May 30th 2015
. .શું લઈ જવાના
તાઃ૨૯/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શું લાવ્યા શું લઈ જવાના,ના કોઇ જીવને સમજાય
કર્મકેડીનુ બંધન રહેતાજ,એ અવનીએ આવી જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય.
મોહમાયાએ છે કર્મની કેડી,જે દેહ મળતાજ દેખાય
કળીયુગ સતયુગ એ જીવનુ બંધન,વર્તનથી દેવાય
ભક્તિભાવની શીતળ રાહ,માનવતા મહેંકાવી જાય
અવનીપરની વિદાય વેળાએ,ભક્તિ સંગે લઈ જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય.
પરમ કૃપા સુર્યદેવની,જગતમાં સવારસાંજ દઈ જાય
અસીમ કૃપા છે એ દેવની,જે પ્રત્યક્ષ દર્શન આપી જાય
પ્રભાતે અર્ચનાકરતા,અંતેજીવને મુક્તિમાર્ગ મળીજાય
શું લાવ્યા શું લઈ જવાના,જીવ વ્યાધીઓથી છુટી જાય
………..મળે કયો દેહ અવનીએ જીવને,ના કોઇને સમજાય. ======================================
May 28th 2015
. .લાયકાત કેટલી
તાઃ૨૮/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોની કેટલી છે લાયકાત,એતો સમય જ બતાવી જાય
ના માગણીની કોઇ જરૂર પડે,કે ના ભીખ મંગાવી જાય
…………..એજ સાચી લાયકાત છે,જે કલમથી પકડાઈ જાય.
શબ્દે શબ્દને પારખીને ચાલે,એજ કલમપ્રેમી કહેવાય
લાગણી મોહ ના અડે કદીયે,ત્યાંજ નિર્મળતા મેળવાય
કાગળ પકડી વાંચવુ,એ ના બુધ્ધિનો ઉપયોગ કહેવાય
દેખાવની દુનીયા પકડી ચાલે.એને જ કુબુધ્ધિ કહેવાય
………..મળે મા સરસ્વતીની કૃપા,જે સાચી કલમપ્રીત કહેવાય
કલમની નિર્મળ કેડીએ, નિખાલસ વાંચકો મળી જાય
મળે ઉજ્વળ પ્રેમ પ્રેમીઓનો,જેઆંગણીએ ચીધીજાય
નાઅપેક્ષા કે ના કોઇ માગણી,એજ સાચી કૃપા કહેવાય
અભિમાનના વાદળમળે,જ્યાં ઇર્શાએ આંગણી ચીંધાય
…………એજ અજ્ઞાનતા માનવીની,જેનાથી કલમ ના પકડાય.
++++++++++++++++++++++++++++++++++++++
May 23rd 2015
. . એ સનાતન સત્ય
તાઃ૨૩/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનની રાહ લેવા,જીવનમાં સત્કર્મને સચવાય
પામી નિખાલસપ્રેમ રહેતા,મળેલ જીવન પવિત્ર જીવાય
……એજ સનાતન સત્ય છે,જે જીવનમાં પાવનકર્મ કરાવી જાય.
મળે આશિર્વાદ માબાપના,જે વડીલને વંદન કરાવી જાય
નિર્મળતાનો સંગ રાખતા,નાકોઇ ખોટીરાહ જીવનમાં દેખાય
પરમપ્રેમની પરખ થઈ જાય,જ્યાં સારા મિત્રો મળી જાય
આવી આંગણે ઉભા રહેએ,જે જીવને સાચીરાહ આપી જાય
……એજ સનાતન સત્ય છે,જે જીવનમાં પાવનકર્મ કરાવી જાય.
મોહમાયા તો કળીયુગી કાતર,મળતા સુખનેએ કાપી જાય
સુર્યદેવની સાચીભક્તિ કરતા,પ્રત્યક્ષ દર્શન પણ થઈ જાય
નામાળા નામંદીરની જરૂર પડે,કે નાકોઇ આફત અથડાય
ઉદયઅસ્ત એ પ્રભાતસાંજ છે,જે અબજો જીવોને સમજાય
……એજ સનાતન સત્ય છે,જે જીવનમાં પાવનકર્મ કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 18th 2015
. .પ્રેમ મળે
તાઃ૧૮/૫/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહની સાંકળ સંગે,પાવનકર્મ જીવનમાં થાય
ઉજ્વળતાની સરળકેડીએ,જીવથીનામોહમાયા મેળવાય
……….એજ સાચો મળતો પ્રેમ,જીવને સદમાર્ગે જ દોરી જાય.
