April 20th 2016

મેઘરાજા

.               .મેઘરાજા

તાઃ૨૦/૪/૨૦૧૬            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મેઘરાજાનુ આગમન જગતમાં,અજબ ઠંડક આપી જાય ઉર્જાને દુર ભગાડતાઅવનીએ,શાંન્તિનો સંગ મળી જાય
……….એ જ અજબલીલા અવિનાશીની,જે માનવીને સમજાઈ જાય. સુર્યદેવનુ આગમન અવકાશે,જગતે પ્રકાશ પાથરી જાય જગતના જીવો જાગી જતા,કર્મના બંધનને સાચવી જાય
એજ અજબશક્તિ સુર્યદેવની,જગે સવાર સાંજ દઈ જાય નામાગણી અપેક્ષા કદીરહે,જે મળેલ જન્મ સાર્થકકરીજાય
……….એ જ અજબલીલા અવિનાશીની,જે માનવીને સમજાઈ જાય. પવનદેવની કૃપા અવનીપર,જ્યાં શીતળતા મળી જાય નિર્મળતાનો સંગમળે જીવને,જ્યાં સરળપવન વહીજાય
મળે ઝાપટ એકપવનદેવની,અસ્તવ્યસ્ત જગત થઈ જાય
શક્તિશાળી રાવણનુ,જે પવનપુત્ર હનુમાનદહન કરી જાય
……….એ જ અજબલીલા અવિનાશીની,જે માનવીને સમજાઈ જાય. =======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment