August 30th 2016

જન્મદીનની શુભેચ્છા

    ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી,અમદાવાદ

.                       .  H.L.Trivedi

.                     જન્મદીનનીશુભેચ્છા

 .                      (૩૧ ઑગસ્ટ ૧૯૩૨)

તાઃ૩૧/૮/૨૦૧૬                         પ્રદીપ બ્રહ્મભટ્ટ(હ્યુસ્ટન)

પરમકૃપા પરમાત્માની છે,જ્યાં નિર્મળ જીવન જીવાય
પ્રેમ મળે સગા સંબંધીઓનો,જે જન્મદીવસથી ઉજવાય
………..એવા પ્રેમાળ હરગોવિંદભાઈનો, આજે જન્મદીવસ ઉજવાય.
મળ્યો પ્રેમ માતા શારદાબાનો,જીવનમાં સુખશાંન્તિ દઈ જાય
રાહ મળી પિતા લક્ષ્મીશંકરથી,એ ભણતરની કેડીએ દેખાય
પાવનરાહે જીવન જીવતા અનેક દેહોને,સુખશાંન્તિ આપી જાય
અદભુતસેવા જીવનમાં કરતા,દેહ પર સન્માનની વર્ષા  થાય
………….એવા પ્રેમાળ હરગોવિંદભાઈનો, આજે જન્મદીવસ ઉજવાય.
વ્હાલા કાર્તિકભાઈને મળે પ્રેમ મોટાભાઈનો અનંતઆનંદ દઈ જાય
સાગર જેટલો પ્રેમ હરગોવિંદભાઈનો,જે લાખો જીવોને મળી જાય
સંત જલાસાંઇને પ્રાર્થના કરે પ્રદીપ,જન્મદીને પરમકૃપા મળી જાય
સુખશાંન્તિની વર્ષા થાય તેમના પર,એજ પ્રાર્થના પરમાત્માને.
…………….એવા પ્રેમાળ હરગોવિંદભાઈનો, આજે જન્મદીવસ ઉજવાય.

]       ********************************************************
પરમ પુજ્ય ડૉકટર હરગોવિંદભાઈનો આજે ૮૪ના જન્મદીનની શુભેચ્છા નીમિત્તે
આ  લખાણ તેમને સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને શ્રી કાર્તિકભાઈના જય જલારામ જય સાંઈરામ સહિત
હ્યુસ્ટનથી  હેપ્પી બર્થડે.

August 30th 2016

જીવનની જ્યોત

                                   જીવનની જ્યોત                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતર ગામમાં રહેતા મણીભાઈ મળેલ માબાપના સંસ્કારને કારણે સવારમાં તાંબાના લોટામાં પાણી ભરી સુર્યદેવનુ સ્મરણ કરતા અને ૐ હ્રીમ સુર્યાય નમઃ મંત્ર જપતા સુર્યદેવને પાણીની અર્ચના કરી ઘરમાં મંદીર સામે બેસી પુંજા કરતા.એ દરમ્યાન તેમના પત્ની કાશીબેન ચા નાસ્તો તૈયાર કરતા જે સાથે બેસી ખાઈ લેતા અને ત્યારબાદ મણીભાઈ તેમના મિત્ર છગનભાઈની દુકાને સમયસર પહોંચી દુકાનમાં રજીસ્ટરનુ કામ શરૂ કરી લેતા. તેમનો જન્મ આજ ગામમાં થયો હતો તેમના પિતા ખેતી કરતા હતા એટલે જ્યાં સુધી  ભણવાની તક મળી ત્યાં સુધી ગામમાં ભણ્યા. નિર્મળતાથી જીવન જીવતા ઘણી વખત માનવીને કર્મ યા ધર્મની કસોટીમાં કળીયુગના કારણે થોડુ સહન કરવુ પડે.એક વખત એવુ બન્યુ કે તેમના દીકરા રમેશને નડીયાદના નાટ્યગ્રુહના  એક કાર્યક્રમમાં રાવણનુ પાત્ર ભજવવાની વિનંતી કરી.જુના મિત્રોની યાદને ચાલુ રાખવા માટે તેણે હા પાડી અને તે કાર્યક્રમમાં ખુબજ સુંદર રીતે તે પાત્ર પણ રજુ કર્યુ.જેના માન રૂપે તેનુ સન્માન પણ કરવામાં આવ્યુ તેના માબાપને ઘણો જ આનંદ પણ થયો કે તેમના દીકરાએ રાજા રાવણનુ પાત્ર ભજવી ખુબજ સુંદર લાયકાત બતાવી.આમ તો તેમનો દીકરો રમેશ નિશાળમાં પણ સારા માર્ક્સથી ભણીને કૉલેજમાં પણ તે આગળ વધી રહ્યો હતો. તેના જીવનમાં કદી કોઇ તકલીફ અત્યાર સુધી તો મળી ન હતી  અને માબાપની અપેક્ષા પણ ન હતી. કારણ ઘણીવાર સંતાનને મળેલ માન સન્માનને કારણે માબાપને અહંકાર અડી જાય જે સંતાનને ખોટા માર્ગે લઈ જાય.
મણીભાઈનો બીજે દીકરો મોહન હતો જે તેમને ઘણી વખત દુકાનમાં પણ મદદ કરતો હતો કારણ હવે પિતાની ઉંમર પચાસની ઉપર થઈ એટલે ઘણીવાર તે વધારે ઉભા રહી શકતા ન હતા. ને હવે શુ થયુ હતુ કે તેઓ જ્યાં કામ કરતા હતા તે તેમના મિત્રને લકવા થયો એટલે હવે દુકાને આવતા ન હતા પણ એક મિત્રને કારણે છગનભાઈને વષો જુના તેમના મિત્ર મણીભાઈ પર ભરોશો હતો એટલે તેમને તે મિલ્કતના ભાગીદાર બનાવીને સંતોષ મેળવ્યો તેમ લાગ્યુ કારણ હવે છેલ્લા છ મહીનાથી દવાખાને જવાથી દુકાને પણ આવી શકતા ન હતા. ઘણીવાર મણીભાઈ પણ તેમને ઘેર મળવા જતા ત્યારે બંનેની આંખમાં પાણી આવી જતા જે છગનભાઈના દીકરા પણ જોતા હતા. છગનભાઈનો એક દીકરો દીનેશ  નિશાળમાં શિક્ષક હતો અને બીજો દીકરો મિનેશ સરકારી કચેરીમાં ક્લાર્કનુ કામ કરતો હતો.એટલે પિતાજીને દુકાનમાં મદદ કરી શકતા ન હતા.પણ તેમને ખબર હતી કે તેમના પિતાના મિત્ર તેમને સારી રીતે મદદ કરતા હતા જેથી તેમને સંતોષ હતો.
જીવનની દરેક પળ જગતમાં કોઇથી શચવાઈ નથી.કારણ સમય એ કુદરતની નિર્મળ કેડી થાયજ્યાંમાનવી માનવતાની સમજ સમજીને જીવન જીવી રહે.કોઇને ટકોર કરવી એ આપણીઅજ્ઞાનતા કહેવાય કારણ પરમાત્માએ સૌ જીવોને જ્યાં દેહ મળે ત્યાંબુધ્ધિ અને સમજ આપેલ છેઅને તે યોગ્ય સમયેજ કામમાં લાગે છે.હવે થયુ એવુ કે મણીભાઈ નો દીકરો રમેશ રાવણનુ પાત્રભજવ્યા પછી તેનામાં થોડા વિચારોમાં એ અહંમ અડ્યુ હોય તેમ લાગવા માંડ્યુ. કારણ એ નાટક પત્યા પછી એક દેખાવડી છોકરી આવી તેને બચી કરી કહે હે રાવણ તુ સીતાનો નહી તુ આ સવિતાનો છુ એમ કહી બચી કરી ચાલી ગઈ.રમેશના મોં પરથી લાગે કે તે વિચારોના વમળમાં ઉતરી ગયો છે.બે મહિના બાદ કૉલેજમાં ડીગ્રી મળી જતા નોકરી શોધવાનુ શરૂ કર્યુ. અને ભગવાનની કૃપા  અને માબાપના આશિર્વાદથીહોસ્પીટલમાં ક્લાર્કની નોકરી મળી. નોકરી શરૂ કરી તેના ત્રીજા દીવસે તે લંચ બ્રેકમાં નાસ્તાની રૂમમાં તે હાથ ધોવા ગયો ત્યાં પેલી સવિતા તેને બાઝી ને કહેરાવણ હવે તુમારો  રમેશ થઈ જા.  વિચારમાં ને વિચારમાં આખો દિવસ જતો રહ્યો. નોકરીએથી  ઘેર પહોંચતા સમયની ખબર પણ ના પડી.રાત્રે ઉંઘનો પણ ખ્યાલ ના રહ્યો.
સવારમાં ઉઠી ક્યારે નાહ્યો  ક્યારે નાસ્તો કર્યો તે તેના માબાપને પણ ખ્યાલ  ના આવ્યો  અને  ઘરમાં કોઇને કાંઇ કહ્યા વગર નોકરીએ નિકળી ગયો. આ વર્તનનો પપ્પા મણીભાઇને  કોઇ  ખ્યાલ જ ન હતો કારણ એ તો દુકાને જવા  આઠ વાગે નીકળી જાય જ્યારે રમેશની નોકરી દસ વાગે શરૂ થાય એટલે તે સાડા  નવ વાગે નિકળી જાય. પણ આ નવા વર્તનને મમ્મી કાશીબા પાંચ છદિવસથી જોઇને વિચાર કરવા લાગ્યા કે  આ છોકરો આવુ વર્તન કેમ કરે છે? એક દીવસ રમેશ  ચા પિતો હતો તે વખતે તેને બૈડે  થાબડી તેને પુછ્યુ કે બેટા તારૂ  આ વર્તન કેમ  બદલાઈ ગયુ છે. કોઇની સાથે વાતચિત કર્યા વગર સવારમાં વહેલો  નોકરીએ જતો રહે છે  અને પછી પહેલા કરતા મોડો ઘેર આવે  છે. કંઇક કશુક થયુ છે કે શુ? તે કાંઇજ બોલ્યો નહીં થોડી વાર પછી ચા પીજતા પહેલા મમ્મીને  કહે હુ મારી  રીતે કામ કરુ છુ અને જીવુ છુ.

