October 15th 2011
. ઉતાવળ
તાઃ૧૫/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉતાવળે ના આંબા પાકે,કે નાકામ સફળ કોઇ થાય
મનની શાંન્તિ મેળવવા કાજે,ધીરજ સદાય રખાય
. …………ઉતાવળે ના આંબા પાકે.
એક કામને સમજી લેતાં જ,બીજા કામને વિચારાય
ઝટપટની છોડી ઝાપટને,એનોમનથી વિચાર થાય
આફત આવતી દુર રહે,ને કામ સફળતાય દઈજાય
શાંન્તિ મનને મળતીજાય,જ્યાં અદભુત સંકેતથાય
. ………….ઉતાવળે ના આંબા પાકે.
હું કરું ને મેં કર્યુ બોલતા તો,અપમાનનુ આદર થાય
અટકીઅટકી કામ થતાજ્યાં,ત્યાં નિરાશ થઇ જવાય
ઉતાવળ એ અતિનો મોહ છે,જે નિષ્ફળતા દઈ જાય
શાંન્તિ મળે જીવનમાં તેને,જે સમય પારખીને જાય
. ………….ઉતાવળે ના આંબા પાકે.
@@@@@@@@@@@@@@@@@@@@@@
October 10th 2011
. સરગમના તાલ
તાઃ૧૦/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરગમના તાલની રીત ન્યારી,એ સુખદુઃખને પકડી જાય
મોહમાયાના બંધન મુકતાં,જીવને મુક્તિ માર્ગ મળી જાય
. ………….સરગમના તાલની રીત ન્યારી.
મળે જીવનમાં અતિ પ્રેમ,ત્યાં જીવથી એ સહન નાથાય
ઉલેચવાને મળે નાઆરો કોઇ,ત્યાં તકલીફો મળતી જાય
માનવતાને જો સાચવી રાખો,ઉભરો ત્યાંજ અટકી જાય
શાંન્તિનો સહવાસમળતા,સરગમના તાલ બદલાઇ જાય
. …………સરગમના તાલની રીત ન્યારી.
ઉંચનીંચ એતાલ જીવનના,જે સમયે સમયે સમજાઇજાય
માનવીમન ને સમજાવીરાખતાં,ના અતિનો આગ્રહ થાય
સમય ને સમજી ચાલતા જીવનના,વ્હેંણ સરળ થઈ જાય
કુદરતની આ છે રીત અનોખી,જે ભક્તિએ સચવાઇ જાય
. ………….સરગમના તાલની રીત ન્યારી.
==================================
October 7th 2011
. સમયની સીડી
તાઃ૭/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સીડી સાંભળતા ભઈ સમયની,મે ંવાતો સાંભળી ચાર
ઉજ્વળ જીવન કેડી દર્શાવે,જે બતાવે જીવવાની વાટ
. ………….સીડી સાંભળતા ભઈ સમયની.
પ્રથમ માર્ગ બતાવ્યો જીવને,જેથી સાર્થક જીવનથાય
વંદન માબાપને પ્રેમે કરતાં,આશીર્વાદની વર્ષા થાય
સરળ માર્ગ જીવનમાં મળે,જ્યાં નિર્મળપ્રેમ મળીજાય
આધીવ્યાધી દુર ભાગે દેહથી,ને સુખસાગર મળી જાય
. ………….સીડી સાંભળતા ભઈ સમયની.
બીજી કેડી મળે દેહનેજીવનમાં,જ્યાં બુધ્ધીથી સમજાય
ભણતરના સોપાન મળે જ્યાં,ત્યાં સફળતા જ મેળવાય
વિશ્વાસની સાચીપ્રીત જગતમાં,જે ડગલેપગલે દેખાય
મળે માન અને સન્માન દેહને,જે સમયે આવે સમજાય
. ………….સીડી સાંભળતા ભઈ સમયની.