નિર્મળજીવનમાં સંગ મળે ભક્તિનો એજ કૃપા કહેવાય
પવિત્રરાહને પકડી ચાલતા,મળેલ જીવન સાર્થક થાય
અવનીપરના આગમને,પ્રત્યક્ષ સુર્યદેવના દર્શન થાય
અનંત જન્મોને પ્રભાતઆપે,નેસંધ્યાએ જીવો સુઈજાય
………..એજ સાચો મળતો પ્રેમ,જીવને સદમાર્ગે જ દોરી જાય.
જીવને કર્મબંધન સ્પર્શે,એઅવનીએ જન્મમરણ કહેવાય
ભક્તિ સાચીશ્રધ્ધાએ કરતા,અનેક મુશ્કેલીઓ ભાગીજાય
મળે પ્રેમ જલાસાંઇનો જીવનમાં,સદમાર્ગે એ દોરી જાય
અનંતશાંન્તિ મળે કૃપાએ,એજ સાચો મળેલપ્રેમ કહેવાય
………..એજ સાચો મળતો પ્રેમ,જીવને સદમાર્ગે જ દોરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++
April 28th 2015
. . પવિત્ર જીવન
તાઃ૨૮/૪/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવન સંગે શાંન્તિ મળે,જ્યાં નિર્મળતાને સચવાય
પરમાત્માની એકજ કૃપાએ,માનવ જન્મ સફળ થઈ જાય
……….એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
તનને મળતી માયા માનવીને,અવની પર ભટકાવી જાય
અપેક્ષાના વાદળઘેરાતા,આફતો ડગલેપગલે મળતીજાય
કર્મબંધન ના છુટે માનવીના,જે બંધને જીવ જકડાઈ જાય
શાંન્તિ અશાંન્તિ આવે ને જાય,જ્યાં જીવ કળીયુગે ભટકાય
………..એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
શ્રધ્ધા અને વિશ્વાસથી,જીવને અવનીએ સંબંધ મળી જાય
માનવજીવનમાં નિર્મળતા મળે,જ્યાં ભક્તિ નિખાલસ થાય
અતિદયાળુ પરમાત્મા છે,જે સાચીભક્તિએજીવને સમજાય
મળે જીવનમાં શાંન્તિસઘળી,જે મળેલજન્મ પાવન કરીજાય
………..એજ નિર્મળ ભક્તિ કહેવાય,જ્યાં શ્રધ્ધાએ ભક્તિ કરાય.
======================================
March 23rd 2015
. .પ્રેમની નિર્મળતા
તાઃ૨૩/૩/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળપ્રેમ જીવનમાં મળતા,આવતી આફત ભાગી જાય
એક એકને ટપલી પડતા,મળતી મુંઝવણ દુર ચાલી જાય
……………નિર્મળપ્રેમની ગંગા વહેતા,સુખસાગર છલકી જાય.
મળતા પ્રેમનીપરખ નિરાળી,અનુભવથી જ ઓળખાય
મળે જ્યાં સાચો પ્રેમ નિખાલસ,સરળ જીવન થઇ જાય
ના મોહ માયાની ચાદર અડકે,જ્યાં પ્રભુકૃપા મળી જાય
મળે પ્રેમની પવિત્રગંગા,જીવનમાં શાંન્તિની વર્ષા થાય
……………નિર્મળપ્રેમની ગંગા વહેતા,સુખસાગર છલકી જાય.
કળીયુગી પ્રેમની ચાદર અડકે,લઘરવઘર જીવન થઈજાય
દેખાવની લાકડી બૈડે પડતા,ના કોઇ સાચી રાહને મેળવાય
મળે દેખાવનો પ્રેમ જીવનમાં,જે આધીવ્યાધીને આપી જાય
પ્રેમ મળે જલાસાંઇનો જીવને,જે શ્રધ્ધા ભક્તિએ મળી જાય
……………નિર્મળપ્રેમની ગંગા વહેતા,સુખસાગર છલકી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++
March 9th 2015
. .સુખદુઃખનો સંગાથ
તાઃ૯/૩/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર જીવનનીરાહ મળે જીવને,જ્યાં નિર્મળભક્તિ થાય
સુખની શીતળ કેડીને પામતા,દુઃખનો દરીયો ભાગી જાય
. ………………એજ સાચી ભક્તિ જે મોહમાયાને આંબી જાય.
દેહ મળે જ્યાં માનવનો જીવને,અવનીએ આગમન દેખાય
માતાપિતાની સ્નેહાળ રાહે,જીવને અનંત શાંન્તિ મળીજાય
પ્રેમની સાચી પરખ ભક્તિથી,જે જીવને સદમાર્ગે દોરી જાય
અવનીપરનુ આગમન કૃપાથી,જીવને આગમનથીસમજાય
. ………………એજ સાચી ભક્તિ જે મોહમાયાને આંબી જાય.
