September 21st 2011

જાગૃત જીવન

.                  .જાગૃત જીવન

તાઃ૨૧/૯/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આશા એ સાગર જીવનનો,ના કોઇથી તરી જવાય
એક પુરી થતાં જીવનમાં,બીજી સામે આવી દેખાય
.                  ……………આશા એ સાગર જીવનનો.
દેહ જગતપર કોઇપણ મળે,એકૃપા પ્રભુની કહેવાય
મનની વૃત્તી દરેક જીવની જગે,જે વર્તનથી દેખાય
સમજણ મનની સાચી રાહે,સાચી ભક્તિથી લેવાય
ઉજ્વળ જીવનની કેડી મળે,જ્યાં જીવ જાગૃત થાય
.                  ……………આશા એ સાગર જીવનનો.
મળેલ દેહ છે કર્મની કેડી,ગત જન્મથીજ મેળવાય
મુક્તિ મળે જીવને જન્મથી,સંતની દ્રષ્ટિ પડી જાય
મોહમાયાને પડતીમુકતાં,ભક્તિનોસાથ મળીજાય
ઉજ્વળ જીવન જીવીજતાં,જીવને મુક્તિ મળી જાય
.                   ……………આશા એ સાગર જીવનનો.

+++++++++++++++++++++++++++++++