April 4th 2016

પ્રેમથી પધારો

 

Nilam

.                .પ્રેમથી પધારો

તાઃ૪/૪/૨૦૧૬                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પાવન કેડી પકડી ચાલતા,માતાનીકૃપા મેળવાય
હ્યુસ્ટન આવો પ્રેમ લઈ નિલમબેન,કલમપ્રેમીઓ હરખાય
…………એવી ઉજ્વળ રાહની કલમે,અનેકને વાંચન આપી જાય.
અનંત આનંદ થાય કલમપ્રેમીઓને,જ્યાં માની કૃપા થાય
કલમને પકડી પ્રેમથી પધારતા,પ્રદીપને ખુબ આનંદ થાય
લાગણીપ્રેમ મળે અંતરથી સૌનો,જે કલમપ્રેમીઓ દઈ જાય
ના માગણી કે ના કોઇ મોહ અડે,જ્યાં પ્રેમથી પધારી જવાય
…………એવી ઉજ્વળ રાહની કલમે,અનેકને વાંચન આપી જાય.
પવિત્રરાહને  જીવનમાં પકડતા,ના વ્યાધી કોઇજ અથડાય
સરસ્વતી માતાની કૃપાએ,કલમની ઉજ્વળ કેડી મળી જાય
અસીમપ્રેમ જ્યાંમળે કલમપ્રેમીઓનો,જે હ્યુસ્ટન  લાવી જાય
પ્રેમ લઈ પધારતા અહીંયા,ઉજ્વળ કલમ પ્રભાત મળી જાય
…………એવી ઉજ્વળ રાહની કલમે,અનેકને વાંચન આપી જાય.

========================================
.            .સરસ્વતી સંતાન તરીકે કલમની ઉજ્વળ કેડી પકડીને ચાલતા
શ્રીમતી નિલમબેન દોશી હ્યુસ્ટનના કલમ પ્રેમીઓના પ્રેમને પારખી
પધારી રહ્યા છે તેની યાદ રૂપે આ લખાણ સપ્રેમ ભેંટ.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલમપ્રેમીઓની યાદ.
++++++++++++++++++++++++++++++++++++++++