September 2nd 2011

જલારામ

.                        જલારામ

તાઃ૨/૯/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવે કરેલી મનથી ભક્તિ,દેહ ને દઈ દે છે શક્તિ
જલારામની ભાવના નિરખી,પ્રભુએ ઝોળી લીધી
.                    ………….જીવે કરેલી મનથી ભક્તિ.
રામનામની માળાપકડી,જીવની ઝંઝટ ત્યાં છુટી
સંસારનીસાચી કેડી લેતાં,ત્યાં પ્રભુન કૃપા વરસી
સંતાનના સહવાસ સંગે,વિરબાઇએ ભક્તિ લીધી
પતિ પરમેશ્વર સમજતાં,ભગવાન ભાગ્યા ત્યાંથી
.                      ………..જીવે કરેલી મનથી ભક્તિ.
અન્ન્નદાનની રીત પારખી,જીવનમાં વણી લીધી
ભુખ્યાના ભગવાન કહેવાયા,ઝોળીને મુકી દીધી
આવી આંગણે હાથ પ્રસારી,માતાની સેવા માગી
ઉજ્વળ જન્મ કરી લીધોને,ભક્તિની રાહ બતાવી
.                    ………….જીવે કરેલી મનથી ભક્તિ.

++++++++++++++++++++++++++++++++++++

September 2nd 2011

તમારું કોણ?

.                   તમારું કોણ ?

તાઃ૨/૯/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

* તમારો પ્રેમ.
* તમારી માયા.
* તમારી જીદ.
* તમારી જીંદગી.
* તમારા માબાપ.
* તમારા સ્નેહીઓ.
* તમારી મહેનત.
* તમારો વિશ્વાસ.
* તમારી લાગણી.
* તમારી બુધ્ધિ.
* તમારા સંતાન.
* તમારુ ઘર.
* તમારુ આંગણું.
* તમારા સંસ્કાર.
* તમારુ ભણતર.
* તમારી હિંમત.
* તમારી માગણી.
* તમારી માણસાઇ.
* તમારી મિત્રતા.
* તમારી દોરવણી.
* તમારી નિખાલસતા.
* તમારી પત્નિ.
* તમારા પતિ.
* તમારી પ્રેરણા.
* તમારી સાચવણી.
* તમારી આંગળી.
* તમારુ ચણતર.
* તમારુ અભિમાન.
* તમારા ભગવાન.
* તમારી સેવા.
* તમારી જીભ.
* તમારા બાળકો.
* તમારા છોકરા.
* તમારુ કુટુંબ.
* તમારા ભાઇ બહેન.
* તમારો મોહ.
* તમારી કેડી.
* તમારી સાઇકલ.
* તમારી ગાડી.
* તમારી લાડલી.
* તમારો દ્વેષ.
* તમારો દેખાવ.
* તમારી માણસાઇ.
*****…..અને અંતે તમારા કર્મ.

+++++++++++++++++++++++++++++