July 10th 2015

કોણ કોનું

.                    . કોણ કોનું

તાઃ૧૦/૭/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ મારુ ને કોણ તમારુ,ના જગમાં કોઇ કહેનારુ
કર્મના બંધનથી રહેવાનું,ના કોઇથી છટકાવાનું
……….એજ અપારલીલા પ્રભુની,સૃષ્ટિની સાંકળમાં બંધાવાનું.
દેહ મળે એ કર્મનીકેડી,નિર્મળજીવનમાં સમજાવાનું
ના અહંમ ના આશા રાખતા,જીવે કર્મથી દુર રહેવાનુ
સરળજીવનનીરાહે જીવતા,અનેકનો સાથ મળવાનો
પ્રેમ મેળવી પ્રેમીઓનો ,અનેક શાંન્તિને એ સહેવાનો
……….એજ અપારલીલા પ્રભુની,સૃષ્ટિની સાંકળમાં બંધાવાનું.
કલમની શીતળકેડીએ,જીવને અનેકનો સાથ રહેવાનો
નામારુ નાતારુ છોડતાં,માતાની અસીમકૃપા મળવાની
દેખાવની દુનીયાને આંબતા,ઉજ્વળ જીવન આ થવાનું
અંતરમાં આનંદ મળે કૃપાએ,જીવને મુક્તિમાર્ગે જવાનુ
……….એજ અપારલીલા પ્રભુની,સૃષ્ટિની સાંકળમાં બંધાવાનું.

+++++++++++++++++++++++++++++++++++++

July 8th 2015

નજર પડે

.                     . નજર પડે

તાઃ ૮/૭/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર પડે જ્યાં દેહ પર,એ અનુભવથી ઓળખાય
મળે પ્રેમ નિખાલસ દેહને,એજ શાંન્તિ આપી જાય
………એજ સાચી પ્રેમની કેડી,જે નિર્મળ પ્રેમથી મેળવાય.
વાણી વર્તન છે માનવી જ્યોત,જે  સમયે સમજાય
મળેલ સાચો પ્રેમ અંતરથી,ના આફત કોઇ અથડાય
આવીઆંગણે નજર ઉભેલી,બારણુ ખોલતામળી જાય
સ્વાર્થભાવના દુરરાખતા,જીવનેસુખશાંન્તિ થઈજાય
………..એજ પવિત્ર નિર્મળ પ્રેમ છે,જે  પ્રભુ કૃપા દઈ જાય.
મનમાં મોહ ને અપેક્ષા સંગે,જ્યાં નજર દેહે પડી જાય
સ્નેહાળ ભાવથી આવકાર દેતા,ના દ્રષ્ટિ નિર્મળ થાય
આડી અવળી પડેલ દ્રષ્ટિ,મુંઝવણના માર્ગે દોરી જાય
શીતળજીવનમાં માયાવળગે,એ અશાંન્તિ આપી જાય
………એજ ક્ળીયુગી કાતર છે,જીવનની ગાડી ભટકાઈ જાય.

=====================================

July 1st 2015

દેહની લાયકાત

.             .દેહની લાયકાત

તાઃ૧/૭/૨૦૧૫                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવનની રાહ મળે,ત્યાં નિર્મળ જીવન થઈ જાય
મોહમાયાના  સ્પશે દેહને,એજ સાચી માનવતા કહેવાય
……….જે જીવે કરેલ કર્મ જીવનમાં લાયકાતની કેડીએ સહેવાય.
પ્રેમ મળે સંતાનને માબાપનો,જ્યાં માબાપને માન અપાય
શ્રધ્ધા રાખી આંગળી પકડી ચાલતા,પિતાની કેડી મળી જાય
આશિર્વાદની ગંગા વહે સંતાન પર,જ્યાં માતાને વંદન થાય
ના કોઇ અપેક્ષા જીવનમાં રાખતા,સાચીરાહ કૃપાએ મેળવાય
……….એજ સાચી લાયકાતની કેડી,જે માબાપના પ્રેમે મળી જાય.
ભણતર એ છે જીવનની કેડી,જે  જીવને સદમાર્ગે  દોરી જાય
મળે માન અને સન્માન દેહને ,જે કરેલ ભણતરથી મેળવાય
મળે કૃપા સંત જલાસાંઈની,જ્યાં વડીલને પ્રેમે વંદન થાય
આજકાલને આંબી લેતા જગે,મળેલ દેહનુ સન્માન થઈ જાય
………..એજ સાચી લાયકાતની કેડી,જે માબાપના પ્રેમે મળી જાય.

+++++++++++++++++++++++++++++++++++++++++++

June 26th 2015

નિખાલસ

.                 .નિખાલસ

તાઃ૨૬/૬/૨૦૧૫                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની ગંગા વહે  જીવનમાં,જ્યાં નિર્મળ જીવન જીવાય
નાઅપેક્ષા કે માયા રહે,ત્યાં નિખાલસ જીવન મળી જાય
…….એજ માનવતાની કેડી છે સાચી,જ્યાં સરળ જીવન જીવાય.
મળે માબાપનો પ્રેમ સંતાનને,જે કર્મની કેડીએ લઈ જાય
અસીમકૃપા મળે જલાસાંઈની,સાચો ભક્તિમાર્ગ દઈ જાય
અનંત પ્રેમની વર્ષા થાય,જ્યાં સાચા કલમપ્રેમી મળીજાય
શબ્દે શબ્દને પારખીલખતા,ઉજ્વળસંગાથ પણ મળી જાય
…….એજ માનવતાની કેડી છે સાચી,જ્યાં સરળ જીવન જીવાય.
લાગણી એ તો છે નિખાલસતા,જે અંતરથી જ નીકળી જાય
ના એમોહમાયાની ચાદર છે,કે ના અભિમાનની કોઇ જ્યોત
મળે પ્રેમથી સંગાથ જીવનમાં,જ્યાં નિર્મળકેડી એજ જીવાય
મળેલ દેહને પાવનરાહથી જીવતા,અનંત શાંન્તિ મળીજાય
………એજ માનવતાની કેડી છે સાચી,જ્યાં સરળ જીવન જીવાય.

======================================

June 24th 2015

જીવનીકેડી

.              . જીવનીકેડી

તાઃ૨૪/૬/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે અવનીએ જીવને,કર્મની કેડીએ બંધાય
આવન જાવન જકડે જીવને,ના કોઇથીય છટકાય
………એજ લીલા જગતપિતાની,ના માનવીને સમજાય.
દેહ મળતા જીવને ધરતીપર,સંબંધો જકડી જાય
કરેલ કર્મ એજ કેડી જીવની,જે અનુભવે સમજાય
આજકાલ ના અંબાય કોઇથી,કે ના કોઇથી છુટાય
મળે માયાને મોહ દેહને,જે કળીયુગમાં અડી જાય
………એજ લીલા જગતપિતાની,ના માનવીને સમજાય.
મળેલ માનવદેહ  જીવને,સાચીભક્તિએ સચજાય
નિર્મળ જીવન રાખી જીવતા,ના આફતો અથડાય
આવીઆંગણે પ્રભુકૃપામળે,જ્યાં જલાસાંઇ ભજાય
નાકોઇ કળીયુગની ચાદર અડે,નામાયા અડીજાય
………એજ લીલા જગતપિતાની,ના માનવીને સમજાય.

+++++++++++++++++++++++++++++++++++++++++

June 19th 2015

લાગણીઓ

.                 .લાગણીઓ

તાઃ૧૯/૬/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાગણી એ ના માગણી મારી,ના અપેક્ષા કોઇ રખાય
મળે જીવનમાં અનંતપ્રેમ,જે કલમની કેડીએ દેખાય
…………નાના હાહાની  ચટકી ચોંટે,એજ જીવને જકડી જાય.
પરમપ્રેમ પરમાત્માનો,સાચી ભક્તિ એજ મળી જાય
શરણ પ્રેમથી જલાસાંઇનુ લેતા,મોહમાયા છુટી જાય
કલમનીકેડી પેમથી પકડતા,કલમપ્રેમીઓ મળી જાય
અંતરમાં આનંદ અનેરો થતાં,ખોટી લાગણીભાગી જાય
…………નાના હાહાની  ચટકી ચોંટે,એજ જીવને જકડી જાય. મળ્યોપ્રેમ મને હ્યુસ્ટનમાં,માસરસ્વતીની કૃપા કહેવાય કલમનીકેડી જ્યાંજકડે જીવને,ત્યાંજ કલમ પકડાઇ જાય
નિર્મળતાના વાદળ વરસે.ત્યાં જ અભિમાન  ભાગી જાય
આવી પ્રેમ મને મળે છે,જે સાચા કલમપ્રેમીઓ દોરીજાય
…………નાના હાહાની  ચટકી ચોંટે,એજ જીવને જકડી જાય. ====================================

June 8th 2015

મનની માગણી

.               . મનથી માગણી

તાઃ૮/૬/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી માગણી માનવીની ,જીવનમાં અનેક રીતે ઓળખાય
પામર પ્રેમને પારખી જીવતા,સાચી શ્રધ્ધાએ જ મળી  જાય
……….કળીયુગની છે એ કાતર,જે જીવને આવન જાવન કરાવી જાય. જીવને મળતી જ્યોત જીવનમાં,અનેક માર્ગ બતાવી જાય સમજી વિચારી કેડી પકડતા,પ્રભુની અસીમકૃપા થઈ જાય મનથી કરેલ માગણી જીવને,શ્રધ્ધાએ જીવનમાં મળીજાય
ના અડે જ્યાં મોહમાયા જીવને,ત્યાં જલાસાંઈની કૃપા થાય
……….કળીયુગની છે એ કાતર,જે જીવને આવન જાવન કરાવી જાય. મળેલ અવનીએ માયા જીવને,કર્મનાબંધનથી જકડી જાય
નિર્મળ ભાવનાએ જીવતા,નામાગણી કોઇ જીવને રહી જાય
અનંતપ્રેમ મળે અનેક જીવનો,ના કદી કોઇ કલ્પના રખાય
ના માગણી કોઇ મનથી રહે,કે ના કોઇ અપેક્ષાય થઈ જાય
………કળીયુગની છે એ કાતર,જે જીવને આવન જાવન કરાવી જાય. ===========================================