રવિવારે મણીભાઇ સેવા કરી ચા નાસ્તો કરી રહ્યા હતા તે વખતે તેમના પત્નિ તેમની બાજુમાં બેસી કહે છેલ્લા ત્રણ અઠવાડિયાથી રમેશનુ વર્તન બદલાયુ છે. નોકરીએ વહેલો જતો રહે છે  અને મોડો પાછો આવે છે.અને તેને પુછુ તો  કાંઈ જવાબ આપ્યા વગર જતો રહે છે. મણીભાઈએ કહ્યુ મને સમય મળશે ત્યારે હુ પુછીશ. પણ સમય તો કોઇથી પકડાતો નથી. એક મહિનો થઈ ગયો  પણ કોઇ  જ માર્ગ ન મળતા. બીજા દિકરા મોહનને એક વખત સાથે બેસી નાસ્તો કરતા કાશીબાએ કહ્યુ કે બેટા તારા મોટાભાઈના જીવનમાં કોઇ તકલીફ હોય તેમ લાગે છે. તો તું જરા તપાસ કરીને જાણી લાવને  કે તેનુ વર્તન આવુ કેમ થયુ છે. અમને કહ્યા વગર વહેલો નોકરીએ જતો રહે છે અને સાંજે મોડો  પાછો આવે છે. અને કોઇની સાથે વાત ચિત પણ કરતો નથી. એટલે તે મમ્મીને કહે છે  કે મમ્મી આ  અઠવાડિયુ મારે કૉલેજમાં રજા છે તો હું તપાસ કરીને પછી તને કહીશ. આ વાત થતા કાશીબાને શાંન્તિ થઈ કે માતાની કૃપાએ બધી શાંન્તિ મળશે.

