September 8th 2011

ગુરુજી

.

.

.

.

.

.

.

.                         ગુરુજી

તાઃ૮/૯/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાનો મળે માર્ગ,જે જીવનો જન્મ સફળ કરી જાય
નિર્મળરાહે આંગળી ચીંધતા ગુરુજી,મુક્તિમાર્ગે દોરીજાય.
.                             …………….માનવતાનો મળે માર્ગ.
જન્મ મળતાં જીવને અવનીએ,નિશ્વાર્થ ભાવનાજ દેખાય
સહવાસ મળતાં જીવનમાં,અવનીએ આંટીઘુટી સમજાય
મળતી માયાની સાચી કેડી,ત્યાં મોહ પણ ભાગી જ જાય
શીતળતાની સવાર મળે જીવે,જ્યાં ગુરુભક્તિ સાચીથાય
.                                 …………..માનવતાનો મળે માર્ગ.
સંત જલારામે ઝંઝટછોડી,ને વિરબાઇ માતાએ છોડ્યા મોહ
ભક્તિ લીધી ગુરુ ભોજલરામથી,ને દઈ દીધી ભક્તિની દોર
કાયાનીમાયા મુકતાં માળીયે,જ્યાં અન્નદાનની લીધી પ્રીત
માર્ગ લઈ માનવતાનો વિરપુરમાં,ભક્તિ દોરની દીધી રીત
.                                  …………..માનવતાનો મળે માર્ગ.
+++++++++++++++++++++++++++++++++++=