September 5th 2011

ચોધાર આંસું

.                 .ચોધાર આંસું

તાઃ૫/૯/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શિતળ સ્નેહની જ્યોતને,જીવનમાં માણી લેછે પળવાર
હ્ર્દયપ્રેમની રીત નિરાળી,એ ચોધાર આંસુંએ વહીજાય.
.                           ……………શિતળ સ્નેહની જ્યોતને.
મળતાં મળેલ પ્રીતને જગતમાં,મળ્યાની પ્રીત કહેવાય
ક્યારે અટકે એ જીવનમાં,ના કોઇથી ક્યારેય એપરખાય
સગાસંબંધીના હેતને મેળવતાં,પ્રસંગ પાવન થઈ જાય
વિદાય દેતા એ અવસરથી,ક્યારેક ભુતકાળ કહી જવાય
.                           ……………શિતળ સ્નેહની જ્યોતને.
આંખને મળે જીંદગીમાં,અનેક પ્રકારના આંસુના સોપાન
ખુશીના આંસુ એ સમયથી ચાલે,જે ઘડીક પછીજ ભુલાય
સફળતાનો જ્યાં સાથ મળે,ત્યાં આનંદના આંસુ મેળવાય
વજ્ર ઘા પડે જ્યાં હ્રદયપર,ચોધાર આંસું નાકોઇથી રોકાય
.                           …………….શિતળ સ્નેહની જ્યોતને.

+++++++++++===========+++++++++++