અનંત કૃપાળુ છે અવીનાશીની,જીવથી થતા કર્મથી દેખાય
સાચી ભક્તિનો સંગ અંતરથી,જે જીવનમાં સુખથી મેળવાય
અડે જીવને મોહમાયા કળીયુગી,ત્યાં દુઃખ આવીને મળી જાય
નાઅપેક્ષા નાઅભિમાન અડે,ત્યાં સુખદઃખનો સંગાથ સમજાય
. …………………એજ સાચી ભક્તિ જે મોહમાયાને આંબી જાય.
======================================
February 20th 2015
. .સંતાન સ્નેહ
તાઃ૨૦/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળતાનો સંગ થઈ જાય
પામી પ્રેમ માબાપનો જીવતા,પાવનરાહ જીવનમાંમળી જાય
…………………એજ કર્મની કેડી છે જે જીવને કર્મબંધનથી છોડી જાય.
જન્મ મળે જીવને અવનીએ,જે માબાપનો સાચો પ્રેમ કહેવાય
સંતાન બની ને સંગે રહેતા જીવને,માબાપનો પ્રેમ મળી જાય
મન કર્મ વચનને સાચવી જીવતા,સાચો ભક્તિમાર્ગ મેળવાય
અપેક્ષાના વાદળને આંબતા,સંત જલાસાંઇની કૃપા થઈ જાય
…………………એજ કર્મની કેડી છે જે જીવને કર્મબંધનથી છોડી જાય.
લેખ લખેલ છે કર્મનુ બંધન,જે જીવના જન્મ મરણથી બંધાય
અવનીપરનુ આગમન છે બંધન,જે નિર્મળભક્તિએ છુટી જાય
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,પરમાત્માની અસીમકૃપા થઈ જાય
પરમપ્રેમની સાંકળ પકડાતા,માબાપને સંતાનસ્નેહ મળીજાય
…………………એજ કર્મની કેડી છે જે જીવને કર્મબંધનથી છોડી જાય.
==================================
February 19th 2015
. .જીવનની સરગમ
તાઃ૭/૭/૧૯૭૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની સરગમ એવી(૨),જાણે ફરતા આ પૈડા
ક્યાં અંત છે એનો કેવો(૨),ક્યારે આવે તેના તેડા
. ………જીવનની સરગમ એવી.
મઝધાર મહી સથવાર નહી,ત્યાં સાથ છે તારો મીઠો(૨)
આ અગનમનિગમના જીવનમાં,સંગાથ મનેછે તારો(૨)
ઓ તરસ્યા પંખી તારી એ મંજીલનો છેલ્લો મુકામ જો
. ………જીવનની સરગમ એવી.
સંસાર મહી સહવાસ નહીં,ત્યાં મોહમાયા ના અડકે (૨)
નાપ્રેમ મળે નાહાથ સહે,ના જ્યોત જીવનની પ્રગટે(૨)
ઓ તરસ્યા પંખી તારી એ મંજીલનો છેલ્લો મુકામ જો
. ………જીવનની સરગમ એવી.
======================================
February 10th 2015
.સાચો વિશ્વાસ
તાઃ૧૦/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની મહેંક પ્રસરે,ને જીવને પાવનરાહ મળી જાય
ઉજ્વળજીવનએ વિશ્વાસ જીવનો,સાચીશ્રધ્ધાએ મળીજાય
………એજ જીવની નિર્મળતા,જીવને સાચીશ્રધ્ધાએ મળી જાય.
ભક્તિજ્યોતની નિર્મળરાહ મળે,પવિત્રકર્મ જીવનમાં થાય
મમતામાયાને મોહ છોડતા,જીવનમાં શાંન્તિય મળી જાય
જલાસાંઇની નિર્મળ ભક્તિએ,શ્રીભોલેનાથનીકૃપા થઈજાય
એજ સાચી ભક્તિ છે,અને એને જ સાચો વિશ્વાસ કહેવાય
………..જે જીવને નિર્મળ રાહ દઈ,પાવનકર્મ પણ કરાવી જાય.
જન્મથી મળતીકાયા અવનીએ,માબાપનોએ પ્રેમ કહેવાય
મળેલ પ્રેમ અને સંસ્કાર જીવને,સાચીરાહ પણ આપી જાય
અનંતકોટી બ્રહ્માન્ડની કૃપાએ,જન્મમરણની સાંકળછુટીજાય
મળેલ જન્મને સાર્થક કરતા,આવતી આફત દુર ભાગીજાય
……….એજ ભક્તિની પવિત્રકેડી,અંતે માનવતા મહેંકાવી જાય.
=====================================