મંગળવારે મોટાભાઇ નોકરીએ જવા નિકળી ગયા ત્યાર બાદ મોહન બસમાં બેસીને  હોસ્પિટલ ગયો અને ત્રીજા માળે ભાઇની રૂમ આગળ  ગયો તો તે ત્યાં ન હતો  પણ ત્યાં બેઠેલા બહેનને પુછ્યુ તો કહે તે ચા નાસ્તો કરવા નીચે નાસ્તાની રૂમમાં ગયા છે. ત્યાં જઈને મોહને તેના મોટાભાઈને રાવણના પાત્ર પછી બાઝેલી છોકરીની સોડમાં બેસી તેને ખવડાવતો જોયો.  આ જોઇને મોહન કાંઈજ  બોલ્યા વગર  નીચે ઉતરી  બસમાં બેસી ઘેર પાછો આવતો રહ્યો.  અને પછી મમ્મીની  રૂમમાં જઈ કહે મમ્મી મોટાભાઇની જીંદગી જોખમાં છે.  મમ્મી કહે, શું થયુ બેટા?  તું એવુ કેમ  બોલ્યો કે  તેની જીંદગી જોખમમાં છે. એટલે મોહન કહે મમ્મી રમેશ ત્યાં નોકરી કરતી છોકરી જે રાવણના પાત્ર પછી રમેશને વળગેલીની લપેટમાં છે.  તે એની સોડમાં પેસીને જીંદગી બગાડી રહ્યો છે તેવુ લાગે છે. પણ મમ્મી તુ ચિંતા ના કરીશ હું તારા દિકરા તરીકે અને તેના ભાઈ તરીકે મારી ફરજ બજાવીશ.
ગુરૂવારે મોહન ફરી હોસ્પિટલ ગયો અને નીચે ઑફીસમાં જઈને કર્મચારીની ઓળખ તરીકે  પુછ્યુ કે રમેશભાઈની રૂમમાં બીજા કોણ બહેન કામ કરે છે.  તો કહે ત્યાં કોઇ બહેન કામ  નથી કરતા  પણ એક સવિતાબેન છે જે સફાઇનુ  કામ કરે છે તે ત્યાં  વધારે ફરતા હોય છે. એટલે મોહનને ખ્યાલ  આવી ગયો કે તેજ સ્ત્રી છે જે મારા ભાઈની જીંદગી બગાડવા ચોંટી છે. અને રાવણ વખતે પણ તેજ  હતી. તેની થોડી માહિતી મેળવી તે જ્યાં ભાડાની રૂમમાં  રહેતી હતી તે જગ્યાએ ચાલુ દીવસે ગયો તો એ જગ્યાના માલિકને મળી થોડી વાતચીત કરી સવિતાબેનની થોડી માહિતી મેળવી લીધી કે તે  પહેલા નડીયાદમાં  તેના પતિ સાથે રહેતી હતી અને એક બાળક પણ છે. તેના પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ હતો તેનો ખ્યાલ તેને સંતાન થયા પછી આવ્યો. કારણ તે એક નિશાળમાં કામ કરતો હતો  જ્યાં તેને એક  કામવાળીની કેડી ચોંટી હતી.  એટલે તે માહિતી  મળતા  સવિતા તેને છોડીને આવતી  રહી અને હવે બીજાને  શોધી રહી છે જે  તેનો જીવન સાથી બને.
સાંજે ઘરે આવી મોહનને મનમાં અશાંન્તિ હોવાને કારણે કોઇની સાથે  બહુ વાતચીત  કર્યા વગર  વહેલો પોતાની રૂમમાં જઈ સુઇ ગયો.  બીજે દીવસે  મોટોભાઇ જ્યારે નોકરીએ  જતો રહ્યો  ત્યારે મમ્મીની સાથે ચા  નાસ્તો કરતા ગઈ  કાલે જે માહિતી મળી તે વાત કહી કે મમ્મી તારો મોટો છોકરો તો ખોટા રસ્તે છે. તેને રાવણ વખતે જે છોકરી બાઝીતી તે તો પરણેલી છે અને એક છોકરાની  મા પણ છે અને પતિને તરછોડી છુટાછેડા લીધા વગર રમેશ જ્યાં કામ કરે છે ત્યાં કામવાળીનુ કામ કરે છે અને દરરોજ રમેશની સૉડમાં પડીને રમેશની જીંદગીમાં જોડાવા  પ્રયત્ન કરે છે.  અને રમેશ  ભોળો  છે એટલે તેને બીજો કાંઇ ખ્યાલ આવતો નથી  એટલે તે આપણા ઘરમાં  તેનુ વર્તન  બદલે  છે. આ સાંભળી કાશી બા  વિચારના વમળમાં કાંઇજ ના બોલી શક્યા. રાતે એઅક ગ્લાસ પાણી પી ક્યારે સુઇ ગયા તેનો પણ તેમને ખ્યાલ ના આવ્યો.
બીજે દીવસે ઘરમાં ભગવાનની પુંજા કરતા હતાં ત્યાં માતાજીની  દ્રષ્ટિ પડી  હોય  તેમ લાગતા  તેમને મનમાં વિચાર આવ્યો અને તે કૃપા સમજતા  બહાર સુર્યદેવને અર્ચના કરવા ગયા ત્યાં તેમના  જુના બહેનપણી  જ્યોતી બહેન મળવા આવ્યા. જ્યોતીબેન પધારો ઘરમાં તેમ કહી તેમનો  હાથ  પકડી ઘરમાં લાવ્યા. જ્યોતીબેન  ત્યાં ખુરશીમાં  બેસો હુ દીવો કરી આવુ છુ. બેટા મોહન  માસીને  પાણી આપ હું આવુ છું. મોહને  પધારો માસી કહી ખુરશીમાં બેસવા  કહ્યુ અને પાણી  પણ  આપ્યુ. પછી કાશીબા આવીને તેમની સાથે બેઠા.ઘણા લાબા સમય પછી  અચાનક આવ્યા તેથી કાશીબાને આનંદ થયો. પછી વાત કરતા  તેમને તેમના મોટા દીકરાના  ખોટા રસ્તાની વાત કરી. ત્યારે જ્યોતી બહેને તેમને કહ્યુ કે તમે ભુવા  જ્યોતીષ  કરતા કુળદેવીને પ્રાર્થના કરો અને બને તો  નવરાત્રીના નવ દીવસ  માતાના ગરબાનો લાભ લઈ ભક્તિ કરીને માને પ્રાર્થના કરો તે  બધુ  જ સંભાળી  લેશે.  બે મહિના બાદ નવરાત્રીનો તહેવાર આવવાનો હતો  એટલે કાશીબાને  માતાની  કૃપાએ પ્રેરણા  મળી એમ લાગ્યુ. તે રાત્રે કાશીબાને માતા કહેવા આવ્યા કે તારી ભક્તિને કારણે હુ  આવી હતી તું શ્રધ્ધાએ નવરાત્રી કરજે કહી માતા જતા રહ્યા.
કાશીબાને આ એક આધ્યાત્મિક પ્રેરણા અને સાચી ભક્તિની કૃપા લાગી એટલે તેમણે મોહનને કહ્યુ બેટા તુ માતાજીની ભક્તિ કરતો રહેજે  જે આપણા કુટુંબને સાચી રાહે લઈ અંતે મુક્તિમાર્ગ  આપશે. નવરાત્રીના આગલા દીવસે કાશીબાએ મોટા પુત્ર રમેશને કહ્યુ કે તે નોકરીએ જતા પહેલા મંદીરમાં માતાને પગે લાગજે અને બને તો નવરાત્રીના નવ દીવસ એક વખત ખાજે. રમેશ કહે મા હુ થશે તો કરીશ કહી જવાબ આપ્યો.
નવરાત્રીના પ્રથમ દીવસે સવારમાં જ  ઘરમાં માતાજીને પગે લાગી મમ્મીને કહે હું દીવો કરી પછી નોકરીએ જઈશ. આ વર્તનથી કાશીબાને માતાની કૃપાનો અનુભવ થયો. તેમણે મનથી નક્કી કર્યુ કે મારે સંપુર્ણ અપવાસ કરવો છે કારણ માતાએ કૃપા કરી એટલે જ રમેશ રોકાયો. ત્રીજે દીવસે જ જાણવા મળ્યુ કે સવિતા પર તેના પતિએ કેસ કર્યો હતો અને તે જીતી ગયો હતો એટલે સવિતાને તેના પ્રથમપતિની સાથે રહેવા અને તેના બાળકનુ ધ્યાન આપવાની જવાબદારી આવી ગઈ.આ કામ થવાથી રમેશને ખ્યાલ આવી ગયો કે સવિતાતો પરણેલી અને એક સંતાનની માતા હતી એટલે તેને ખરો ખ્યાલ આવ્યો કે નવરાત્રીની સાચી ભક્તિએ મને બચાવ્યો.મા નવરાત્રીના નવ ગરબાએ મને પવિત્ર જીંદગી આપી અને માબાપ,ભાઇનો પ્રેમ મેળવવાની તક આપી.

================================================================

August 30th 2016

મા વ્હાલનો દરિયો

.                 .મા વ્હાલનો દરિયો

તાઃ૩૦/૮/૨૦૧૬                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મમ્મી મારી છે વ્હાલનો દરિયો,જીવને સુખશાંન્તિ મળી જાય
દેહ મળ્યો અવનીએ જીવને,જે માબાપની પરમકૃપાકહેવાય
………..એ માતાનો પ્રેમ સંતાનને,જે જીવને જન્મમરણથી સમજાય.
નિર્મળ પ્રેમથી મમ્મી વ્હાલ કરે,જે બાળકથી ના કદીય  ભુલાય
આંગળી પકડીને પગલા ભરતા,ડગલે ડગલુ સાચવીને ચલાય
નામળે  કોઇ તકલીફ આવીને,કે ના અપેક્ષા જીવનમાં અથડાય
એજ મમ્મીનો વ્હાલનો દરિયો,જે જીવને અનંતશાંન્તિ દઈ જાય
…………એ માતાનો પ્રેમ સંતાનને,જે જીવને જન્મમરણથી સમજાય.
બાળપણમાં જ્યાં પ્રેમ મળ્યો,ત્યાં પાવનરાહ જીવને મળી જાય
જુવાનીમાં રાહ મળી પિતાજીથી,જીવન ઉજ્વળરાહે ચાલી જાય
સમય નાપકડાય કોઇથી,પણ સદાય  પ્રેમ માબાપનો મેળવાય
એજ અદભુતલીલા અવીનાશીની,વ્હાલના દરીયાથીમળી જાય
…………એ માતાનો પ્રેમ સંતાનને,જે જીવને જન્મમરણથી સમજાય.
=========================================

August 30th 2016

સમયની સાંકળ

                          સમયની સાંકળ  

  saakaLa      

 તાઃ૨૨/૭/૨૦૧૬                           લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન)

         પેટલાદ તાલુકાના નાર ગામના મુખી શ્રી મોહનલાલની આજે ૯૪ વર્ષની ઉંમર થઈ તો પણ તેઓ દરરોજ  સંત પુજ્ય જલારામબાપા અને સાંઈબાબાના મંદીરે ચાલીને જાય છે. હા હાથમાં લાકડી રાખવી પડે છે. આજ પરમાત્માની કૃપા અને માતાનો પ્રેમ જે સતત મળ્યો છે અને તે પ્રત્યક્ષ દેખાય છે. તેમની પત્ની મણીબેન પણ સારી રીતે જીવી રહ્યા છે  તેમની ઉંમર પણ  આજે ૯૧ વર્ષની થઈ. તેમને ત્રણ સંતાન હતા.મોટા દીકરા વિનોદે ગામમાં ગ્રોસરીની દુકાન કરી હતી બીજી દીકરી સરસ્વતી ભણતરની લાઈન પર ચાલી હતી અને નાનો દીકરો રાહુલ એન્જીનીયરનુ ભણ્યો હતો. આમ તેમના જીવનમાં પ્રભુ કૃપાએ શાંન્તિ મળી ગઈ હતી.