સમય આવતાં સરળતા મળે,જ્યાં કુટુંબ પ્રેમ મળીજાય
ભાઇભાંડુંને પતિપત્નીસંગે,હ્ર્દયથી પ્રેમનિખાલસ થાય
ઘરમાં મળતી શાંન્તિદેહને,પવિત્ર ભક્તિમાર્ગ દઇ જાય
જીવના આ ત્રીજાકાળમાં,સમયે પ્રેમ સૌનોય મળીજાય
. ………….સીડી સાંભળતા ભઈ સમયની.
ચોથી વાત સાંભળી સીડીની,જે સાંભળનારા સૌ હરખાય
રાહ બતાવી ઘડપણની દેહને,જે જીવને મુક્તિએ દોરાય
સમજણ પોતાની સાચવીને,બીજાને સાંભળતાસુખ થાય
ભક્તિમાર્ગની પવિત્ર કેડી,જીવને જલાસાંઇની કૃપા થાય.
. ………….સીડી સાંભળતા ભઈ સમયની.
#####################################
October 6th 2011
. આથમતી સંધ્યા
તાઃ૬/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર્યોદયનો સહવાસ મેળવતાં,જેમ પ્રભાત ઉજ્વળ થાય
દીવસ દરમ્યાન મહેનતકરતાં,સંધ્યા શીતળ મળી જાય
. …………સુર્યોદયનો સહવાસ મેળવતાં.
પ્રભાતનું પુંજન દે ઉજ્વળજીવન,જે પ્રભુ કૃપાય દઈ જાય
સાચી રાહ મળીજાય જીવને,ત્યાં તન,મન,ધન મળી જાય
સગા સ્નેહીનો પ્રેમ મળે જ્યાં,ત્યાં જીવને શાંન્તિ થઇ જાય
મન પવિત્ર રાહે ચાલે દેહથી,ના આધી વ્યાધીઓ અથડાય
. …………સુર્યોદયનો સહવાસ મેળવતાં.
મહેનતમનથી કરતાં જીવનમાં,સફળતાની દોર મળી જાય
અંતરથી સાચી સમજ મળતાં,ના કોઇથીય દગો પણ થાય
કુટુંબ કેરી કેડી જીવનમાં,જીવના સાચા બંધનથી મેળવાય
કર્મના બંધન વર્તન દઈદે,જે મળેલ જન્મ સફળ કરી જાય
. ………….સુર્યોદયનો સહવાસ મેળવતાં.
દેહને મળતી અનેક કેડીઓ,જે જગતમાં પ્રસરતીય દેખાય
કઈ કેડી ક્યારે મલશે જીવને,એતો દેહના વર્તનથી દેખાય
સાચી રાહને પકડી ચાલતાં,જીવને સુખ શાંન્તિ મળી જાય
આથમતી સંધ્યા શીતળ મળે,જ્યાં મનવર્તનથી સચવાય
. …………સુર્યોદયનો સહવાસ મેળવતાં.
+++++++++++++++++++++++++++++++++++++
October 5th 2011
. લગામની પકડ
તાઃ૫/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાને સમજાય જીવનમાં,ત્યાં શાંન્તિ મળતી જાય
સમજીને લગામ રાખતાં હાથમાં,સર્વે સફળતાલેવાય
. ………….. શ્રધ્ધાને સમજાય જીવનમાં.
માયાનાબંધન છે જગમાં,મન મતીથી અટવાઇ જાય
સમજી વિચારી ડગલુ ભરતાં,પાવનકર્મ જીવથીથાય
મોહ જીવનમાંસૌને લાગે,તેને સમજદારથી સમજાય
ના આડી કોઇ આફત આવે,કે ના અથડામણ કોઇથાય
. ……………શ્રધ્ધાને સમજાય જીવનમાં.
સાચી લાગણી હ્ર્દયથી નીકળે,ના ઉભરાથી એ દેવાય
મળે અંતરની પ્રીત જગતમાં,જેને પ્રેમ સાચો કહેવાય
પારકરે જ્યાં લાગણીજીવનમાં,ત્યાંઅતિનો ઉભરોથાય
ના ઉજ્વળતા મળેદેહને,કે ના કોઇ કામસફળ પણથાય
. ……………શ્રધ્ધાને સમજાય જીવનમાં.
