April 11th 2024

નવદુર્ગાની નવરાત્રી

  ***માં દૂર્ગાના આ 9 સ્વરૂપની નવરાત્રિએ કરવામાં આવે છે પૂજા***
.            નવદુર્ગાની નવરાત્રી

તાઃ૧૧/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રહિંદુ તહેવારમાં દુર્ગામાતાની કૃપાએ,પવિત્ર નવરાત્રીને સમયે ઉજવાય
ગરબેરમતા તાલીપાડીને માતાને વંદન કરી,નવદીવસ માતાનાગરબા ગવાય
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
પ્રથમ નોરતે દુર્ગામાતાના પ્રથમ દેહને,શેલપુત્રીથી વંદનકરીને ગરબે ઘુમાય
બીજે નોરતે બ્રહ્મચારીની માતાને વંદન કરીને,તાલીપાડીનેજ ગરબા રમાય
નવરાત્રીના ત્રીજા નોરતે ચંદ્રઘંટામાતાને ગરબે રમી,નવરાત્રીએ વંદન થાય
નવરાત્રીના ચોઠાનોરતે માતા કુષ્મંડાને વંદન કરી,હિદુધર્મમાં ગરબા ગવાય
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
માતાની પવિત્રકૃપામળે ભક્તોને,પાંચમા નોરતે સ્કંદમાતાને વંદનકરીનેગવાય
નવરાત્રીના છથ્થાનોરતે કાત્યાયનીમાતાને,ગરબેરમીને તાલીપાડીને વંદનથાય
હિંદુધર્મમાં દુર્ગામાતાની પ્રેરણાએ સાતમા નોરતે,કાલરાત્રીમાતાને વંદનકરાય
પવિત્ર દુર્ગામાતાની પાવનકૃપા મળે ભક્તોને,જે દેહને સમયસાથે જીવાડીજાય
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
નવરાત્રીના આઠમા નોરતે મહાગોરીમાતાને,તાલીપાડીને વંદન કરીને પુંજાય
અદભુતકૃપા દુર્ગામાતાની હિંદુભક્તોપર,જે નવમાનોરતે સિધ્ધીદાત્રીને પુંજાય
હિંદુધર્મમાં માતાની પવિત્રકૃપા કહેવાય,એ પવિત્રપ્રસંગે દેહને પ્રેરણાકરીજાય
નવદુર્ગાના પવિત્રનોરતે સમયે ભક્તોની પ્રેરણામળે,જે સમયેગરબે રમાડીજાય 
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
#################################################################