November 8th 2009

મન કહે

                                મન કહે

તાઃ૭/૧૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીલમાં પ્રેમ રાખજે
                    ઉભરોના છલકાય

લગામ ઘોડાને બાંધજે
                      સાચી કેડીએ રહેવાય

મિત્રોને સંગ રાખજે
                      તકલીફોથી છુટાય

પ્રભુનુ શરણુ રાખજે
                       જીવતર સચવાઇ જાય

મહેનત મનથી કરજે
                       સફળતા સંગ ચાલશે

પ્રકૃતીને તુ પારખજે
                     ભીતિ તનથી ભાગશે.

ભણતરને પારખજે
                    જીવનના સોપાન મહેંકશે

કિર્તી ક્યાંકથી આવશે
                    જીવન ઉજ્વળ લાગશે

પારકાને પારખજે
                     શાંન્તિ દોડતી આવશે

========================

November 8th 2009

કામ,કર્મ અને વર્તન

                  કામ,કર્મ અને વર્તન

તાઃ૭/૧૧/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીની માનવીમાં સમયે, ઝેર અમૃત મળી જાય
કામ,કર્મ ને વર્તનસાચવતા,આ જીવન પાવન થાય
                             …….જીંદગીની માનવીમાં સમયે.
દેહ મળતા અવનીએ, જીંદગીમાં કામ આવી જાય
સમજી વિચારી કરી લેતા,સફળતાનો આનંદ થાય
અવનીપર ના બંધનમાં,સમજી વિચારી તરી જાય
શાંન્તિનો સહવાસ પણ મળે,ને જીવન ધન્ય થાય
                           ………જીંદગીની માનવીમાં સમયે.
કર્મ છે સંસારનો પાયો, સંસ્કાર સિંચનમાં સહવાય
ભક્તિનો સાથલેતાં જીવનમાં,માનવતા મળી જાય
ડગલુ માંડતા દેખાવ નાઆવે,ત્યાં પ્રેમ આવીજાય
કર્મના બંધન છે જીવ સગપણ,મૃત્યુ એ મળી જાય
                              …….જીંદગીની માનવીમાં સમયે.
બાળપણ જુવાની સાચવતા,વડીલો  ખુબ હરખાય
આદરમાન ને વળગી રહેતા,પ્રભુ કૃપા મળી જાય
વર્તનનીસાંકળછે ઉત્તમ,જગતમાં પ્રેમને મેળવાય
પરમાત્માની દયા મળે,ત્યાં  જીવનો ઉધ્ધાર થાય
                              ……..જીંદગીની માનવીમાં સમયે.

*********************************************