November 9th 2009

ક્ળીયુગી પ્રેમ

                    કળીયુગી પ્રેમ

તાઃ૮/૧૧/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાય બાયની બાંય પકડી,ચાલે છે જ્યાં પ્રેમ
અંત આવે વણમાગેલ,ના તેમાં છે કોઇ વ્હેમ
                  ………હાય બાયની બાંય પકડી.
ડુંગર જેવા પ્રેમમાં,નજીક પહોંચતા ખચકાય
દેખાવ એવો જગમાં,ના માનવમન હરખાય
કદીક ઉભરો આવતાં,વ્હાલે તોરણપણ બંધાય
દેખાવના આંસુ વહી જતાં,પ્રેમી મન મલકાય
                   ……..હાય બાયની બાંય પકડી.
દુનિયા આ દેખાવની,ના સત્યતાનો રહે સાથ
વ્યાધી નજીક આવતાં જ,ભાગે જ્યાં ત્યાં પ્રેમ
ના અવસરની છે  ચિંતા, કે ના રહે કોઇ ઉમંગ
કળીયુગી પ્રેમમાં પડી જતા,અંત રહે ના ક્ષેમ
                    ……..હાય બાયની બાંય પકડી.
હાય કહેતા વળગીચાલે,ના પ્રીત મનથી હોય
લાગણીને દઇ મુકી માળીયે,શોધતા જગે પ્રેમ
શબ્દોની માયાને લેતા,ના બચીશક્યુ કોઇ એમ
વિખરાયેલ લહેર વાળથી,બાય મનથી કહેવાય
                     ……. હાય બાયની બાંય પકડી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