September 28th 2011

માની કૃપા

.

.

.

.

.

.

.

.

.

.

.                    .માની કૃપા

તાઃ૨૮/૯/૨૦૧૧ (નવરાત્રી પ્રારંભ) પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ગરબે ઘુમતાં,હૈયે અનંત આનંદ થાય
કૃપા તારી મેળવી માડી,જીવને જ્યોત મળી જાય
.                      …………..માડી તારા ગરબે ઘુમતાં.
પાવાગઢથી આવજે માડી,સાંભળી ગરબા ને રાસ
ભક્તિ પ્રેમથી કરતાં ભક્તો,આજે ગરબે ઘુમી જાય
કાળકા માની કૃપા નિરાળી,સુખ શાંન્તિ મળી જાય
નવરાત્રીની પવિત્રરાત્રીઓ,ગરબાથી ઉજ્વળ થાય
.                       ………….માડી તારા ગરબે ઘુમતાં.
અંબાજી ગઢથી આવ્યા મા અંબા,દેવા કૃપાઓ અપાર
ભક્તિકેડીને સાચી જોતા,મા સાંભળે ગરબાનો રણકાર
રુમઝુમ કરતાં આવ્યા માઅંબા,ગરબે ઘુમાવાને આજ
તાલીઓના તાલમાં સંગે,માડી પ્રેમે ગરબે ઘુમી જાય
.                     ……………માડી તારા ગરબે ઘુમતાં.

=-=-=-=-=–=-=–=–=-=-=-=-=-=-=–=-=-=-=