June 20th 2012

માયાની કાયા

.                  માયાની કાયા

તાઃ૨૦/૬/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી માયાએ સડતી કાયા,જીવને અહીં જકડી જાય
કર્મની કેડીની આંટીઘુટી,મનને અધોગતીએલઈ જાય
.              …………………મળતી માયાએ સડતી કાયા.
મળેલદેહ જકડે છે જીવને,જે જન્મ મળતાં જ સમજાય
કાયાનીરામાયણ જગમાં,અહીંતહીં જીવનેલઈભટકાય
મિથ્યાની જ્યાં સમજણ મળે,ત્યાં જીવ ભક્તિએ દોરાય
સરળતાનો  સાથ મળે,ત્યાં જીવને સદગતી મળી જાય
.               ………………….મળતી માયાએ સડતી કાયા.
અવનીને ના આંબી શકે કોઇ,છોને હોય કોઇ પહેલવાન
કુદરતની એક નાની ટપલી,જીવના છુટી જાય ઘરબાર
સંબંધોની સાંકડી જ કેડી જીવને,માયાથી જ જકડી જાય
મળેજીવને કાયા અવનીએ,એજ કાયાની માયા કહેવાય
.               ………………….મળતી માયાએ સડતી કાયા.

************************************************

June 15th 2012

સંબંધ

.                        સંબંધ

તાઃ૧૫/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંબંધની સાંકળ છે ન્યારી,ના કોઇ જીવથી છોડાય
લોહીનો સંબંધ જકડી રાખે,બીજો ક્યારેકછુટી જાય
.                        ………………સંબંધની સાંકળ છે ન્યારી.
જન્મમળે જીવને અવનીએ,જન્મ મરણથીએ સંધાય
માનવદેહ બને અંતીમ જીવનો,જે કર્મબંધને જોડાય
પરમાત્માના પ્રેમને પામતા,મોક્ષ જીવને મળી જાય
જન્મમરણનાસંબંધછુટે,જીવનો ઉધ્ધર થયો કહેવાય
.                         ………………સંબંધની સાંકળ છે ન્યારી.
માબાપની પ્રેમ જ્યોત મળે,ને સંતાન થઈને જીવાય
લોહીની આ કડી એવી ન્યારી,ના કુટુંબમાંથી છટકાય
પ્રેમનાસંબંધમાં જ્યાંકાતરફરે,તો અળગા થઇજવાય
કદી જીવનમાં ના મળે પ્રેમ,જેને કર્મનાબંધનકહેવાય
.                         ………………સંબંધની સાંકળ છે ન્યારી.

+++++++++++++++++++++++++++++++++++=

June 13th 2012

ઝંઝટ ભાગે

.                       ઝંઝટ ભાગે

તાઃ૧૩/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખ દુઃખ એતો છે દેહની કેડી,જીવને ઝંઝટ નહીં
વાણીવર્તનની નિર્મળ રાહે,દેહે શાન્તિ મળશે ભઈ
.           ………………સુખ દુઃખ એતો છે દેહની કેડી.
શીતળ સ્નેહની ગંગા વહે,ને સગાસંબંધી હરખાય
પાણી માગતાં પ્રેમમળે,ત્યાં ના અપેક્ષાય ભટકાય
માગણી મુક્તિ પરમાત્માથી,જન્મ સફળ કરી જાય
અવનીપરનુ આગમન છુટે,જીવને મુક્તિમળીજાય
.          ……………….સુખ દુઃખ એતો છે દેહની કેડી.
શોધવા નીકળે પ્રેમને જગે,કળીયુગી પ્રેમ મળી જાય
સમજણનો નાસાથ મળે તો,અચાનક પ્રેમ છટકીજાય
ભક્તિની લકીર જો મળે જીવને,તો જ દેહ બચી જાય
આધી વ્યાધી ના મળે જીવને,ત્યાં ઝંઝટો ભાગી જાય
.         ……………….. સુખ દુઃખ એતો છે દેહની કેડી.

=================================

June 10th 2012

હૈયાનો આનંદ

.                        .હૈયાનો આનંદ

તાઃ૧૦/૬/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજણ સાચી જીવને મળતાં,સ્વાર્થ મોહ દુર જાય
જીવની આ અજબ ગતીએ,હૈયે અનંત આનંદથાય
.                   ………………..સમજણ સાચી જીવને મળતાં.
માનવદેહની લીલા ન્યારી,કદી આડી અવળી જાય
સૄષ્ટિના નિયમને જોતાં,જીવને કર્મના બંધન થાય
પશુ પ્રાણીના દેહને અવનીએ,ના સંતોષ મળી જાય
અહીંતહીં ફરી ભુખ ભાગતા,હૈયે  આનંદ આવી જાય
.                    ………………..સમજણ સાચી જીવને મળતાં.
લાગણી પ્રેમ તો સૌને સ્પર્શે,ના કોઇ જીવથી છટકાય
નિર્મળભક્તિ પકડીલેતાં,જીવનાશાંન્તિદ્વારખુલી જાય
જન્મ સફળની કેડી મળે,જ્યાં જલાસાંઇની ભક્તિથાય
મળતાં સહવાસ સંતાનનો,માબાપને હૈયે આનંદથાય
.                    ………………….સમજણ સાચી જીવને મળતાં.

+++++++++++++++++++++++++++++++++++

June 8th 2012

શીતળ

.                        .શીતળ

તાઃ૮/૬/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજાસનો સહવાસ મળે,જો જીવને રાહ સાચી મળી જાય
મોહમાયાની ચાદર છુટતાં,શીતળતાનો સાથ મળી જાય
.                         ……………….ઉજાસનો સહવાસ મળે.
પરમાત્માની પરમકૃપાએ,માનવદેહ જીવને મળી જાય
સમજણનો સથવારોસાચો,નાઅશાંન્તિ જીવથીમેળવાય
જાગી લેવા ભવસાગરથી,સંત જલાસાંઇની કૃપા લેવાય
ભક્તિ ભાવના જીવનમાં મળતાં,પાપકર્મથી જ છટકાય
.                        ………………..ઉજાસનો સહવાસ મળે.
મનથી ભક્તિ સાચીકરતાં,દેહને મહેનતમાર્ગ મળી જાય
પગલેપગલુ સમજીચાલતાં,નાઆફત કોઇ કદીઅથડાય
માગણીની નાઆંગળી ચીંધાય,જ્યાં સ્નેહસાચો મેળવાય
સરળતાનો સાથમળે જીવનમાં,જીવે જન્મસફળ થઇજાય
.                         ………………..ઉજાસનો સહવાસ મળે.

++++++++++++++++++++++++++++++++++++

June 6th 2012

આવકાર

.                   આવકાર

તાઃ૬/૬/૨૦૧૨                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે આવકાર દેહને જગતમાં,જ્યાં સાર્થક જીવન હોય
વર્તનનો સંગાથ દેહે અવનીએ,સાચી રાહ આપી જાય
.                ………………..મળે આવકાર દેહને જગતમાં.
આંગણે આવેલાને આવકારતાં,આવેલ જીવ હરખાય
પ્રેમની વર્ષા વાણીથી ત્યાં પડે,ને અખંડ આનંદ થાય
ના હકની કોઇ વ્યાધી મળે,એતો દુર જ ભાગી જાય
પ્રભુકૃપાનીરીત અનોખી,જે સાચી માનવતા દઈ જાય
.               …………………મળે આવકાર દેહને જગતમાં.
સત્કર્મોના સહવાસે જીવનમાં,નિર્મળતાય મળી જાય
ઉભરોપ્રેમનો કદીનાઉભરે,જે ના કોઇવ્યાધી દઈજાય
સહવાસ સંતજલાસાંઇનો રાખતાં,પ્રેમસાચો મેળવાય
જન્મસફળની રાહમળે જ્યાં,ત્યાં સૌને આવકારદેવાય
.              ………………….મળે આવકાર દેહને જગતમાં.

=====================================

June 2nd 2012

લાયકાત મળે

.                  .લાયકાત મળે

તાઃ૨/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીમાં મળતી ઝાકળ,માનવીને ક્યાંથી ક્યાં લઈ જાય
સમજવાની સરળતા જોતાં,ના મળતી આફતોથી છટકાય
.                          ……………….જીંદગીમાં મળતી ઝાકળ.
માનવમનની એક છે કેડી એવી,ના સરળતાથી સમજાય
એક બીંદુ ઝાકળનું જગતમાં,જેને સ્પર્શતા જ એ ફુટીજાય
ના અણસાર કોઇ મળે માનવીને,એ ક્યાંથી ક્યાં એ જાય
સમજી વિચારી પગલુ ભરતાં,ના આધી વ્યાધી મેળવાય
.                          ……………….જીંદગીમાં મળતી ઝાકળ.
મળે રાહ ભક્તિની સાચી,ના દેખાવની કોઇજ પીડા થાય
નામાયા નામમતા કે મોહ મળે,જ્યાં સાચા સંતને ભજાય
મનથી કરતાં મહેનત જીવનમાં,કુદરતનીકૃપા થઈ જાય
લાયકાત આવી મળે જીવનમાં,જે અખુટ ભંડાર કહેવાય
.                         ………………..જીંદગીમાં મળતી ઝાકળ.

=====================================

June 1st 2012

સુંદરતા

.                  .સુંદરતા

તાઃ૧/૬/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેખાવની આ દુનીયા છે ન્યારી,ક્યાંક ક્યાંક એ ખટકી જાય
સમજણની આ નાનકડી કેડી,મળેલ દેહને કદીકજકડીજાય
.                    ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
દ્રષ્ટિની આ અજબલીલા ભઈ.લીપસ્ટીક લાલીએ લબદાય
મોહની કેડી વળગી જતાં,ના માગેલી વ્યાધીઓજ અથડાય
.                    ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
અનોખા સંબંધ છે લોહીના જગે,જીવને સમજણે્જ સમજાય
દેખાવની દુનીયા આ બંધનને,દુર રાખી સદાએ ભાગીજાય
.                    ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
અંતરમાં ઉભરે આનંદ ને પ્રેમ,એ મળેલા જીવોની લાયકાત
ના ઉભરો નીકળે મનથી ક્યારેય,કે ના દેખાવમાંય લબદાય
.                    ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
કળીયુગી દેખાવ જકડે છે જીવને,જે ના  સમજણથી સમજાય
કૃપા શ્રીજલાસાંઇની થતાં,સાચી જીવનરાહ જીવને મળીજાય
.                    ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.
સુંદરતાનો સંબંધ સમજણથી,જે દ્રષ્ટિથી કદીય ના પરખાય
બંધઆંખે અનંતઆનંદમળેજીવને,જે સાચીસુંદરતા કહેવાય
.                    ………………..દેખાવની આ દુનીયા છે ન્યારી.

######################################

 

June 1st 2012

સ્નેહી સાંકળ

.                 .સ્નેહી સાંકળ

તાઃ૧/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના કોઇથી જગે પકડાય,કે ના કોઇથીય તેને છોડાય
જીવનેમળે સ્પંદનદેહથી,એ સ્નેહની સાંકળ કહેવાય
.                    ……………….ના કોઇથી જગે પકડાય.
અવનીપરના આગમનને,કર્મના બંધનેજ મેળવાય
ક્યો મળે છે દેહ જીવને,તે જીવની લાયકાત કહેવાય
વાણી વર્તનને સંબંધ દેહથી,સંસ્કારથી જ  મેળવાય
એજ અનંતલીલા પ્રભુની,અવનીએ આવતાં દેખાય
.                    ………………..ના કોઇથી જગે પકડાય.
આશીર્વાદની હેલી વરસે,જે આનંદ જીવને દઈ જાય
સ્નેહી સાંકળ જગમાંન્યારી,લાયકાતે દેહથીમેળવાય
મળેલ પ્રેમ અંતરથી દેહને,અનંત શાંન્તિજ દઈ જાય
આજકાલની નારામાયણ,જેને સ્નેહી સાંકળ મળીજાય
.                     ………………..ના કોઇથી જગે પકડાય.

++++++++++++++++++++++++++++++++++++=

May 28th 2012

પ્રેમને પરણ્યો

.                .પ્રેમને પરણ્યો

તાઃ૨૮/૫/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગત જીવોને આંટી ઘાંટી,ક્યાંથી ક્યાંય લઈ જાય
સમજણસાચી પ્રેમે લેતો,જગેસરળજીવનથઈ જાય
.                  ………………જગત જીવોને આંટી ઘાંટી.
જન્મ મળે છે જીવને,અવનીએ કર્મબંધને જ બંધાય
કરેલ કર્મને નાપારખી શકતાં,અવનીએ આવી જાય
માયાની તો સાંકળ જાડી,ના કોઇથીય જગે છટકાય
ભક્તિ એતો એક જ સીડી,જે બંધનથી બચાવી જાય
.                 ……………….જગત જીવોને આંટી ઘાંટી.
માનવજીવન મળીજતાં,હું પ્રેમને પરણ્યો અવનીપર
સમજણ જીવને મળી જગતમાં,ત્યાં આવ્યો પાટાપર
પ્રેમનીકેડી જગતમાં ન્યારી,મનને શાંન્તિ આપીજાય
સાચી શ્રધ્ધા રાખી પ્રેમમાં,ઉજ્વળ સંગીની મળીગઈ
.                  ……………….જગત જીવોને આંટી ઘાંટી.

૫%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%૫

« Previous PageNext Page »