August 29th 2016

પરમપ્રેમ

.                   પરમપ્રેમ

તાઃ૨૯/૮/૨૦૧૬                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવનમાં પ્રેમઅનેરો,જે સમય સાચવતા પરખાય
અંતરથી મળેલ પ્રેમ સાચો,અનુભવે પરમપ્રેમ કહેવાય
………..એજ કૃપા પરમાત્માની,જે જીવને અનંત શાંન્તિ દઈ જાય.
સંબંધની સાંકળ એ જીવનીકેડી,જે કર્મજન્મથી બંધાય
મળે માનવદેહ જીવને અવનીએ,જે સમજણે પરખાય
અનેકદેહના બંધનછે જીવોને,જે આગમનથી સમજાય
સમય ના પકડાય કોઇ જીવથી,પ્રભુકૃપાએજ મેળવાય
………..એજ કૃપા પરમાત્માની,જે જીવને અનંત શાંન્તિ દઈ જાય.
લાગણી મોહ જકડે જીવને,અવનીએ દેહ મળતા દેખાય
નાકોઇ જીવની તાકાત જગતમાં,કે કોઇ જીવથીછટકાય
ભક્તિરાહ મળે જીવને,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
મળેલ જન્મને સાર્થકકરતા,જીવને પરમપ્રેમ મળી જાય
………..એજ કૃપા પરમાત્માની,જે જીવને અનંત શાંન્તિ દઈ જાય.

========================================

August 1st 2016

જીવનો સ્પર્શ

.                 જીવનો સ્પર્શ

તાઃ૧/૮/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિદાય આગમન સ્પર્શે જીવને,જ્યાં કળીયુગ મળી જાય
આવનજાવન એ કુદરતની લીલા,જે જીવને જકડી જાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.
અનેકદેહ અવનીએ મળે,જે અવનીએ દેહ મળતા દેખાય
કર્મકરેલા જીવને જકડે,જગતમાં નાકોઇ જીવથી  છટકાય
માનવદેહ એ છે કૃપાપ્રભુની,જે દેહને સમજણ આપી જાય
જીવને મુક્તિમાર્ગની રાહ મળે,જ્યાં નિખાલસ ભક્તિ થાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.
પાવનરાહ પામવા જીવનમાં,સંત જલાસાંઇની પુંજા થાય
ભક્તિ રાહની સાચી રાહ જગતમાં,જલાસાંઇથી મળી જાય
અનેકજીવોને ભોજન આપતા,પરમાત્મા પરીક્ષા કરી જાય
માનવજીવનમાં કૃપા સ્પર્શે,જ્યાં સાચી માનવતા સચવાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++

May 30th 2016

ઉજ્વળતાના વાદળ

.                  .ઉજ્વળતાના વાદળ

તાઃ૩૦/૫/૨૦૧૬                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળ ભક્તિરાહને  મેળવાય
પાવનકર્મની પવિત્રકેડીએ જીવતા,ઉજ્વળતાના વાદળ વર્ષી જાય.
………. એજ અસીમ કૃપા પરમાત્માની થાય,જે સાચી ભક્તિએ મળી જાય.
મળે જીવનમાં પ્રેમ નિખાલસ,ના અપેક્ષા કોઇ જીવનમાં અડી જાય
માનવતાની મહેંકપ્રસરે,અવનીએમળેલદેહ પવિત્રરાહે ચાલી જાય
કળીયુગની કાતરના સ્પર્શે,કે ના કોઇ સુખદુખની અપેક્ષાય રહીજાય
ઉજ્વળતાના વાદળની વર્ષા થાય,ત્યાંજમળેલદેહ પવિત્ર થઈ જાય
………. એજ અસીમ કૃપા પરમાત્માની થાય,જે સાચી ભક્તિએ મળી જાય.
મારૂ તારૂ એ સ્પર્ષે દેહને જીવનમાં,જે માનવદેહના વર્તનથી દેખાય
ઉજ્વળ રાહ એ કૃપા જલાસાંઇની,એ જગતમાં જન્મ સફળ કરી જાય
મળે  માનવ દેહ જીવને અવનીએ,જે કર્મના બંધનથી જ  મળી જાય
અસીમ કૃપાએ જ દ્રષ્ટિ અવિનાશીની,માનવ જન્મ સફળ કરી જાય
………. એજ અસીમ કૃપા પરમાત્માની થાય,જે સાચી ભક્તિએ મળી જાય.

===========================================

May 27th 2016

પાપડીયો પ્રેમ

.              .પાપડીયો પ્રેમ

તાઃ૨૭/૫/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી લીધો પ્રેમ પારખી,ત્યાં જ સવાર સુધરી ગઈ
માનવજીવનની પાવનકેડી,જન્મ સફળ કરશે અહીં
………એ જ પવિત્ર પ્રેમ મિત્રોનો,હ્યુસ્ટનમાં મળી ગયો છે ભઈ.
પ્રેમની સાંકળ એજ કૃપા પ્રભુની,જે જીવને સ્પર્શે જઈ
મળતી માયામોહનેતોડતી,પાપડીયો પ્રેમથયોઅહીં
દેખાવની કેડી કળીયુગ આપે,ના કોઇને એ  છોડે ભઈ
અપેક્ષાનાવાદળતોડવા,જલાસાંઇની રાહે ચાલો અહીં
……..એ જ પવિત્ર પ્રેમ મિત્રોનો,હ્યુસ્ટનમાં મળી ગયો છે ભઈ.
અભિમાનનાવાદળ ના સ્પર્શે,જ્યાં અપેક્ષાને તોડો અહીં
મનથીરાખેલ શ્રધ્ધા આવશે,આંગણે તમે જ્યાં ઉભા ભઈ
નિર્મળતાનો સંગ મળશે જીવને,પવિત્રરાહ આપશે અહીં
પાપડીયા પ્રેમને પારખી લેતાજ,ના આફત આવશે ભઈ
……..એ જ પવિત્ર પ્રેમ મિત્રોનો,હ્યુસ્ટનમાં મળી ગયો છે ભઈ.

+++++++++++++++++++++++++++++++++++++

May 26th 2016

તાલી પાડી

.              .તાલી પાડી

તાઃ૨૬/૫/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

તાલી પાડતા તાલ મળે,જે કાન થકી જ મળી જાય
મનને શાંન્તિ પ્રેમ મળે,જે અનંત આનંદ દઈ જાય
………..કુદરતની આ અસીમલીલા,જે દેહ મળતા મળી જાય.
સરળ તાળી પડે હાથથી,ત્યાં કાનથી પ્રેરણા થાય
નિર્મળતાથી પડેલ તાળી,જીવ ભક્તિભાવે દોરાય
મનથી સ્મરણ કરતા જલાસાંઇનુ,પુંજન પ્રેમેથાય
સરળતાનો સંગાથ મળે,જ્યાં નિર્મળ તાલી પડાય
………..કુદરતની આ અસીમલીલા,જે દેહ મળતા મળી જાય.
તાલીઓના  તાલે ગરબે ઘુમતા,માતાની કૃપા થાય
અનંતપ્રેમની વર્ષાથાય,જે નિર્મળભક્તિ આપી જાય
પ્રેમ નિખાલસ રાખીને જીવતા,જીવ સત માર્ગે દોરાય
પરમપ્રેમની એકજ તાળી,જીવને ભક્તિરાહ દઈ જાય
………..કુદરતની આ અસીમલીલા,જે દેહ મળતા મળી જાય.

***********************************************

May 4th 2016

પેટ કરાવે વેઠ

.              . પેટ કરાવે વેઠ

તાઃ૪/૫/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની  જ્યોત પ્રગટે,જ્યાં અપેક્ષાઓ ભગાડી જવાય
માનવજીવનની સાર્થકતા,જગતમાં વર્તનથી મળીજાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.
ભોજન અને ભજન એ દેહને સ્પર્શે,ના કોઇથીય છટકાય
શ્રધ્ધા રાખીને પગલુ ભરતા,કુદરતની કૃપાજ મળી જાય
મોહરાખીને ભોજન કરતા,પેટનેઅંતે એ વેઠ કરાવી જાય
પાચનની જ્યાં તકલીફ વળગે,ત્યાં ના કોઇથીય  બચાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.
કળીયુગની આ કેડીમાં જીવતા,ના ભજન શ્રધ્ધાએ થાય
કર્મ કરેલા દેહને સ્પર્શે જીવનમાં,જે દેખાવથી ઓળખાય
ભજન કરતા તાલી પાડીને,ભોજનની રાહ પણ જોવાય
સમય પકડીને પહોંચી જતા,અપેક્ષાઓને પકડી જવાય
………અજબ શક્તિ શાળી છે અન્નની કેડી,જે પેટને પકડી જાય.

=======================================

April 24th 2016

પાણી વાણી

.                .પાણી વાણી

તાઃ૨૪/૪/૨૦૧૬                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન જગતમાં અજબ છે શક્તિ,સમયે પરખાઈ જાય
ના અપેક્ષાની કોઇ કેડી મળે,કે ના કોઇ લાગણી ઉભરાય
………..માનવ જીવનમાં સરળતા વહે,જ્યાં પાણી વાણીને સમજાય.
અવનીના આગમનને સ્પર્શે,જે પવિત્રપાણીએ મેળવાય
મળે દેહને પવિત્રપાણી ગંગા જમનાના,પ્રભુકૃપાકહેવાય
નાસ્પર્શે દેહને કળીયુગનીકેડી,જ્યાંમાનવતા પ્રગટીજાય
પવિત્રનદીના પવિત્ર પાણી,જે પરમાત્માની કૃપાએ થાય
………..માનવ જીવનમાં શરળતા વહે,જ્યાં પાણી વાણીને સમજાય.
દેહ મળે જ્યાં જીવને અવનીએ,ત્યાં વાણીનો સ્પર્શ  થાય
સમયની સંગે ચાલતા દેહને,સમયે બુધ્ધિ સમજતી જાય
નિખાલસ ભાવનાએ જીવતા,મુખથી પવિત્રવાણી બોલાય
વાણી સાચવી સમજી બોલતા,સંત જલાસાંઈની કૃપા થાય
………..માનવ જીવનમાં શરળતા વહે,જ્યાં પાણી વાણીને સમજાય.

======================================

April 20th 2016

મેઘરાજા

.               .મેઘરાજા

તાઃ૨૦/૪/૨૦૧૬            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મેઘરાજાનુ આગમન જગતમાં,અજબ ઠંડક આપી જાય ઉર્જાને દુર ભગાડતાઅવનીએ,શાંન્તિનો સંગ મળી જાય
……….એ જ અજબલીલા અવિનાશીની,જે માનવીને સમજાઈ જાય. સુર્યદેવનુ આગમન અવકાશે,જગતે પ્રકાશ પાથરી જાય જગતના જીવો જાગી જતા,કર્મના બંધનને સાચવી જાય
એજ અજબશક્તિ સુર્યદેવની,જગે સવાર સાંજ દઈ જાય નામાગણી અપેક્ષા કદીરહે,જે મળેલ જન્મ સાર્થકકરીજાય
……….એ જ અજબલીલા અવિનાશીની,જે માનવીને સમજાઈ જાય. પવનદેવની કૃપા અવનીપર,જ્યાં શીતળતા મળી જાય નિર્મળતાનો સંગમળે જીવને,જ્યાં સરળપવન વહીજાય
મળે ઝાપટ એકપવનદેવની,અસ્તવ્યસ્ત જગત થઈ જાય
શક્તિશાળી રાવણનુ,જે પવનપુત્ર હનુમાનદહન કરી જાય
……….એ જ અજબલીલા અવિનાશીની,જે માનવીને સમજાઈ જાય. =======================================

April 8th 2016

નિર્મળ સવાર

.                    .નિર્મળ સવાર

તાઃ૮/૪/૨૦૧૬                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ દેહ અવનીએ,જગે અનુભવથી ઓળખાઈ જાય
પાવન જીવનની રાહે ચાલતા,માનવીની સવાર નિર્મળ થાય
………….કુદરતની આ અસીમલીલા,અવનીપર આગમનથી સમજાય.
કર્મના બંધન છે જગતમાં જીવને,જે અનેક દેહ થકી મેળવાય
નિર્મળજીવનની રાહને પકડતા,જીવનમાં સરળતા મળી જાય
ઉજ્વળતાના વાદળ વરસતા,જીવની પ્રેમજ્યોત પ્રગટી જાય
પરમાત્માની અસીમ કૃપા મેળવતા,મળેલ જીવન મહેંકી જાય
………….કુદરતની આ અસીમલીલા,અવનીપર આગમનથી સમજાય.
અબજો જીવોનો આધાર છેઅવની,આ કુદરતનીલીલા કહેવાય
સમયને  પકડી નિર્મળ જીવન  જીવતા,જલાસાંઇની  કૃપા થાય
પાવનરાહ એ સમજણ છે જીવની,જે દેહના વર્તનથી જ દેખાય
માનવ જીવનની મહેંક પ્રસરે,એને જ સાચી માનવતા કહેવાય
………….કુદરતની આ અસીમલીલા,અવનીપર આગમનથી સમજાય.

==========================================

March 2nd 2016

વર્તન વાણી

.                  .વર્તન વાણી

તાઃ૨/૩/૨૦૧૬                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પાવન કેડી મળતાં,મળેલ માનવજીવન નિર્મળ થાય
વાણી વર્તન સાચવી જીવતા,જીવને અનંત શાંન્તિ મળી જાય
………….પાવનપ્રેમની કેડીએ જ,સંબંધીઓના સ્નેહની વર્ષા થઇ જાય.
માનવજીવનમાં મળે માનવતા,જ્યાં અપેક્ષાઓ છોડી દેવાય
હાના હાના ને તોડી નાખતા,જીવનમાં નાકોઇ તકલીફ અથડાય
સરળતાનો સહવાસ રાખતાં,પરમાત્માની અજબકૃપા થઈ જાય
નિરાધારનો આધાર બનતા,જીવને મળેલ જન્મ સફળ થઈજાય
…………..પાવનપ્રેમની કેડીએ જ,સંબંધીઓના સ્નેહની વર્ષા થઈ જાય.
લાગણી એછે માનવતા એવી,મળેલ માનવજીવનને સ્પર્શી જાય
પ્રેમનિખાલસ પકડીચાલતા,જીવનમાં નાઆફતના વાદળદેખાય
આંગણે આવી પ્રભુકૃપા મળે,એજ જીવની ઉજ્વળભક્તિ કહેવાય
સરળજીવનની શીતળરાહેજીવતા,સંત જલાસાંઈનીકૃપા થઈજાય
……………પાવનપ્રેમની કેડીએ જ,સંબંધીઓના સ્નેહની વર્ષા થઈ જાય. ==========================================

« Previous PageNext Page »