June 7th 2015

અદભુત લાગણી

.                  .અદભુત લાગણી

તાઃ૭/૬/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવનની મહેંક ઉડે,ને અંતરમાં અનંત આનંદ થાય
પ્રેમનીપાવનરાહ મળેજીવનમાં,જીવને સદમાર્ગે દોરીજાય ………..એજ સાચી કર્મનીકેડી,જે જીવને અદભુત લાગણીએ મળી જાય. પરમાત્માની એ શીતળકેડી,જીવને નિર્મળરાહ આપી જાય કર્મબંધન એ માનવતા સંગે,અનેક માર્ગે જીવને દોરી જાય
સમજી વિચારીને કર્મ કરતા,માનવ જીવન સરળ થઈ જાય જીવને સાચોપ્રેમ મળે જીવનમાં,જીવને પવિત્રરાહ દઈ જાય ………..એજ સાચી કર્મનીકેડી,જે જીવને અદભુત લાગણીએ મળી જાય. જીવે કરેલ કર્મ યુગોમાં જકડે,ના કોઇ જીવથી દેહને છોડાય અવનીપરનુ આવન જાવન,દેહના કર્મ બંધનથી જકડાય
સાચો પ્રેમ નિખાલસતાનો,જીવને અનંત શાંન્તિ દઈ જાય અદભુત લાગણી આવીમળતા,ના મોહમાયા કોઇ અથડાય ………..એજ સાચી કર્મનીકેડી,જે જીવને અદભુત લાગણીએ મળી જાય. =============================================

June 1st 2015

જીવની સમજણ

.               . જીવની સમજણ  

તાઃ૧/૬/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જ્યાં પ્રેમ માબાપનો,સંતાન નિર્મળરાહે ચાલી જાય
સંત જલાસાંઇની કૃપાએ,જીવને સાચી સમજ મળી જાય
…………જીવને મળે જ્યોત પ્રેમની,જે સંસ્કારને સાચવી જાય.
કળીયુગ સતયુગ એ કુદરતની લીલા,દેહ મળતા દેખાય
પાવનરાહ જીવનેમળે,જ્યાં સુર્યદેવને પ્રેમેઅર્ચના થાય
અજબ શક્તિશાળી છે એ દેવ,જેમના દર્શન જીવને થાય
શ્રધ્ધા અને સમજ એજ કેડી,જે જીવને મુક્તિએ દોરીજાય
…………જીવને મળે જ્યોત પ્રેમની,જે સંસ્કારને સાચવી જાય.
મળે દેહ અવની પર  જીવને,જેને કર્મના બંધન કહેવાય
અવની પરના આગમન પછી,કર્મની કેડી વર્તને દેખાય
ઉજ્વળજીવનની રાહમળે,જ્યાં નિખાલસ જીવન જીવાય
દેહનોઅંત જે મૃત્યુ કહેવાય,કૃપાએ જન્મબંધનથી છુટાય
…………જીવને મળે જ્યોત પ્રેમની,જે સંસ્કારને સાચવી જાય.

======================================

May 30th 2015

માયા લાગી

.                      .માયા લાગી

તાઃ૧૯/૪/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા લાગી જીવને અવનીએ,કર્મનીકેડી મળી જાય
અવનીપરનુ આવનજાવન,એજન્મમરણ દઈ જાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.
મળે કાયા જીવને જગતમાં,જે દ્રષ્ટીથી દેખાઈ જાય
પ્રાણી,પશુ કે માનવ બને,જે કર્મબંધનથી મેળવાય
પરમાત્માની અજબલીલા,ના કોઇથીય સમજાવાય
કર્મની કેડી શીતળ બને,જ્યાં માયાથીજ દુર રહેવાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.
મળે પ્રેમ માબાપનો સંતાનને,જે જગેદેહ આપી જાય
સરળતાનો સંગ રાખવા જીવથી,ભક્તિકેડીને પકડાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,સંત જલાસાંઇની કૃપા થાય
માયાછુટે ને મોહભાગે,એ જીવને મુક્તિમાર્ગેદોરી જાય
………એજ બંધન કળીયુગના,જીવને સંબંધથી જકડી જાય.

==================================

« Previous PageNext Page »