April 25th 2016

આંગણે આવો

.              . આંગણે આવો

તાઃ૨૫/૪/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગણે આવો પ્રેમ પકડીને,જીવને અનંત શાંન્તિ મળી જાય
મોહમાયાને  આંબી ચાલતા,પાવનકર્મ જીવનમાં થઈ જાય
…………એ મહેર છે પરમાત્માની,જે પવિત્રરાહ જીવનમાં આપી જાય.
પ્રેમ નિખાલસ ના માગણીએ મળે,કે નાકદી કર્મ પાવન થાય
સરળજીવનની રાહ મળે જીવને,જે પવિત્રપ્રેમીઓ આપીજાય
અંતરમાં ના કોઇ ઉભરો  રહે,કે ના કોઇ અપેક્ષાય કદીય રખાય
માનવતાની મહેંક પ્રસરે જગતમાં,જ્યાં મિત્રનોપ્રેમ મળી જાય
………….એ મહેર છે પરમાત્માની,જે પવિત્રરાહ જીવનમાં આપી જાય.
કલમની પવિત્રકેડીએ,મા સરસ્વતી સંતાનનો સાથ મળી જાય
પાવનરાહે કલમ ચાલતા,કલમપ્રેમીઓ સૌ આંગણે આવી જાય
મળે જીવનમાં પ્રેમ કલમથી,જગતમાં નાકોઇથીય એને અંબાય
હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ આંગણેઉભા,સૌ પ્રેમપકડીને આવી જાવ
………….એ મહેર છે પરમાત્માની,જે પવિત્રરાહ જીવનમાં આપી જાય.

========================================