September 29th 2011

જ્યોત જલીયાણની

.

.

.

.

.

.

.

.

.

.

.                   . જ્યોત જલીયાણની

તાઃ૨૯/૯/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં,ને સુખ શાંન્તિ મળી જાય
ભક્તિપ્રેમની રાહમળે,જ્યાં જ્યોત જલીયાણની મેળવાય
.                       ………….જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
ઉજ્વળજીવન જીવતાં જગતમાં,નિખાલસપ્રેમ મળી જાય
કુદરતની એકજદ્રષ્ટિ પડતાં,જીવનો જન્મ સફળ થઈ જાય
સંત જલારામની ભક્તિ ન્યારી,જ્યાં પરમાત્મા ભાગી જાય
શ્રધ્ધાપ્રેમની જ્યોતસંગે,વિરબાઇમાતા ભક્તિએ દોરી જાય
.                      ……………જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
જ્યોતમળે જ્યાં ભક્તિપ્રેમની,અંતે  જીવનેમુક્તિ મળી જાય
રામનામની માળા કરતાં જીવનમાં,સંગે અન્નદાન થઈ જાય
આવી આંગણે માગે પરમાત્મા,ધન્ય માનવ જન્મ થઈ જાય
જ્યોત જલીયાણની મળતાં જીવને,ભક્તિની રાહ મળી જાય
.                        …………..જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.

++++++++++++++++++++++++++++++++++++