April 8th 2016

નિર્મળ સવાર

.                    .નિર્મળ સવાર

તાઃ૮/૪/૨૦૧૬                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ દેહ અવનીએ,જગે અનુભવથી ઓળખાઈ જાય
પાવન જીવનની રાહે ચાલતા,માનવીની સવાર નિર્મળ થાય
………….કુદરતની આ અસીમલીલા,અવનીપર આગમનથી સમજાય.
કર્મના બંધન છે જગતમાં જીવને,જે અનેક દેહ થકી મેળવાય
નિર્મળજીવનની રાહને પકડતા,જીવનમાં સરળતા મળી જાય
ઉજ્વળતાના વાદળ વરસતા,જીવની પ્રેમજ્યોત પ્રગટી જાય
પરમાત્માની અસીમ કૃપા મેળવતા,મળેલ જીવન મહેંકી જાય
………….કુદરતની આ અસીમલીલા,અવનીપર આગમનથી સમજાય.
અબજો જીવોનો આધાર છેઅવની,આ કુદરતનીલીલા કહેવાય
સમયને  પકડી નિર્મળ જીવન  જીવતા,જલાસાંઇની  કૃપા થાય
પાવનરાહ એ સમજણ છે જીવની,જે દેહના વર્તનથી જ દેખાય
માનવ જીવનની મહેંક પ્રસરે,એને જ સાચી માનવતા કહેવાય
………….કુદરતની આ અસીમલીલા,અવનીપર આગમનથી સમજાય.

==========================================