ઝળહળ વહેતા ઝરણાને,શીતળ વહેંણ છે એમ કહેવાય
વહી જાય જ્યાં વહેણ ઝડપથી,દેહને ઝાપટ મારી જાય
લગામનો જ્યાંસાથછે જીવનમાં,ત્યાં સફળતા મેળવાય
ઉજ્વળ જીવન જીવીજવાને,સાચીરાહ જીવને મળીજાય
. ………….શ્રધ્ધાને સમજાય જીવનમાં.
===================================
October 2nd 2011
. શીતળ નૈન
તાઃ૨/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ તારા નૈન છે,ને પ્રીત તારી પણ સાચી
. મળી ગઈ મને તુ જીવનમાં,શાંન્તિ ત્યારથી આવી
એવી પ્રીત ભઇ સાચી,તારી પ્રીત મળી મને સાચી.
ઉજ્વળ જીવનની શોધ કરતા,મારા વર્ષો ગયા અતિ ભારી
નિંદ હરાઇ ને મનની મુંઝવણ,ચાલી જીવનમાં પણ લાંબી
કુદરતની એક જ કૃપા મળતાં,તારી રાહ મળી ગઈ ન્યારી
પ્રીતની દોરીએ બંધાતા દેહથી,જગતમાં પ્રીતસાચી જાણી
. ……………શીતળ તારા નૈન છે.
કરુણાનીકેડી છે નાની,ના જગતમાં કોઇ જીવથી અજાણી
મળતી માયા કાયાની જ્યાં,ત્યાં પ્રીત પારકી થઈ જાતી
અંતરના આનંદને પકડીરાખતાં,ના ઉભરો થઈ છલકાતો
શીતળતાના વાદળ લેતાં,જીવનો જન્મ સફળ થઈ જાતો
. ……………શીતળ તારા નૈન છે.
###################################
October 1st 2011
. નટખટ મન
તાઃ૧/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નટખટ કરતાં નોટો મળી જીવનમાં,ત્યાંજ માયા લાગી ગઈ
ઉજ્વળ જીવન મુકતાં બાજુએ,કળીયુગી ચાદર લપટાઇ ગઈ
. ………….નટખટ કરતાં નોટો મળી જીવનમાં.
તાલ મળ્યા જ્યાં તબલાના,ત્યાં ડગલાં પણ ડગમગ થાય
વિચાર વમળમાં મુકાઇ જતાં ભઈ,આફતોય આવી જ જાય
શ્રધ્ધા પણ ડગમગાતી ચાલી,ત્યાં વિચાર પણ વંટોળાય
મળે વ્યાધીઓ સાથે આંધીઓ,માનવજીવન વેડફાઇ જાય
. ……………નટખટ કરતાં નોટો મળી જીવનમાં.
સાદગીનો સહવાસ જીવનમાં,ને સંગે ભક્તિ દોર મળી જાય
નટખટ ના માનવ દેહને વળગે,ત્યાં શીતળતાનો સંગ થાય
મળતી કળીયુગની આલીલા દેહને,જે અધોગતીએ દોરીજાય
મહેંકે માનવતા જીવનમાં,અનેક જીવોનો ઉધ્ધાર કરી જાય
. …………….નટખટ કરતાં નોટો મળી જીવનમાં.
+++++++++++++++++++++++++++++++++++++++
September 27th 2011
. પ્રેમની કિંમત.
તાઃ૨૭/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અણમોલ કિંમત પ્રેમની જગતમાં,ના કરી શકે કોઇ મોલ
અંતરની મળીજાય એ હેલી,જેનો મળી શકે નાકોઇ તોલ
. …………..અણમોલ કિંમત પ્રેમની જગતમાં.
માતાપિતાના પ્રેમની પ્રીત,સંતાનને સહવાસે સમજાય
કુદરતનીલીલા અતિ નિરાળી,જીવથી જન્મતા મેળવાય
આંસુ ઉભરે આંખમાં જ્યારે,ત્યારે પ્રેમની કિંમત સમજાય
અમુલ્ય તેની દ્રષ્ટિ જીવનમાં,જે સમય આવતાં પરખાય
. ……………અણમોલ કિંમત પ્રેમની જગતમાં.
જીવનીજગતમાં અતુટમાયા,કઇ કોની એને ના પરખાય
સાચા પ્રેમનીકેડી છે નિરાળી,જે માનવતાને વહેંચી જાય
અપેક્ષાઓને દુર મુકતાં જીવનમાં,પ્રેમનીવર્ષા મળી જાય
ઉજ્વળ જીવનમાં સંગ મળતાં પ્રેમનો,માનવતા મહેંકાય
. …………..અણમોલ કિંમત પ્રેમની જગતમાં.
=====================================
September 22nd 2011
. ભીની આંખો
તાઃ૨૨/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખો ભીની થાય અનેકની,સમયથી પકડાઇ જાય
નારોકી શકે કોઇ જગતમાં,એતો અનુભવે જ દેખાય
. ………….આંખો ભીની થાય અનેકની.
મળે જો સાચો પ્રેમ અંતરથી,ત્યાં ના કોઇથી રોકાય
માતાનો પ્રેમ મળે અંતરથી,કે પિતાપ્રેમ મેળવાય
લાગણી તો નીકળે હ્ર્દયથી,ના કોઇથી તેને ટોકાય
સજળ નેત્રને જોતામાબાપને,હૈયે આનંદ થઈથાય
. ………….આંખો ભીની થાય અનેકની.
કર્મ ખોટુ કરતાં જીવનમાં,ખોટુ પરીણામ મળી જાય
મળે અચાનક શોકજીવનમાં,ત્યાં આંખો ભીની થાય
મુક્ત થાય જ્યાં જીવદેહથી,સંબંધીના નેત્ર ભીજાય
કુદરતની છે આ કલા નિરાળી,સમયે સમજાઇ જાય
. ……………આંખો ભીની થાય અનેકની.
#################################
September 17th 2011
. પાણી પ્રેમ
તાઃ૧૭/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાણી પીતા તો ભાગે દુઃખ,મળીજાય દેહને સૌ સુખ
દવા દારૂને કરશે દુર,મળશે શાંન્તિ જીવને અદભુત
. ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
સવાર પડે ને આંખ ખુલે,ઉઠીને પહેલુ પાણી એ જુએ
૧ ગ્લાસથી ૪ ગ્લાસ પાણીપીવે,બ્રશ દાંતને પછી કરે
. ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
પચો અપચો ના પેટમાં રહે,સાદુ પાણી તેનેજ દુર કરે
રોગ દેહથી દુર જ રહે,શુધ્ધ જેનુ લોહી દેહમાં વહી રહે
. ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
આંખને આપે સારુ તેજ,ના ચશ્મા કે ના બીજી કોઇ ટેવ
શુધ્ધ આંખો થાય છાલકથી,સૌ તકલીફ જાય આંખથી
. ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
પાણી પીતા સવારમાં શીખ્યો,લોહ દબાણ ત્યાં ભાગ્યુ
નાકોઇ ટેન્શન શરીરને રહે,ને આવી શાંન્તિ દેહને મળે
. ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
મીઠોપેશાબ પણ બંધ થાય,ને દેહ શાંન્તિ મેળવી જાય
કેન્સર જેવા રોગને ભગાડી,જીંદગી માનવીની સુધારી
. ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
ગેસનીતકલીફ કે કબજીયાત,પીતા પાણી મળીસફળતા
ટીબી જેવા રોગનેય ભગાડી,જીંદગી માનવીની સુધારી
. …………..પાણી પીતા તો ભાગે દુઃખ.
+++++++++++++++++++++++++++++++++++