July 31st 2011
. લફરુ
તાઃ૩૧/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લટક મટકતી ચાલ જોતાં,કળીયુગે દેહ લબડી જ જાય
બે ત્રણ ડગલાં ચાલતાં પાછળ,બરડે લાકડી પડી જાય
. ………….લટક મટકતી ચાલ જોતાં.
હાય બોલતા હૈયુ થથરે,ને ના પાછળ વળીને જોવાય
અટકી જાય એક ડગલું જગે,તો મોહ માયાએ ભટકાય
ચાર દીવસની ચાંદની ચમકે,ને અંધારૂ ઘોર થઈજાય
ના દેખાય દીવાલ કે દરવાજો,ત્યાં લફરું વળગી જાય
. …………..લટક મટકતી ચાલ જોતાં.
બંધ થાય એકઆંખ મટકી,ત્યાં સામેબીજી મટકી જાય
અણસાર દે એ તકલીફનો,જે ના માનવ દેહે સમજાય
તકલીફોના વાદળઘેરાતાં,જીવનમાંઅંધકાર શરૂથાય
આગળપાછળ ના કોઇ સહારો,આ જીદગી ત્યાંવેડફાય
. …………..લટક મટકતી ચાલ જોતાં.
===================================
July 29th 2011
. जगके संबंध
ताः२९/७/२०११ प्रदीप ब्रह्मभट्ट
ना कोइ है मेरा जगमें,और नाकोइ है पराया भी
जगके संबंध है देहके,मृत्यु पामके छुट जाते भी
. …………. ना कोइ है मेरा जगमें.
प्रेमभावकी ज्योतजले,जहां निर्मळ भावना जागे
अंतरमे जब स्नेह जागे,जगके सब जीव ये मागे
कृपाकरते है गीरधारी,जहां जीवकी भक्ति न्यारी
आकर शांन्ति मनको दे,दे जीवको जगसे मुक्ति
कृपा प्रेमकी होगी प्रभुसे,आशीर्वादकी गंगा बहेगी
. ………….ना कोइ है मेरा जगमें.
बंधहो जाते जगकेनाते,जहां भक्तिराहमील जाती
रामनामके एक रटणसे,मुक्तिद्वार भी खुल जाते
मोहमायाका छुटे बंधन,मीले भक्तिभावका सागर
और अपेक्षा दुरहीरहेती,येहीमिलती जीवको शक्ति
वाळी वर्तन सब छुट जाते,ना कभीभी बीचमे आते
. …………. ना कोइ है मेरा जगमें.
॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॓
July 28th 2011
. મમતાની કસોટી
તાઃ૨૮/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વ્હાલની નદીના નિર્મળ પાણી,જ્યાં સચવાય છે જીભની વાણી
મમતાને નાપારખ કોઇથી,એતો માતાના પ્રેમથી મળતાં જાણી
. ………….વ્હાલની નદીના નિર્મળ પાણી.
મળેલ માનવ જીવન સાર્થક કરવા,અવનીએ સૌ પ્રેમ મેળવતા
માન અપમાનની નાકોઇ માયા,જીવનમાં ના કદી પડે એ છાયા
ઉજવળજીવન મળે માનાઆશિર્વાદે,નામાયામોહને ઉભરો આવે
સાચીરાહ દેહને મળતાં જગતમાં,જીવ જન્મથી સદા મુક્તિ પામે
. …………વ્હાલની નદીના નિર્મળ પાણી.
સદવિચારની એ રાહ મળે ત્યાં,જ્યાં ભક્તિ ને મમતા સંગે રહે છે
મળતી દેખાવનીમાયા ભાગીજાતાં,નિર્મળપ્રેમની જ્યોત મળે છે
કરુણા કૃપાની અજબ છે હેલી,દઈ દે એ જીવનમાં સુવાસ મધુરી
મળે માતાનો પ્રેમ હ્ર્દયથી,પરમાત્મા પ્રેમે મળે મુક્તિ જીવનથી
. ……………વ્હાલની નદીના નિર્મળ પાણી.
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=
July 28th 2011
. લાગણી
તાઃ૨૮/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કદર કામની કેડી ન્યારી,મળતાં ધન્યજીવન થઈ જાય
લાગણીમાયા બાંધીરાખતાં,આ જીવનમુક્તિએ મહેંકાય
. ………….કદર કામની કેડી ન્યારી.
મનની મતિને સમજી લેતાં,તેનીગતિ ત્યાં અટકી જાય
નિર્મળતા એતો સાચી છે મુડી,જે સમયેજ પરખાઇ જાય
મળે લાગણીઆજગે દેખાવની,જે ઘડીકમાં પકડાઇ જાય
મોકળી રાખતાં જીવથી દેહે,શીતળ સવારસાંજ થઇજાય
. …………કદર કામની કેડી ન્યારી.
બંધ આંખે આંસુ લુછવા,નાકોઇથી હાથ કદી લાંબો થાય
નાતાકાત કોઇ જીવનેજગે,કે તે આંખમાં ડોકીયુ કરીજાય
ખુલી આંખના તો ખેલ અનોખા,જે દુરથી જ દેખાઇ જાય
લાગણીપ્રેમ એ અંતરના,જે સાચી ભાવનાએ મળી જાય
. ………… કદર કામની કેડી ન્યારી.
+++++++++++++++++++++++++++++++++++
July 28th 2011
. ડગલાંની દોર
તાઃ૨૮/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માગણી કદીના મનથી કરવી,એ કર્મના બંધને મેળવાય
જીવની જ્યોત પ્રગટે છે ત્યાં,જ્યાં મુક્તિ માર્ગ મળી જાય
. ………..માગણી કદીના મનથી કરવી.
કદમ ભરે જ્યાં બાળક ઘરમાં,ત્યાંથી ચાલતા શીખી જાય
આંગળીપકડી માતાની જ્યાં,ત્યાં દેહે સભાનતા મેળવાય
માનવદેહની સમજ અનોખી,જે તેના ડગલાથી જ દેખાય
એક એક ડગલું સાચવતાં,જીવનમાં સરળ રાહ મળી જાય
. ………. માગણી કદીના મનથી કરવી.
જુવાનીના જોશને સાચવી,જીવથી ભક્તિભાવ સચવાય
નાજુક દેહને કેડી મળતાં,જીવનો આજન્મ સફળ થઈજાય
ભણતરની સીડીને જોતાં,ત્યાં મહેનતનો સંગ લેવાઇ જાય
મળે દેહને લાયકાત જીવનમાં,જે જીવન સાર્થક કરી જાય
. ………..માગણી કદીના મનથી કરવી.
===============================
July 27th 2011
. માટીની પરખ
તાઃ૨૭/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનો સંબંધ છે દેહથી,જે જન્મે માટીથીજ પરખાય
માતાના દુધની એ સુવાસ,તેના વર્તનથી ઓળખાય
. ………….જીવનો સંબંધ છે દેહથી.
અવનીની આ વિશાળભુમી,પણ પવિત્ર થોડી કહેવાય
પાવનકર્મની કેડી દેવા,પરમાત્મા જ્યાં અવતરી જાય
ભારત એવી કર્મભુમી છે,જ્યાં શ્રીરામકૃષ્ણ જન્મી જાય
ભક્તિભાવની રાહ બતાવીને,આ જન્મ સફળ કરી જાય
. …………જીવનો સંબંધ છે દેહથી.
હાય બાયની ટૂકી લાગણી,અહીં આવી ને જ સમજાય
મળતાં ઉભરે પ્રેમ દેખાવનો,જે જતાં જ વિસરાઇ જાય
મારુ તારુ ત્યાં અટકીજ રહે,જ્યાં સુધી દેખાવ ટકી જાય
સહજતાં જે રહે જન્મ સંગે,અહીં આવીને વિસરાઇ જાય
. ………..જીવનો સંબંધ છે દેહથી.
———————————————-
July 25th 2011
વેરઝેરના વાદળ
તાઃ૨૫/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આ તારું છે ને આ મારુ છેં,એ માનવ મનની ચાહત એક
સમજણનો સંગાથ માબાપથી,જીવન ઉજ્વળ કરી દે છેક
………….આ તારું છે ને આ મારુ છેં.
ઉજ્વળ આવતીકાલ દેહે મળે,જ્યાં સદીઓ ભુસાઇ જાય
અતિની ચાહત છોડી દેતાં,વેરઝેરના વાદળ ચાલી જાય
સમજણ એ સફળતા પણલાવે,ના માટી મોહ મળી જાય
સહવાસ સૌનો સાથે રહેતાં,માનવજન્મ સાર્થક થઈજાય
………….આ તારું છે ને આ મારુ છેં.
શીતળ સવાર મળે દેહને,ત્યાં સંધ્યાકાલ પાવન દેખાય
ઉજ્વળતાના વાદળ ઘેરા,દેહને સુખ શાંન્તિય દઈ જાય
સ્નેહાળપ્રેમ માબાપનો લેતાં,સંતાનનું ભાવીસુધરી જાય
એક પવનની મીઠી લહેરે,દુઃખના વાદળ દુર થઈ જાય
………….આ તારું છે ને આ મારુ છેં.
[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[
July 24th 2011
પ્રેમની પ્રકૃતી
તાઃ૨૪/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના છાનો રહે કે ના છપનો રહે,મળીજાય જ્યા સાચો પ્રેમ
જીવનની કેડીઓ બને નિરાળી,અંતરનો જ્યાં મળતો પ્રેમ
…………..ના છાનો રહે કે ના છપનો રહે.
મળતાં પ્રેમ માબાપનો સંતાનને,આંખો ભીની થઈ જાય
ભીનુ કોરુને પારખી લેતા માતા,પ્રેમે પડખુ બદલી જાય
પિતાનાપ્રેમની સાંકળે સંતાનનું,ભાવીપણ ઉજ્વળ થાય
મળી જાય જીવનમાં આનંદ,જ્યાં નિર્મળ પ્રેમ મેળવાય
…………..ના છાનો રહે કે ના છપનો રહે.
સતયુગ ક્ળીયુગની ઓળખાણ,મળેલ પ્રેમથીજ સમજાય
મળી જાય છે કૃપા જલાસાંઇની,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
માગણીઓને મુકતાંમાળીયે,આવી અંતરથીએ મળીજાય
ભક્તિપ્રેમની પ્રકૃતી છે એવી,જીવને મુક્તિએ દોરી જાય
. ……………ના છાનો રહે કે ના છપનો રહે.
==================================
July 23rd 2011

.
. પકડી આંગળી
તાઃ૨૩/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક પકડતાં આંગળી માની,બાળક ચાલતું થાય
પિતાની પકડી આંગળીચાલતાં,દેહ સાર્થક થાય
…………એક પકડતાં આંગળી માની.
એક ટકોર ને એક આંગળી,જે જીવનને દોરી જાય
બેની મુંઝવણ મનને લાગતાં,જીવન વેડફાઇ જાય
આધાર મળતા માતાનો,એ દેહ ચાલતો થઇ જાય
સમજીવિચારી જીવનજીવતાં,મોહમાયા ભાગીજાય
………..એક પકડતાં આંગળી માની.
પ્રેમપિતાનો સંતાનને,જીવનની રાહ બતાવીજાય
સમજી વિચારીને જગે ચાલતાં,માનવતા મહેંકાય
જીવને મળેલ સહારો કોનો,એ તો કર્મથી સમજાય
સદકર્મનીકેડી દેહનીસાચી,જ્યાં ભક્તિ્પ્રેમથી થાય
………… એક પકડતાં આંગળી માની.
____________________________________
July 22nd 2011
ઓળખાણ
તાઃ૨૨/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના લાગણી ના વાણી,ના સહવાસથી કોઇને સમજાય
દેખાવની દુનીયા દુર કરતાં,વ્યક્તિ વર્તને ઓણખાય
……….ના લાગણી ના વાણી.
આવીઆંગણે જ્યાં પ્રેમ ધરે,ત્યાં ચેતી ચાલજો આજ
સમજણમાં થોડી જો ભુલ થઈ,તો બુધ્ધિ તમારી ડુલ
એક આફતથી છુટતાં તમને,બીજી તરત મળશે જરૂર
દરીયો તકલીફનો મોટો,હલેશાથી ના જાય કદીએ દુર
………..ના લાગણી ના વાણી.
આશરો લીધો જ્યાં સાચી ભક્તિનો,કૃપા કરશે કરતાર
મળશે મંજીરાનો રણકાર જીવનમાં,ભાગશે વ્યાધી દુર
વર્તન એતો અરીશો દેહનો,જે દઈદે સાચી ઓળખાણ
તનનેશાંન્તિ મનનેશાંન્તિ,જ્યાં ઓળખાણ સાચીથાય
………..ના લાગણી ના વાણી.
++++++++++++++++++++++++++++++