April 20th 2016

મેઘરાજા

.               .મેઘરાજા

તાઃ૨૦/૪/૨૦૧૬            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મેઘરાજાનુ આગમન જગતમાં,અજબ ઠંડક આપી જાય ઉર્જાને દુર ભગાડતાઅવનીએ,શાંન્તિનો સંગ મળી જાય
……….એ જ અજબલીલા અવિનાશીની,જે માનવીને સમજાઈ જાય. સુર્યદેવનુ આગમન અવકાશે,જગતે પ્રકાશ પાથરી જાય જગતના જીવો જાગી જતા,કર્મના બંધનને સાચવી જાય
એજ અજબશક્તિ સુર્યદેવની,જગે સવાર સાંજ દઈ જાય નામાગણી અપેક્ષા કદીરહે,જે મળેલ જન્મ સાર્થકકરીજાય
……….એ જ અજબલીલા અવિનાશીની,જે માનવીને સમજાઈ જાય. પવનદેવની કૃપા અવનીપર,જ્યાં શીતળતા મળી જાય નિર્મળતાનો સંગમળે જીવને,જ્યાં સરળપવન વહીજાય
મળે ઝાપટ એકપવનદેવની,અસ્તવ્યસ્ત જગત થઈ જાય
શક્તિશાળી રાવણનુ,જે પવનપુત્ર હનુમાનદહન કરી જાય
……….એ જ અજબલીલા અવિનાશીની,જે માનવીને સમજાઈ જાય. =======================================

April 20th 2016

મહેંક પ્રેમની

.                  . મહેંક પ્રેમની

તાઃ૨૦/૪/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પકડીને ચાલતા જીવનમાં,સંગ સરળતાનો મળી જાય
પાવનકર્મની કેડીને મેળવતા,જીવને સુખશાંન્તિ મળી જાય
…………એજ પાવનરાહ જીવનની,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.
મળેલ માનવતા જીવનમાં,અનેક અનુભવે સમજાઈ જાય
ના અપેક્ષાની કોઇ કેડી રહે,કે નાકોઇ મોહમાયા સ્પર્શી જાય
સરળ જીવનની રાહ છે સાચી,જે કર્મના બંધનથી દુર જાય
પરમાત્માનીકૃપામળે જીવને,જે સાચો ભક્તિંમાર્ગ દઈજાય
…………એજ પાવનરાહ જીવનની,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.
જીવથી થયેલ પાવન કર્મ,જે જીવને સાચી રાહ આપી જાય
ઉજ્વળતાના વાદળ વરસે,મળેલ જન્મને સાર્થક કરી જાય
પ્રેમ નિખાલસ પારખીલેતાં,જીવને અનંતશાંન્તિ મળીજાય
નિર્મળતાની પાવનકેડીએ,માનવતાની મહેંક પ્રસરી જાય
…………એજ પાવનરાહ જીવનની,જે મળેલ જન્મ સાર્થક કરી જાય.

=======================================