January 16th 2013

સુવર્ણ પ્રભાત

.                       .સુવર્ણ પ્રભાત

તાઃ૧૬/૧/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કીર્તી કેરા વાદળ ધુમતા,જગે દેહ પર સન્માન વર્ષી જાય
સફળતાનો સંગાથ મળતા,જીવનમાં સુવર્ણ પ્રભાત થાય
.                          ………………..કીર્તી કેરા વાદળ ધુમતા.
કરેલ કામની કેડી ન્યારી,જીવનમાં કામ સફળ થઈ જાય
કુદરતની કૃપા મળે અન્જાની,સાચી શ્રધ્ધાએ મળી જાય
જ્યોત પ્રેમની પ્રગટતા જીવનમાં,સૌનો સાથ સંગી થાય
ઉજ્વળતાનો સાથ રહેતાજ જીવનમાં,પ્રભાત પ્રગટી જાય
.                       …………………..કીર્તી કેરા વાદળ ધુમતા.
મનથી કરેલ મહેનતસંગે,સફળતાની કેડીઓ મળતી જાય
નિર્મળ ભાવે કેડી પકડતાં,કુદરતનો સાથ જીવે મળી જાય
અનેક બાધાઓ છેદી જીવ,સફળતાના સોપાન પામી જાય
જલાસાંઇનો સંગ મળતા જીવ,એ વ્યાધીઓથી છટકી જાય
.                       ……………………કીર્તી કેરા વાદળ ધુમતા.

**************************************************

January 13th 2013

અંધકારને વિદાય

                  .અંધકારને વિદાય

તાઃ૧૩/૧/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મની કેડી વાંકી મળતા,જીવનમાં અંધકાર છાયી જાય
પામર જીવને ના સમજણ રહેતા,કળીયુગ વળગી જાય
.                           ………………..કર્મની કેડી વાંકી મળતા.
જન્મ મળે જીવને અવનીએ,ત્યાં કર્મબંધનથી એ બંધાય
સગા સંબંધીની સ્નેહી સાંકળે જ, જીવ અવનીએ ભટકાય
મોહમાયાની કાતર ચાલતાં,જીવનો સુખસાગર છુટી જાય
મનની શાંન્તિ માળીયે મુકાતા,દુઃખની કેડીજ મળતી જાય
.                         ………………….કર્મની કેડી વાંકી મળતા.
ઉજ્વળરાહ મળે ત્યાં જીવને,જ્યાં સાચીભક્તિ પ્રેમથી થાય
અંધકારના વાદળ દુર જતા થાય,જ્યાં જલાસાંઇને ભજાય
મળે પરમાત્માની કૃપા જીવને,જે મુક્તિ માર્ગ બતાવી જાય
અંત આવતા દેહનો અવનીએ,સ્વર્ગનાદ્વાર પણ ખુલી જાય
.                        …………………..કર્મની કેડી વાંકી મળતા.

================================

January 12th 2013

જકડે કે પકડે

                    .જકડે કે પકડે

તાઃ૧૨/૧/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જકડે મોહ અવનીએ,પકડથી નાકોઇથી છટકાય
પ્રભુ ભક્તિના સાચા સંગે,જીવને સુખ શાંન્તિ મળી જાય
.                    …………………જીવને જકડે મોહ અવનીએ.
દેખાવનો દરીયો વિશાળ કળીયુગે,સમજદારને સમજાય
રાહ સાચી મેળવતા જીવનમાં,સાચો કિનારો મળતો જાય
વિટંમણાની વ્યાધીઓના સંગે,જીવ અવનીએ જ ભટકાય
અંત ના આવે આફતનો,જ્યાં કળીયુગની હવા મળી જાય
.                    …………………જીવને જકડે મોહ અવનીએ.
મોહની કેડીઓ મળતાં કળીયુગમાં,આફતો આંતરી જાય
મારાતારાની સાંકળ મળતાં,જગતમાં બંધન વધતાજાય
એક તકલીફનો અંત આવતાં જ,બીજી આવીને અથડાય
કળીયુગી આ પકડ એવી,જે જીવને અવનીએ જકડી જાય
.                     …………………જીવને જકડે મોહ અવનીએ.

======================================

January 4th 2013

માની મમતા

.                     .માની મમતા

તાઃ૪/૧/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની વર્ષા થાય જીવનમાં,જ્યાં સંસ્કારને સચાવાઇ જાય
માની મમતા પ્રેમ પિતાનો,એ સંતાનની સફળતા થઈજાય
.                       …………………પ્રેમની વર્ષા થાય જીવનમાં.
જીવને મળતા જન્મ અવનીએ,માબાપના બંધનથી બંધાય
મળે માનો પ્રેમ સંતાનને,ત્યાંજ જીવનમાં સંસ્કાર મળી જાય
ઉજ્વળ જીવનનીરાહ મળે જગે,એજ તેની લાયકાત કહેવાય
વડીલને કરતાં વંદન જીવનમાં,પ્રભુની અનેક કૃપા થઈ જાય
.                     …………………..પ્રેમની વર્ષા થાય જીવનમાં.
પ્રેમ પિતાનો સંતાન પર વર્ષે,જ્યાં પાવન રાહ જીવે પકડાય
મહેનત મનથી કરતાં જીવનમાં,સાચી સફળતા મળતી જાય
મોહમાયાને દુર રાખતા જીવને,સિધ્ધીના સોપાન મળી જાય
આશીર્વાદની સાચીકેડી મળતાં,માબાપને અનંતઆનંદ થાય
.                     …………………..પ્રેમની વર્ષા થાય જીવનમાં.

====================================

December 29th 2012

આકાશ

.                     . આકાશ

તાઃ૨૯/૧૨/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાશ મને આકાશ મળે તો,સૌ મુંઝવણ સમજાઇ જાય
અનેક પ્રશ્નોની કેડી મારી,સરળ જીવન થતાં હરખાય
.                  ………………….. કાશ મને આકાશ મળે તો.
નિરખું જ્યારે હું ઉંચે આકાશમાં,ના કાંઇજ મને દેખાય
સુરજની ઉજળી હુંફાસ મળતાં,દિવસ મને મળી જાય
ના આંખોની તાકાત જગે,કે બપોરના સુરજને જોવાય
અંધારૂ વ્યાપતા આકાશમાં,ચંન્દ્રના દર્શન આંખે થાય
.                …………………….કાશ મને આકાશ મળે તો.
શીતળ પવન સ્પર્શે શરીરને,ત્યાં મીઠી લ્હેર મળી જાય
એજ પવન જ્યાં ઉતાવળ કરે,ત્યાંજ સઘળુય તુટી જાય
કુદરતની આલીલા એવી,જે શરીરને સ્પર્શતા સમજાય
નામાનવીની કોઇ શક્તિ,જે આપ્રસંગને આંખે જોઇજાય
.                  ………………….કાશ મને આકાશ મળે તો.

================================

December 26th 2012

લાગણીનો દરીયો

.                  . લાગણીનો દરીયો

તાઃ૨૬/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં ના આંધી આવે,કેના વ્યાધી કોઇ જ દેખાય
સરળ જીવનની સાંજ મળે,ત્યાં ઉજ્વળ જીવન થાય
.                  ………………..જીવનમાં ના આંધી આવે.
પ્રભુની ભક્તિ એ અજબ શક્તિ,જીવને શાંન્તિ થઈ જાય
નાહકની ચિંતાને ફેકતા જીવનમાં,સુખ સાગર છલકાય
મળે જ્યાં સાચો પ્રેમ જગતમાં,ના લાગણીઓ ઉભરાય
પ્રેમ અંતરનો સાચો મળે જીવને,ના અપેક્ષા કોઇ રખાય
.                ………………….જીવનમાં ના આંધી આવે.
મળેપ્રેમ માબાપનો સંતાનને,એ પ્રેમ અંતરનો કહેવાય
લાગણીનો ના ઉભરો રહે ત્યાં,કે ના અપેક્ષાની કોઇ દોર
કર્મબંધન કેડી જીવની,જે જલાસાંઇની કૃપાએ છુટી જાય
ના મળે મુક્તિ જીવને, જ્યાં લાગણીનો દરીયો ઉભરાય
.               …………………..જીવનમાં ના આંધી આવે.

==================================

December 23rd 2012

ભવિષ્ય

.                        .ભવિષ્ય

તાઃ૨૩/૧૨/૨૦૧૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભવિષ્ય ભાખી જીવનમાં,ના કદી ઉજ્વળતા મેળવાય
પ્રેમભાવથી ભક્તિકરતાં,જીવનમાં સફળતા મળીજાય
.                    ………………..ભવિષ્ય  ભાખી જીવનમાં.
માનવજીવન છે મર્યાદીત,ના કોઇથી જગતમાં અંબાય
ટકોર એકજ મળતાંજીવને,સમજણનો સંગાથમળીજાય
ભવિષ્યની ના આફત તેને,જ્યાં જલાસાંઇની દ્રષ્ટિ થાય
ઉજ્વળ જીવન મહેંકે જગતમાં,એજ કૃપા મળી કહેવાય
.                   …………………ભવિષ્ય  ભાખી જીવનમાં.
કલમ પકડી લેખ લખી જીવના,લાયકાત બતાવી જાય
કુદરતની જ્યાં કૃપામળે જીવને,નાકોઇથી આડુ અવાય
શાંન્તિનો સંગાથ મળતાં જીવનમાં,ના વ્યાધી અથડાય
આવતીકાલ ઉજળી જ છે,જ્યાં માયા મોહને તરછોડાય
.                   …………………ભવિષ્ય  ભાખી જીવનમાં.

====================================

December 18th 2012

નિર્મળતાનો સંગ

.                      .નિર્મળતાનોસંગ

તાઃ૧૮/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાનો સંગ મળતા જીવન,કર્મે પાવન થાય
શાંન્તિનો સહવાસ મળે ત્યાં,જન્મ સફળ થઈ જાય
.            ………………નિર્મળતાનો સંગ મળતા જીવન.
દેહના સંબંધ સાથે જ ચાલે,ના કોઇનાથી છટકાય
અવનીપરના આગમન સંગે,સાથે કર્મબંધન હોય
લાગણી મોહ કે માયામળે,જ્યાં કળીયુગ સંગે હોય
સમજણનોસંગ રહે જીવનમાં,ત્યાંજ માનવતાહોય
.           ……………….નિર્મળતાનો સંગ મળતા જીવન.
મન વિચારને વાણી સાચવતાં,પ્રભુ પ્રેમનીવર્ષા થાય
આવી મળે  નિર્મળતા જીવને,ત્યાં ભેદભાવ ના હોય
સંગ મળે  નિશ્વાર્થ ભાવનાએ,ત્યાં જ ઉજ્વળતા હોય
જલાસાંઇની કેડી પકડતા,જીવને મુક્તિમાર્ગ દેખાય
.           ……………….નિર્મળતાનો સંગ મળતા જીવન.

=============================

December 17th 2012

સાગર જેવુ દીલ

.                    સાગર જેવુ દીલ

તાઃ૧૭/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ સાથ જીવનમાં મળતાં,આ જીવન મહેંકી જાય
સાચા પ્રેમનો સાથ રહેતાં,આ દીલ સાગર થઈ જાય
.                 ………………….સરળ સાથ જીવનમાં મળતાં.
જન્મ મળતાં મળેકેડી જીવને,અવનીએ બંધન કહેવાય
જીવના બંધન કર્મસંગે,જે જીવને અવનીએ લાવી જાય
ભક્તિકેરા સંગાથે જીવનમાં,સંબંધનો સ્પર્શ છુટતો જાય
જલાસાંઇની જ્યોત પ્રગટતાં,પ્રેમનો સાગર મળી જાય
.                  ………………….સરળ સાથ જીવનમાં મળતાં.
નિર્મળતાના વાદળ મળતા,જીવનો જન્મ પાવન થાય
અંતરને મળતો પ્રેમ સાચો,મળેલ જન્મસફળ કરી જાય
પવિત્ર થતાં કર્મથી જીવનમાં,દીલને શાંન્તિ મળી જાય
સાગર જેવુ દીલ રાખતાં,જગતમાં સૌનો પ્રેમ મળી જાય
.              ……………………  સરળ સાથ જીવનમાં મળતાં.

================================

December 14th 2012

કાયાની માયા

.                         કાયાની માયા

તાઃ૧૪/૧૨/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જગતના બંધન વળગે,ના કોઇ તેનાથી અળગે
આવી અવનીએ દેહ મેળવતા,કર્મની કેડી એને અડતા
.               …………………જીવને જગતના બંધન વળગે.
કળીયુગની છે આ અજબકેડી,ના કોઇ જીવથી છટકાય
કર્મબંધન લાવે ખેંખી જીવને,જન્મ મરણથી એ બંધાય
માયામળતા જીવને અવનીએ,નાસમજણથી સમજાય
કાયાની માયા લાગતા જીવને,અવનીના બંધન થાય
.               …………………જીવને જગતના બંધન વળગે.
રાહ સાચી મળે જીવનમાં,જ્યાં ભક્તિની કેડીને પકડાય
મનવિચાર નેવાણીસુધરતાં,જીવનેમુક્તિમાર્ગ સમજાય
અનોખોપ્રેમ પ્રભુનોમળતાં,જગતમાં શાંન્તિ મળતીજાય
અંતે દેહથી વિદાય લેતા,જીવને સ્વર્ગીયરાહ મળી જાય
.                …………………જીવને જગતના બંધન વળગે.

+++++++++++++++++++++++++++++++++++++

 

« Previous PageNext Page »