September 22nd 2011

ભીની આંખો

.                        ભીની આંખો

તાઃ૨૨/૯/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખો ભીની થાય અનેકની,સમયથી પકડાઇ જાય
નારોકી શકે કોઇ જગતમાં,એતો અનુભવે જ દેખાય
.                    ………….આંખો ભીની થાય અનેકની.
મળે જો સાચો પ્રેમ અંતરથી,ત્યાં ના કોઇથી રોકાય
માતાનો પ્રેમ મળે અંતરથી,કે પિતાપ્રેમ મેળવાય
લાગણી તો નીકળે હ્ર્દયથી,ના કોઇથી તેને ટોકાય
સજળ નેત્રને જોતામાબાપને,હૈયે આનંદ થઈથાય
.                   ………….આંખો ભીની થાય અનેકની.
કર્મ ખોટુ કરતાં જીવનમાં,ખોટુ પરીણામ મળી જાય
મળે અચાનક શોકજીવનમાં,ત્યાં આંખો ભીની થાય
મુક્ત થાય જ્યાં જીવદેહથી,સંબંધીના નેત્ર ભીજાય
કુદરતની છે આ કલા નિરાળી,સમયે સમજાઇ જાય
.                 ……………આંખો ભીની થાય અનેકની.

#################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment