August 1st 2016

જીવનો સ્પર્શ

.                 જીવનો સ્પર્શ

તાઃ૧/૮/૨૦૧૬                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિદાય આગમન સ્પર્શે જીવને,જ્યાં કળીયુગ મળી જાય
આવનજાવન એ કુદરતની લીલા,જે જીવને જકડી જાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.
અનેકદેહ અવનીએ મળે,જે અવનીએ દેહ મળતા દેખાય
કર્મકરેલા જીવને જકડે,જગતમાં નાકોઇ જીવથી  છટકાય
માનવદેહ એ છે કૃપાપ્રભુની,જે દેહને સમજણ આપી જાય
જીવને મુક્તિમાર્ગની રાહ મળે,જ્યાં નિખાલસ ભક્તિ થાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.
પાવનરાહ પામવા જીવનમાં,સંત જલાસાંઇની પુંજા થાય
ભક્તિ રાહની સાચી રાહ જગતમાં,જલાસાંઇથી મળી જાય
અનેકજીવોને ભોજન આપતા,પરમાત્મા પરીક્ષા કરી જાય
માનવજીવનમાં કૃપા સ્પર્શે,જ્યાં સાચી માનવતા સચવાય
……….કર્મના બંધન છે જીવના અવતરણ,જન્મ મળતા સહેવાય.

++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment