September 14th 2011

આનંદની વર્ષા

.                   આનંદની વર્ષા

તાઃ૧૪/૯/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરમાં ખુબજ આનંદ થાય,ને મન પણ મલકાઇ જાય
કુદરતની ન્યારી કેડી મળતાં,જીવે આનંદની વર્ષા થાય
.                       ………….અંતરમાં ખુબજ આનંદ થાય.
મોહ માયાને જીવનથી તગેડતાં,સાચી રાહ મળી જાય
પ્રેમની નાની સીડી મેળવતાં,ધીરજના ફળ મળી જાય
પામરદેહને માર્ગ મળે મુક્તિનો,ને જીવને શાંન્તિ થાય
જન્મ સફળ ને પાવન કર્મ,દેહને અવનીએ મળી જાય
.                      …………..અંતરમાં ખુબજ આનંદ થાય.
માન અપેક્ષા એ માનવ દેહની,ના જીવને સ્પર્શી જાય
ભક્તિ મળે જ્યાં સાચી રાહે,ત્યાં સંત કૃપા વરસી જાય
માનવતાનીમહેંક પ્રસરે જીવનમાં,ને જલાસાંઇ ભજાય
આનંદની વર્ષા થતાં દેહ પર,જીવ પર કૃપા વર્ષી જાય
.                    ……………અંતરમાં ખુબજ આનંદ થાય.

=================================