September 12th 2011

રામદુત હનુમાન

.

.

.

.

.

.

.

.                                       રામદુત હનુમાન

તાઃ૧૨/૯/૨૦૧૧                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો સહવાસ લઈ બોલતા,રામદુત રાજી થાય
આવી ઉભાછે રામકથાએ પ્રેમે,ના દેહ કોઇ બદલાય
.                   ………..ભક્તિનો સહવાસ લઈ બોલતા.
સંતની સાચી ભાવનાને  જોતાં,પ્રભુ દ્રષ્ટિ થઇ જાય
દુત આવતા અણસાર મળે,આજે કથા પાવન થાય
શબ્દસ્પર્શ મળે ભક્તોને,આવી બેઠાએ સંતની પાસ
ઉજ્વળ જીવન મળે શ્રધ્ધાએ,જે કથાએ દોરણ થાય
.                   ………..ભક્તિનો સહવાસ લઈ બોલતા.
રામ કથાએ માર્ગ સુચક છે,જે પાવન કર્મ દોરી જાય
મૃત્યુનીનાકોઇ ચિંતા જીવને,જ્યાં રામદુત મળી જાય
આશીર્વાદની એક જ ટપલી,ભવસાગર તરાવી જાય
ધન્ય અવસર મળ્યો જીવને,જે આકથાએ મળી જાય
.                   …………ભક્તિનો સહવાસ લઈ બોલતા.

******************************************