ત્રણેય સંતાન પરમાત્માની કૃપાએ ઉજ્વળ જીવન જીવી રહ્યા હતા જીવનમાં સંસ્કાર અને સંબંધ સાચવી રહેલા જોઇ માબાપને ખુબજ સંતોષ હતો. મોટા દીકરાએ ભણતર સાચવેલ પણ માબાપની સાથે રહીને જીવાય અને તેમની સેવા થાય તો સમાજમાં પણ માન સંન્માન સચવાય. તેના લગ્ન પણ પિતાના એક જુના મિત્ર જે હાલ વડોદરા રહે છે તેમના નાના ભાઈ છગનભાઈની દીકરી  નિર્મળાની સાથે થયા અને તે પણ અહીં સાસુ સસરાની સેવા કરી પવિત્રરાહ જીવી રહી છે. મોહનલાલને અને મણીબેનને પોતાના સંતાનના વર્તનથી ખુબજ શાંન્તિ હતી અને એટલે  તેમને શરીરની આવકની કે કોઇ માગણીની જરૂર પણ પડતી ન હતી. એજ તેમની નિર્મળ અને સાચી ભક્તિનુ ફળ મળ્યુ છે. નાનો દીકરો રાહુલ પણ સારા ભણતરને કારણે આણંદમાં સરકારના બાંધકામમાં નોકરી મળી જતાં મનને અને માબાપને શાંન્તિ મળી ગઈ હતી.

મળેલ જીવનની જ્યોત ક્યારે પ્રગટે કે જ્યારે સમયની સાથે ચાલી તન અને મનથી મહેનત કરતા પરમાત્માની કૃપા થાય અને તેનો અનુભવ થાય.માબાપને ત્યારે શાંન્તિ મળે કે જ્યારે સંતાન સાચા માર્ગે ચાલે. મોહનલાલની દીકરી તેને મળેલ નામને સાર્થક કરી જીવનની જ્યોત પ્રગટાવી રહી હતી. તેને ભણતરને કારણે ઓફીસમાં કામ મળતા  સરકારી કચેરીમાં કામ કરતી હતી. સમય આવતા મમ્મી મણીબેનના કાકાના સાસરી પક્ષના સગામાં એક દીકરો રાકેશ જે ભણતરનો ઉપયોગ કરી અમેરીકાની કંપનીમાં ઓફીસમાં તક મળતા અમેરીકા આવી ગયો હતો અને પરમાત્માની કૃપાએ તેના માબાપને ત્યાં બોલાવી લીધા હતા. તો તેઓની સામેથી લગ્ન માટેની વાત કરી અને સમય પ્રમાણે  દીકરી સરસ્વતીના લગ્ન પણ થઈ ગયા. લગ્નના ત્રણ વર્ષ પછી તે અમેરીકા આવી ગઈ. શરૂઆતમાં તેને થોડી મહેનત કરવી પડી પણ બે વર્ષ અમેરીકામાં ભણતર કરતા તેને ઓફીસમાં જ નોકરી મળી ગઈ. સમયસર સવારે ઉઠી નાહી ધોઇ ભગવાનની સેવા કરી ચા નાસ્તો તૈયાર કરી અને નોકરીએ જવા નીકળી જતી હતી. તેના વર્તનથી રાકેશને પણ શાંન્તિ હતી.  અમેરીકામાં કાયમ કોઈને મળાય નહીં ક્યાં તો કોઇ પ્રસંગમાં કે પછી મંદીરમાં શનિ અને રવિવારે જઈ આપણા દેશીઓને મળાય નહીં તો આદેશમાં કોઇની પાસે સમય નથી. એક વખત રાકેશના મિત્રનો જન્મ દીવસ હતો તો તે નિમિત્તે પાર્ટી રાખી હતી.તો આમંત્રણ મળતા મમ્મી પપ્પા અને સરસ્વતીને લઈ તેને ત્યાં જવાનુ હતુ. તો સરસ્વતીને તેના સાસુ કહે આજે આપણે પ્રસંગમાં જવાનુ છે તો તુ અમેરીકામાં છુ તો પેન્ટ પહેરી સાથે આવજે નહીં તો અમારુ ખરાબ દેખાશે. સરસ્વતીને ખોટુ લાગ્યુ કારણ તેણે કદી પેન્ટ કે શર્ટ પહેર્યા ન હતા.એક સ્ત્રી તરીકે સંસ્કાર સાચવી જલાસાંઇની કૃપાથી પવિત્ર જીવન જીવી રહી હતી. તેણે સ્ત્રીના કપડા જ પહેર્યા મોં પર લીપ્સ્ટીક કે લાલી પણ ન હતી કરી,હા કપાળે ચાંલ્લો કરીને જ સંસ્કાર સાચવ્યા.તેણે સાસુ સસરાની ખોટી અપેક્ષાની વાત તેના પતિને ના કહી પોતાના મોંને બંધ રાખ્યુ. જન્મદીન નિમિત્તે કૅક કાપ્યા બાદ નાસ્તાના સમયે ચા નાસ્તો અને અમેરીકાને કારણે બીયર અને મીટ પણ મુકવામાં આવ્યુ. બધા હેપ્પી બર્થડે બોલ્યા બાદ નાસ્તો કરવા બેઠા રાકેશના પપ્પા પણ બીયર પીવા બેઠા સરસ્વતી કાંઇજ બોલ્યા વગર રાકેશની સાથે જ બેઠી.રાકેશે તેના પપ્પાને દારૂ પિતા જોયા તેને દુઃખ થયુ પણ સરસ્વતીએ મોં પર આંગળી રાખી તેને બતાવ્યુ કે કાંઇજ બોલવુ નહીં નહીં તો તેના માબાપ વધારે હોશિયારી મારશે. કારણ આ ભારત નથી આતો અમેરીકા દેશ છે જે દુનીયામાં દેખાવને પ્રસરાવી રહેલ છે.

