November 13th 2009

સાચી માયા

                        સાચી માયા

તાઃ૧૨/૧૧/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

માબાપને જોઇને સંતાનને થાય
સંતાનને જોઇને માબાપને થાય
જલારામબાપાને જોઇને અન્નદાનથી થાય
સાંઇબાબાને જોઇને માણસાઇથી થાય
સફળતા જોઇને મહેનતથી થાય
પતિને જોઇને પત્નીને થાય
પત્નીને જોઇને પતિને થાય
કાગળ પેન જોઇને લખનારને થાય
ભાઇને જોઇને બહેનને થાય
બહેનને જોઇને ભાઇને થાય
માલીકને જોઇને પ્રાણીને થાય
સભાને જોઇને નેતાને વાણીથી થાય
સંગીતને સાંભળી કાનને થાય
મીઠાઇને જોઇને જીભને થાય
સુંદરતા જોઇને આંખને થાય
લાગણી મેળવીને હ્રદયને થાય
કલાકારને જોઇને કલા માણનારને થાય
વાંચનારના પ્રતિભાવ વાંચીને કૃતિકારને થાય
દુઃખ મળતા પરમાત્માની થાય
જીવના કલ્યાણ માટે ભક્તિથી થાય
દમડી જોઇને ભિખારીને થાય

================================

November 13th 2009

મારે આંગણે

                     મારે આંગણે

તાઃ૧૨/૧૧/૨૦૦૯     (ગુરુવાર)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજ મારે આંગણે રે,આવ્યા ઝોળી દંડા સાથ
વિરબાઇમાતાના નાથ,છે વિરપુરના ભરથાર
                          …………આજ મારે આંગણે રે.
કરુણા સાગર ભક્તિ આધારી,પ્રેમના અવતારી
પ્રભુ કૃપાને પામી જગમાં,ઉજ્વળ જીવન સાથ
મહેંક પ્રેમની મેળવીને, લીધી માનવતાની કેડી
સંતાન સંગે પાવન જન્મ,કરવાની દીધી સીડી
                          …………આજ મારે આંગણે રે.
સવારસાંજની ભક્તિ નિરાળી,અંતર જીવન ઉજ્વળ
આવી આંગણે મહેંકે ભક્તિ,જગમાં ભજન છે શક્તિ
મળી ગઇ જ્યાં કૃપા પ્રભુની ,ના વ્યાધી છે જગમાં
મળશે જગે માયાથીમુક્તિ,જ્યાં વળગે ભક્તિ જીવે
                          ……….આજ મારે આંગણે રે

++++++++++++++++++++++++++++++++++++