September 11th 2011

સદગુણ

.                       સદગુણ

તાઃ૧૧/૯/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને સંબંધ છે દેહથી અવનીએ,ને દેહનો છે મોહમાયા
કાયાની કરામત અગણિત છે,જેને સદગુણોથી સચવાયા
.                     ………..જીવને સંબંધ છે દેહથી અવનીએ.
ક્યાંક ઉભરો આવે માયાનો,ત્યાં અતિપ્રે મપણ થઈ જાય
સમજી વિચારી પગલુ ભરતાં,આવેલ ઉભરો  અટકી જાય
જીવનના છે બે ચાર દીન,પરમાત્માની કૃપા એ સમજાય
પારખી લેતાં પળ પળ દેહે,જીવને સદગુણ સમજાઇ જાય
.                    ………….જીવને સંબંધ છે દેહથી અવનીએ.
સવાર,બપોર ને સાંજ સમજાય,જ્યાં દોર સાચી મેળવાય
અવની પરના આગમનને પારખતાં,કર્મ બંધન સમજાય
મુક્તિ કેરી દોર મેળવવા જીવને,મળે છે  ભક્તિનો રણકાર
સદગુણથી એ સમજાઇ જાય,ત્યાં ખુલી જાય મુક્તિનાદ્વાર
.                     ………….જીવને સંબંધ છે દેહથી અવનીએ.

*********************************************

September 11th 2011

જીવનો ઉજાસ

.                     જીવનો ઉજાસ

તાઃ૧૧/૯/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

હસતી રમતી જીંદગી જોઇને,મન મારુ ખુબ મલકાય
મળે પ્રેમ જગતમાં જ્યાંસૌનો,ત્યાં જીવ પાવન થાય.
.                          ………..હસતી રમતી જીંદગી જોઇને.
અવનીપરના આગમનને તો,પારખી શક્યુ છે ના કોઇ
કુદરતની કરામત એવી,જીવને જન્મ મળતા સમજાય
કર્મબંધન જન્મને ખેંચે અવનીએ,ના કોઇથીય છટકાય
દરીયો ખુદી કિનારે આવતાં,નદીમાં એ ફસાઇ જ જાય
.                           ………..હસતી રમતી જીંદગી જોઇને.
ગતિકર્મની સમજાઇ જાય,જ્યાં પાવનભક્તિ થઈ જાય
બંધ આંખે દર્શન કરતાં,જગત પિતાનો પ્રેમ મળી જાય
આવી અંતરમાં મળે શાંન્તિ,ત્યાં જ પ્રભુ કૃપા મેળવાય
ના મોહમાયા પણ અડકે દેહને,જ્યાં જલાસાંઇને ભજાય
.                         ………….હસતી રમતી જીંદગી જોઇને.

++++++++++++++++++++++++++++++++++++