September 6th 2011

ભક્તિની ભીખ

.                   ભક્તિની ભીખ

તાઃ૬/૯/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી મનને મળતી શાંન્તિ,ને સાચી શ્રધ્ધા ભાવના ફળતી
મોહમાયાના કંગન છુટતાં,ના ભક્તિની ભીખ માગવી પડતી
.                              ………….આવી મનને મળતી શાંન્તિ.
વાણી વર્તન તો દેહના બંધન,કદીક દઈદે એ જીવને સ્પંદન
માગણી એતો મોહની છે કેડી,જીવને લે છે એ દેહથીજ જકડી
મળીજાય માનવતાએ પ્રેમ જીવનમાં,દેહ ઉજ્વળ થઈ જાય
ના માગવીપડે કોઇભીખ જીવનમાં,જ્યાં ભક્તિપ્રેમ મેળવાય.
.                               ………….આવી મનને મળતી શાંન્તિ.
આવ્યા અવનીપર દેહ ધરી માનવનો,મુક્તિમાર્ગ એ દેનારો
સાચી  રાહ મળે જીવનમાં,જ્યાં જલાસાંઇની ભક્તિનો  મેળો
આવી આંગણે પ્રેમ મળે પ્રભુરામનો,નાશંકા તેમાં કોઇ મનને
મળી જાય જીવને માર્ગ મુક્તિનો,જ્યાં સંગ સાચો છે ભક્તિનો
.                             ………….આવી મનને મળતી શાંન્તિ.

*******************************************