April 6th 2024

પવિત્ર પાવનપ્રેરણા

 
.            પવિત્ર પાવનપ્રેરણા 

તાઃ૬/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,નાકોઇથી દુર રહેવાય
જગતમાં મળેલદેહને ભગવાનની ક્રુપા,દેહને જીવનમાં સાયસાથે લઈજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
સમયંની સાંકળ માનવદેહને કર્મ કરાવી જાય,જે જન્મમરણ આપી જાય
અદભુતકૃપા અવનીપર ભગવાનનીકહેવાય,જે સમયથી અનુભવઆપીજાય
માનવદેહપર પ્રભુની સમયે કૃપા મળી જાય,એ દેહનાકર્મથી સમજાઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય 
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
હિંદુધર્મમાં ભગવાને પવિત્રદેહથી ભારતદેશમાં,સમયે જન્મલઈ કૃપાકરીજાય
જગતમાં પવિત્રદેશ ભારતદેશ કહેવાય,જેમાં શ્રધ્ધાથી ઘરમાંજ પુંજા કરાય
શ્રધ્ધા રાખીને ધુપદીપ પ્રગટાવી ઘરમાં,સમયે દીવો પ્રગટાવી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરી જાય,ના અપેક્શા અડી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
###############################################################