December 29th 2012

આકાશ

.                     . આકાશ

તાઃ૨૯/૧૨/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાશ મને આકાશ મળે તો,સૌ મુંઝવણ સમજાઇ જાય
અનેક પ્રશ્નોની કેડી મારી,સરળ જીવન થતાં હરખાય
.                  ………………….. કાશ મને આકાશ મળે તો.
નિરખું જ્યારે હું ઉંચે આકાશમાં,ના કાંઇજ મને દેખાય
સુરજની ઉજળી હુંફાસ મળતાં,દિવસ મને મળી જાય
ના આંખોની તાકાત જગે,કે બપોરના સુરજને જોવાય
અંધારૂ વ્યાપતા આકાશમાં,ચંન્દ્રના દર્શન આંખે થાય
.                …………………….કાશ મને આકાશ મળે તો.
શીતળ પવન સ્પર્શે શરીરને,ત્યાં મીઠી લ્હેર મળી જાય
એજ પવન જ્યાં ઉતાવળ કરે,ત્યાંજ સઘળુય તુટી જાય
કુદરતની આલીલા એવી,જે શરીરને સ્પર્શતા સમજાય
નામાનવીની કોઇ શક્તિ,જે આપ્રસંગને આંખે જોઇજાય
.                  ………………….કાશ મને આકાશ મળે તો.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment