September 24th 2011

અનંત પ્રેમ

.                     અનંત પ્રેમ

તાઃ૨૪/૯/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ તારું આ મારું સાંભળતા,જીવને ઘણી મુંઝવણ થાય
આકુળ વ્યાકુળ છુટતાંદેહે,પ્રભુનો અનંતપ્રેમ મળી જાય
.                           …………આ તારું આ મારું સાંભળતા.
નિર્મળ વહેતી જીવનધારાએ,પવિત્ર જીવન મળી જાય
ભક્તિપ્રીત મેળવીને લેતાં,જીવને સા્ચી રાહ મળી જાય
કળીયુગના બંધન જ્યાં ભાગે,ત્યાં અનંતપ્રેમ મળી જાય
સ્વર્ગનીકેડી નજીક આવતાંજ,જીવ મુક્તિએ ખેંચાઇ જાય
.                            …………આ તારું આ મારું સાંભળતા.
માયાના સહવાસને ભુલતાં,પ્રભુ  કૃપાએ જીવ હરખાય
સંત જલા સાંઇની ભક્તિ કરતાં,જીવને રાહ મળી જાય
કળીયુગનાબંધન છુટતાં,જીવનો જન્મ સફળ થઈ જાય
શ્રધ્ધાકેરી સાચી રાહે જીવતાં,જગતપિતા પણ હરખાય
.                        ……………આ તારું આ મારું સાંભળતા.

================================