November 26th 2009

અમી ઝરણાં

                       અમી ઝરણાં

તાઃ૨૬/૧૧/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

(૧)  બાળકને પ્રેમ અને પ્રભુને ભક્તિ.
(૨)  માતાનો પ્રેમ અને પિતાની પ્રેરણા.
(૩)  જુવાનીમાં ભણતર અને ગૃહસ્થીમાં મહેનત.
(૪)  વડીલને આદર અને સંતને વંદન.
(૫)  વૃક્ષને પાણી અને જીભથી વાણી.
(૬)  ઘોડાને લગામ અને જુવાનીમાં સંસ્કાર.
(૭)  ભણતરમાં મન અને જુવાનીમાં તન.
(૮)  ભક્તિમાં શ્રધ્ધા અને શરીરમાં શક્તિ.
(૯)  સમય અને સહવાસ એ જીવનની પુંજી.
(૧૦) માગણી અને લાયકાત એ સંસ્કારને આધીન છે.
(૧૧) જન્મ એ કર્મને અને મૃત્યુ એ દેહને આધીન છે.
(૧૨) દેહ એ જીવના સુખદુઃખની કેડી છે.
(૧૩) સુગંધ અને દુર્ગન્ધ એ નાકની પારખ શક્તિ છે.
(૧૪) મોહ માયા એ દૈહીક છે જ્યારે પ્રેમ એ અનુભુતી છે. 
(૧૫) ભક્તિ એ જીવ અને શીવની પ્રીત છે.
(૧૬) પોતે જ્વલીત રહી બીજાને પ્રકાશ આપે તે પ્રદીપ.
(૧૭) વાણી,વર્તન અને વિચાર એ દેહના બંધન છે.
(૧૮) મારુ એ મનુષ્યની માણસાઇ છે અમારુ એ પ્રભુ કૃપા છે.
(૧૯) સુખદુઃખએ તનને સ્પર્શે છે અને ભક્તિએ મનને સ્પર્શે છે.
(૨૦) દીવાની જ્યોત દ્રષ્ટિમાન છે,મનની જ્યોત અદ્રશ્ય છે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment