September 3rd 2011

આજકાલ

.                          .આજકાલ

તાઃ૩/૯/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલની ભઈ રામાયણ,જ્યાં બુધ્ધિજ અટકી જાય
પડે સપાટો જ્યાં ઇશ્વરનો,ત્યાં સધળુજ સમજાઇ જાય
.                       ………….આજકાલની ભઈ રામાયણ.
એક ડગલુ ભરતાં સમજે એમ,ચાર ડગલાં ચાલી જાય
નાનીનાની કેડીઓથી જીવનમાં,નાસફળતા મેળવાય
મનથી કરેલ મહેનત નિરાળી,પ્રેમભાવના મળી જાય
ગઈકાલને ભુલી જતાં જીવનમાં,આજને માણી જવાય
.                      …………..આજકાલની ભઈ રામાયણ.
હિંમતરાખી હૈયે જીવન જીવતાં,સાથ સૌનો મળી જાય
આવતીકાલને પારખીલેતાં,અધોગતીથી બચી જવાય
કુદરતની આ કલમ ન્યારી,જે સમજદારથી જ વંચાય
પારખી લેતાં પગલાં આજે,કાલની વ્યાધી ચાલી જાય
.                     …………..આજકાલની ભઈ રામાયણ.

===================================