September 17th 2011

પાણી પ્રેમ

.                     પાણી પ્રેમ

તાઃ૧૭/૯/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાણી પીતા તો ભાગે દુઃખ,મળીજાય દેહને સૌ સુખ
દવા દારૂને કરશે દુર,મળશે શાંન્તિ જીવને અદભુત
.                        ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
સવાર પડે ને આંખ  ખુલે,ઉઠીને પહેલુ પાણી એ જુએ
૧ ગ્લાસથી ૪ ગ્લાસ પાણીપીવે,બ્રશ દાંતને પછી કરે
.                        ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
પચો અપચો ના પેટમાં રહે,સાદુ પાણી તેનેજ દુર કરે
રોગ દેહથી દુર જ રહે,શુધ્ધ જેનુ લોહી દેહમાં વહી રહે
.                        ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
આંખને આપે સારુ તેજ,ના ચશ્મા કે ના બીજી કોઇ ટેવ
શુધ્ધ આંખો થાય છાલકથી,સૌ તકલીફ જાય આંખથી
.                         ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
પાણી પીતા સવારમાં શીખ્યો,લોહ દબાણ ત્યાં ભાગ્યુ
નાકોઇ ટેન્શન શરીરને રહે,ને આવી શાંન્તિ દેહને મળે
.                         ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
મીઠોપેશાબ પણ બંધ થાય,ને દેહ શાંન્તિ મેળવી જાય
કેન્સર  જેવા રોગને ભગાડી,જીંદગી માનવીની સુધારી
.                          ………….પાણી પીતા તો ભાગે દુઃખ.
ગેસનીતકલીફ કે કબજીયાત,પીતા પાણી મળીસફળતા
ટીબી જેવા રોગનેય ભગાડી,જીંદગી માનવીની સુધારી
.                         …………..પાણી પીતા તો ભાગે દુઃખ.

+++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment