November 4th 2009

દુઃખની માગણી

                 દુઃખની માગણી

તાઃ૩/૧૧/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મળતાં જગમાં,મહેનત મનથી કરતો
આવે આંગણે પરમાત્મા, તો દુઃખની માગણી કરતો
                             …….માનવ જીવન મળતાં.
દેહ મળે જ્યાં માનવીનો, સમજી વિચારી ચલાય
કામદામને વળગી રહેતા,જીવન સુખે જ જીવાય
દીલથી સતના સંબંધ એવા,સુખદુઃખ મળી જાય
લગની મનથી રાખી જલાની,મનને શાંન્તિ થાય
                          ……….માનવ જીવન મળતાં.
કરુણાનાઅવતાર પ્રભુએ,લીધા અવનીએઅવતાર
આવી જગમાં રાહ બતાવ્યો,કરવા જીવનો ઉધ્ધાર
સુખનીસાંકળ મળતાં જીવ,ભુલી જાય પ્રભુનું નામ
જન્મ મળતાં માનવીનો,દુઃખમાં જલાસાંઇ ભજાય
                             …….માનવ જીવન મળતાં.
માનવ દેહ અમુલ્ય બને, જ્યાં ભક્તિ પ્રેમથી થાય
દુઃખજ્યારે આવે જીવનમાં,ત્યાં શરણુ પ્રભુનુલેવાય
માગણીમનથી કરતાં દુઃખની,મળે જલાસાંઇનો પ્રેમ
ભક્તિના ડુંગર પકડી  લેતો, જીવને મુક્તિ મળે જેમ
                              …….માનવ જીવન મળતાં.

====================================