October 20th 2014

.
. .ક્યારે
તાઃ૨૦/૧૦/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ પ્રેમના સંગે રહેતા,માબાપને સંતાન મળી જાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,આજન્મસફળ થઈ જાય
……………. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.
અવની પરનુ આગમન જીવનું,કર્મબંધનથી મળી જાય
ગતજન્મના બંધન જીવને,કર્મની સાચીકેડી આપી જાય
અપેક્ષાની અજબશક્તિ છે,જે જીવને કળીયુગે મળીજાય
ના માગણીની કોઇ અપેક્ષા,તોય તકલીફો આવતી જાય
…………….. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.
મળે જીવને કાયા અવનીએ,શ્રધ્ધાએ જન્મમરણે બંધાય
સંત જલાસાંઇની નિર્મળ ભક્તિએ,જીવને રાહ મળી જાય
મળે પ્રેમે આશીર્વાદ જીવને,જીવનમાં શાંન્તિ આપી જાય
અનોખી શક્તિ મળે જીવને,ત્યાં મુક્તિનો માર્ગ મળી જાય
……………. માનવતાની મહેંક પ્રસરે,જ્યાં પ્રભુકૃપા થઈ જાય.
###################################
October 14th 2014
. .નિખાલસપ્રેમ
તાઃ ૧૪/૧૦/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે નિખાલસ પ્રેમ જીવનમાં,જ્યાં માનવતા સચવાય
ઉજ્વળતાની કેડી મળે કૃપાએ,જ્યાં વડીલને વંદન થાય
. ……………એવા માનવ જીવનથી મહેંક પ્રસરી જાય.
સમજી વિચારી જીવન જીવતા,ના આફત કોઇજ અથડાય
મનને શાંન્તિમળે કૃપાએ,જ્યાં શ્રધ્ધાએ સાચીભક્તિ થાય
લાગણી મોહને નેવે મુકતાજ,મળેલ જન્મ સફળ થઈ જાય
મળે જીવનમાં પ્રેમનીકેડી,ત્યાં નિખાલસજીવન મળી જાય
. ……………..એવા માનવ જીવનથી મહેંક પ્રસરી જાય.
સફળતાનો સંગાથ મળે જીવને,જ્યાં શ્રધ્ધાનીકેડી પકડાય
નિર્મળતાના વાદળ વરસતા જ,શાંન્તિ શાંન્તિ પ્રસરી જાય
મોહમાયા નાવળગે જીવનમાં,જ્યાં નિખાલસપ્રેમ મળીજાય
મુક્તિમાર્ગની આંગળી ચિંધતા,આ માનવજીવન મહેંકી જાય
. ……………….એવા માનવ જીવનથી મહેંક પ્રસરી જાય.
===================================
October 10th 2014
. .સિધ્ધીનો સંગાથ
તાઃ૧૦/૧૦/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ,જ્યાં મનથી મહેનત થાય
અજબ શક્તિ છે શ્રધ્ધામાં,જે સાચી રાહ જીવને આપી જાય
. ……………….મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ.
માનવજીવનની મહેંક અનેરી,સાચી લાયકાતે જ મેળવાય
આધિ વ્યાધી ને આંબી લેવાય,જ્યાં જલાસાંઇની કૃપા થાય
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,જીવનમાં સફળતા મળતી જાય
કરેલ કર્મંની શીતળકેડી,જીવને સિધ્ધીનો સંગાથ આપીજાય
. ………………….. મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ.
માતા સરસ્વતીની કૃપા એજ,જીવનમાં માનવતા સચવાય
પ્રેમ ભાવથી સંબંધ સાચવે,નિખાલસપ્રેમ સદાય મળી જાય
ઉજ્વળ કોટીનો સંગ રહેતા,પળે પળે સફળતા આવતી જાય
સૃષ્ટિના સર્જનહારની કૃપાએ,જીવનો જન્મ સફળ થઈ જાય
. …………………..મળે જીવનમાં સિધ્ધીનો સંગાથ.
*******************************************
September 26th 2014
. .માનવ અપેક્ષા
તાઃ૨૭/૯/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત અપેક્ષા રાખતો માનવી,મુંઝવણો મેળવતો જાય
કઇઅપેક્ષા ક્યારે મળશે,એ આશાએ જીવન જકડાઇ જાય
. ………………….અનંત અપેક્ષા રાખતો માનવી.
નિર્મળતાનો નાસંગ મળે,જ્યાં કળીયુગની અસર થઈ જાય
માનવતાની મહેંક ના પ્રસરે,ત્યાં આધી વ્યાધી આવી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા,જ્યાં શ્રધ્ધા ને સબુરી સચવાય
આવીમળે પ્રેમજલાસાંઇનો,ત્યાં કળીયુગીસાંકળ ભાગીજાય
. ……………………..અનંત અપેક્ષા રાખતો માનવી.
કર્મબંધન છે જીવનાસંબંધ,ના અવનીપર કોઇથી છટકાય
ઉજ્વળ જીવનની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાએ પુંજા થાય
પ્રેમની વર્ષા પામી જીવતા,જીવને સદમાર્ગનો સંબંધ થાય
મળે પ્રેમ જગતમાં જીવને,ના માનવ અપેક્ષા કોઇજ રખાય
. …………………….અનંત અપેક્ષા રાખતો માનવી.
++++++++++++++++++++++++++++++++++
August 26th 2014
. .અભિમાન આવે
તાઃ૨૬/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અભિમાન જ્યાં આવે આંગણે,ત્યાં લાયકાત છેડાઇ જાય
ઉજ્વળ જીવનની કેડી છુટતા જ,માનવતા વેડફાઇ જાય
. …………………. અભિમાન જ્યાં આવે આંગણે.
મારૂ તારૂ વળગી જતા જીવનમાં,દુઃખ વાદળ આવી જાય
સફળતાની કેડી છુટતા,જગે દેખાવની દુનીયા મળી જાય
મોહમાયાની કેડી સ્પર્શતા,કળીયુગની કાતર ફરતી થાય
વણ કલ્પેલી આફત આવી મળતા,અભિમાન ભાગી જાય
. ……………………અભિમાન જ્યાં આવે આંગણે.
કુદરતની કેડી નિખાલસ,સાચી માનવતાએજ સમજાય
મળે જગતમાં પ્રેમ અનેરો,જ્યાં સાચી ભક્તિ પ્રેમે થાય
અહીં તહીંમાં જ આફત આવી,જીવનું બારણું ખોલી જાય
મૃત્યુ આવતા જીવને જગતમાં,કર્મનુ બંધન જકડી જાય
. ……………………અભિમાન જ્યાં આવે આંગણે.
=====================================
August 22nd 2014
. .મળેલ મુંઝવણ
તાઃ૭/૭/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ ગજબની કેડી જીવને,સમય સમયે સમજાય
પાવનકર્મની સાચી રાહ,નિર્મળ ભક્તિએ મળી જાય
. ………………..અજબ ગજબની કેડી જીવને.
આવી આંગણે મુંઝવણ ઉભી,ના રાત દીવસ જોવાય
સરળતાની જ્યાં કેડી છુટે,ના કોઇ જીવથીય છટકાય
અંતરમાં નાઆનંદ ઉભરે,કે નાકોઇનો પ્રેમ મળીજાય
ઉજ્વળ જીવન ખખડી પડતાં,નિર્મળતાય ભાગી જાય
. …………………અજબ ગજબની કેડી જીવને.
લાગણી મોહ અંતરનો ઉભરો,કળીયુગમાં દોરી જાય
માનવ મનને મળતી માયા,જીવને એજ જકડી જાય
જન્મમરણનો સંબંધ મળતા,કર્મનાબંધન મળી જાય
અવનીપરનુ આગમન લેતા,મૃત્યુની કેડી મળી જાય
. …………………..અજબ ગજબની કેડી જીવને.
=====================================
August 22nd 2014
. .જીવનની જળહળતા
તાઃ૮/૭/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળતાને પકડી ચાલતા,પવિત્રરાહ મળી જાય
પાવનકર્મની એક જ કેડીએ,જીવન જળહળ થાય
. …………………..નિર્મળતાને પકડી ચાલતા.
માનવદેહ એ સરળ કેડી,જીવ મુક્તિ માર્ગે દોરાય
મળે કર્મની શીતળ રાહ,જ્યાં જલાસાંઇને ભજાય
સુખદુઃખનો સંગાથ જીવને,સાચી ભક્તિએ છુટાય
મોહમાયાના બંધન છુટતા,જીવન ઉજ્વળ થાય
. ………………….નિર્મળતાને પકડી ચાલતા.
મળતા આશીર્વાદ વડીલના,તકલીફો ભાગી જાય
મળે મનને શાંન્તિ આવી,ના આધીવ્યાધી દેખાય
પ્રેમની સાચી કેડી ભક્તિથી,જીવનમાં મળી જાય
અંતરે આનંદઅનેરો,મળેલ જન્મસફળ થઈજાય
. …………………..નિર્મળતાને પકડી ચાલતા.
+++++++++++++++++++++++++++++++
August 20th 2014
. .આફત આવી
તાઃ૯/૭/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતા માયા મોહ જીવનમાં,સુખ શાંન્તિ આઘી ચાલી જાય
ઉજ્વળ જીવનની રાહ છુટતાં જ, કળીયુગી કાતર ફરી જાય
. …………………..મળતા માયા મોહ જીવનમાં.
સરળજીવનની સાચીકેડી,જલાસાંઇની ભક્તિએ મળી જાય
ના આફત આવે કે ના તકલીફ,સાચી ભક્તિએ ભાગી જાય
પરમકૃપાળુ છે અતિ દયાળુ,મળેલ જન્મ સાર્થક કરી જાય
પામી પ્રેમ પરમાત્માનો જીવનમાં,જીવ મુક્તિમાર્ગે જાય
. …………………..મળતા માયા મોહ જીવનમાં.
કળીયુગમાં દેખાવ વળગે,નાહકની વ્યાધીઓ મળતી જાય
દેખાવની દુનીયા અતિ ભવદાયી,નિર્મળતાને આંબી જાય
પળપળની ના સાંકળ છે કોઇ,એ જીવનમાં ઝેર આપી જાય
માનવજન્મ નીર્થક બનતા,જીવ જન્મમરણથી બંધાઇજાય
. ……………………મળતા માયા મોહ જીવનમાં.
=====================================
August 20th 2014
. .સ્નેહની જ્યોત
તાઃ૧૦/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનને મહેંક મળે,જ્યાં માનવતાને સચવાય
પ્રેમની પાવનકેડીએ,જીવને સ્નેહની જ્યોત મળીજાય
. ………….માનવજીવનને મહેંક મળે.
અવનીપરના આગમનને,કર્મના બંધનનીજ બંધાય
ઉજ્વળરાહ જીવનેમળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
અંતરમાં આનંદ અનેરો,ને જીવને શાંન્તિ મળી જાય
નિર્મળતા સંગે જીવપર,પ્રભુની અસીમકૃપા થઈ જાય
. ……………માનવજીવનને મહેંક મળે.
મળતા દેહ અવનીએ જીવને,અનંતરાહ મળતી જાય
મોહમાયાના વાદળથી બચવા,નિર્મળભક્તિ પ્રેમે થાય
સુખશાંન્તિની શીતળકેડી,પ્રભુકૃપાએ જીવનેમળી જાય
મનથી કરેલ સાચીભક્તિ,જીવને મુક્તિમાર્ગે દોરીજાય
. …………….માનવજીવનને મહેંક મળે.
=================================
February 28th 2014
. મોહની માયા
તાઃ૨૮/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવન જીવને માયા વળગે,અવનીપરના આગમને દેખાય
કરેલ કર્મની કેડી છે સાંકળ,જે જીવને કાયા મળતા સમજાય
. …………………..પાવન જીવને માયા વળગે.
માનવદેહ મળતા જીવને,વિચારની શીતળ કેડી મળી જાય
પરમાત્માની એકજ કૃપાએ,આજીવન સાચીરાહે ચાલીજાય
ના મોહમાયાના કોઇ સ્પંદન સ્પર્શે,ના આફત કોઇ અથડાય
સરળ જીવનની નિર્મળરાહે,મળેલદેહ અવનીએ સુધરીજાય
. ……………………પાવન જીવને માયા વળગે.
દેહને સ્પર્શે કર્મ જીવના,જે અવનીપરના બંધને જ સમજાય
આવન જાવન એતો છે કેડી કર્મની,ના કોઇ જીવથી છટકાય
શ્રધ્ધારાખી જલાસાંઇને ભજતા,શિવ ભોલેનાથની કૃપા થાય
જીવ અવનીપરના આગમનથી છટકે,જે મુક્તિમાર્ગ દઈજાય
. …………………….પાવન જીવને માયા વળગે.
*********************************************