સમયની ગાડી ધીમે ધીમે ચાલતી હોય છે પણ આપણે પરમાત્માની કૃપા મેળવી જીવન જીવીએ તો શાંન્તિ મળે વડીલોના આશિર્વાદ મળે અને યોગ્ય સાથ પણ મળે. સરસ્વતીના કાકાના  દીકરાની દીકરીનુ લગ્ન હતુ. ભારતથી સમયસર કંકોત્રી આવતા રાકેશ અને સરસ્વતી લગ્ન માટે આવવાના હતા. નોકરી પર રજા મુકી બંન્ને એક મહીના માટે ભારત આવવાની ગોઠવણ કરી.તેના મમ્મી પપ્પા રાકેશને કહે કે ત્યાં પ્રસંગમાં યોગ્ય રીતે બધુ કરજે જેમાં આપણુ ખરાબ ના દેખાય તે ધ્યાન રાખજે.રાકેશ અને સરસ્વતી તેના બંન્ને સંતાનને અહીં રાખી અને ભારત જવા નીકળ્યા તેમને એક દીકરો અને એક દીકરી હતી.દીકરો મનોજ કૉલેજના પહેલા વર્ષમાં હતો અને દીકરી સ્મીતા દશમા ધોરણમાં હતી અને તેમની સ્કુલો ચાલુ હતી એટલે આ બંન્ને એકલા ગયા.લગ્નના બે દીવસ પહેલા સરસ્વતીના કાકાએ ઘેર જમવા બોલાવ્યા સરસ્વતીને લાડવા અને જલેબી બહું જ ભાવે તેથી કાકાએ આ ગોઠવણ કરી હતી. પપ્પા મમ્મી સાથે આ બંન્ને કાકાને ત્યાં ગયા.ઘરમાં પેસતા જ કાકા કાકીને બંન્ને પગે લાગ્યા.કાકા કાકી બહું જ ખુશ થયા કારણ અમેરીકાથી આવેલ આ રીતે સંસ્કાર સાચવે તેથી ઘણો જ આનંદ થયો  અને પ્રેમથી બાથમાં લઈ આશિર્વાદ આપ્યા.ઘણોજ સુંદર પ્રસંગ ગયો.કાકાએ સરસ્વતીને કાંઇ કહે તે પહેલા મોં પર હાથ રાખી કાકાને કહે બોલશો નહીં આ જે કાંઇ છે તે વડીલોના આશિર્વાદ અને જલાસાંઇની કૃપા જ છે.  લગ્ન પ્રસંગે સરસ્વતીએ દીકરીને સોનાની ચેઇન આપી અને તેના પતિએ જમાઈને ઘડીયાર આપ્યુ અને એક હજાર રૂપીયા ભેંટ આપ્યા.ત્યારે કાકા કહે બેટા આટ્લુ બધુ ના હોય ત્યારે ત્યારે સરસ્વતી ફરી મોં પર હાથમુકી કહે કાકા બોલશો નહીં આતો પ્રેમ અને પ્રસંગ છે.

 

——————————————————————————-