુ.
ખ એટલે ખાવુ પીવુ અને લહેર કરવી.
ગ  એટલે ગઇકાલને ભુલી જવી.
ધ એટલે ધરનો વિચાર ના કરવો.
ચ  એટલે ચતુરાઇને નેવે મુકવી મશીન પર આધાર રાખવો
છ એટલે છેતરવાની વૃત્તિ રાખવી.
જ એટલે જરુર કરતા વધારે બોલવુ.
ઝ  એટલે ઝીબાજોળીમાં સમય બગાડવો.
ટ  એટલે ટકોર થાય તોય ધ્યાન ના આપવુ.
ઠ  એટલે ઠપકો મળતા આગળ જવુ.
ડ  એટલે ડફોળની જેમ ફાંફા મારવા.
ઢ  એટલ્રે ઢગલો જોઇ ટુટી પડવુ.
ણ એટલે ફેણ રાખીને જીવવું.
ત એટલે તમે તમારૂ સંભાળો.
થ એટલે થપ્પડ પડે પછી રડો
દ એટલે દગાને મહત્વ આપો.
ધ એટલે ધજા લઈ ફર્યા કરો.
ન એટલે ના બોલ્યામાં નવ ગુણ.
પ એટલે પારકા પર આધાર રાખવો.
ફ  એટલે ફાવે નહીં ત્યાં નીચી મુંડી કરી લેવી.
બ એટલે બોલવુ બહુ કામ પછી કરવું.
ભ એટલે ભરેલ ભાણે બેસી જવું.
મ એટલે મમતાને નેવે મુકી દેવી.
ય એટલે યાદ રાખવાની ટેવ ભુલી જવી.
ર  એટલે રખડપટ્ટીમાં સમય પસાર કરવો.
લ એટલે લફરાંને વળગી ચાલવું.
વ એટલે વાતો મોટી મોટી કરવી.
સ એટલે સચ્ચાઇને નેવે મુકી દેવી.
શ એટલે શણગાર સજી ફર્યા કરવું.
હ એટલે હરામનુ ખાવાની ટેવ રાખવી.
ક્ષ એટલે ક્ષતીને ના ગણકારવી.
જ્ઞ એટલે જ્ઞાનને નેવે મુકી જીવન જીવવું.

%%%%%%%%%%%%%%%%%%%%%

« Previous PageNext Page »