December 12th 2009
જગતની લીલા
તાઃ૧૧/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની લીલા એવી,ભઇ જેવા સાથે તેવા
સતયુગની ભઇ લીલા હતી,સહન કરે તે મોટો
એવી જગતનીલીલાને,ભઇ પ્રભુ ભજે એ તોડે
……..કળીયુગની લીલા એવી.
મદમોહને માયાવળગે,ત્યાં સ્વાર્થ આવી જાય
કોઇનુકદી સારું ના જોવા,આંખો ત્યાં ફરી જાય
અહંની ઓઢણી લઇને,માથુ જ ત્યાં ઢંકાઇ જાય
સ્વાર્થનીસીડી પરચઢતાં,નાઉંડાઇ સાચીદેખાય
………કળીયુગની લીલા એવી.
સત્યકર્મને વાણીવર્તન,જ્યાંસતકર્મનેઓળખાય
સાર્થકમાનવ જન્મકરવા,પગલેપગલુ સચવાય
દુઃખનીકેડી દુર ભાગે,ને જીવેસદા સુખ વરતાય
યાદ કરે જગમાં કામને,જે દેહ છુટતાં થઇ જાય
………કળીયુગની લીલા એવી.
+++++++++++++++++++++++++++++++
November 29th 2009
તંદુરસ્તી
તાઃ૨૮/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયસર રાત્રે સુઇ જતાં ભઇ
શરીરને જોઇ તો આરામ મળે
સવારે ઉઠતાં પ્રભુ સ્મરણથી,
ઉજ્વળ માનવ જીવન સફળ બને
……….સમયસર રાત્રે સુઇ જતાં.
સવારે ઉઠતા દાતણપાણી,પહેલાં લોટો પાણી પીજવું
દાતણ દાંત સાફકરે ને પાણી પેટ પણ સાફ કરીજાય
પાચન શક્તિ મેળવી લેતા ભઇ તંદુરસ્તી મળી જાય
સ્નાન કરી લેતા દેહ શુધ્ધ થતાં પ્રભુ પુંજા કરી લેવી
………સમયસર રાત્રે સુઇ જતાં.
ચા નાસ્તાનો વારો પછી પહેલા સેહદનુ ધ્યાન રાખો
ગરમપાણીમાં ચમચી તજનોપાવડર ને ચમચી મધ
હલાવી પી જતાં લોહીશુધ્ધ ને શક્તિદેહને મળીજશે
થાક દીવસનો દુરજ રહેશે ને સ્ફુરતી દેહનેમળી રહેશે
………સમયસર રાત્રે સુઇ જતાં.
કેળુ દીવસમાં એક ખાતા, હાડકા મજબુત બની રહેશે
કોબીચ,ગાજરને રીંગણખાતા,શરીરમાં શક્તિસચવાસે
ડૉક્ટર દુર રહેતા જીવનમાં,મનને ખુબ શાંન્તિ મળશે
ઉંમરની ના ચિંતા કોઇ,રહો અમેરીકા કે ભારત ક્યાંય
………સમયસર રાત્રે સુઇ જતાં.
જેનુ મન તંદુરસ્ત,તન તંદુરસ્ત,જેની ભક્તિ તંદુરસ્ત
તેનુ ઉજ્વળ જીવન ને સફળ જન્મ,મળે બધુ તત્પળ
પ્રભુકેરો સહવાસ મળે જ્યાં ધર્મોમાં બંધાયેલછે લંઘર
કુદરતની અમી દ્રષ્ટિમાં,સહવાસ શીતળ ઘરની અંદર
………સમયસર રાત્રે સુઇ જતાં.
????????????????????????????????????????????????????
October 24th 2009
ઘેરા વાદળ
૨૩/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિરખી ગગનમાં અંધકાર, નૈનો કાયમ ઢળી પડે
અણસાર મેઘરાજાનો થાય,વાદળ ધેરા ફરી વળે
…..નિરખી ગગનમાં અંધકાર.
શનનન કરતી લહેર પવનની,મૃદુતા દેતી જાય
મહેંક મનને મળી જતા,જીવન લહેર પામી જાય
કુદરતનો સંકેત થતાં,માનવમન પ્રજ્વલીતથાય
અણસારની ચિનગારીએ જ,પ્રભુ કૃપા મળી જાય
……..નિરખી ગગનમાં અંધકાર.
વિજળીનો ચમકાર નિરખી,માનવતા જાગી જાય
માટીની સોડમ મળી જતાં,દેહે માનવતા મહેંકાય
મેઘરાજાના આગમનનો,જગે અણસાર મળી જાય
પૃથ્વી પરનો આનંદ અનેરો,ઘેરા વાદળ દઇ જાય
……. નિરખી ગગનમાં અંધકાર.
###################################
October 11th 2009
શિયાળાની શીતળતા
તાઃ૧૧/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવનની મીઠી લહેર મળે,ને ઉમંગ આનંદ વિભોર
હૈયે ઉભરે હેત કુદરતથી, એ છે શિયાળાની પહોર
……પવનની મીઠી લહેર મળે.
પંખીડાનો મીઠો કલરવ, ને ફરર ફરર ઉડતા જાય
ચકલીની ચીંચીં સંભળાય,ત્યાં કોયલનો ટહુકોથાય
મધુર પવન મહેંક લાવે,જે જીવનને મહેંકાવી જાય
કરુણા માનવીપરપ્રભુની,મહેનતથી જીવન હરખાય
……પવનની મીઠી લહેર મળે.
પરમાત્માની દ્રષ્ટિ નિરાળી,સુર્ય કીરણથી મેળવાય
કોમળતા કીરણોની અવનીએ,પ્રભાતે પામી લેવાય
ઠંડોપવન ને ઠંડી લહેર,જગતજીવને શાંન્તિ દેવાય
મળી જાય પ્રેમ કુદરતનો,ત્યાં જીવન પાવન થાય
……પવનની મીઠી લહેર મળે.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
October 8th 2009
શીતળપ્રેમ
તાઃ૬/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ચાંદનીની શીતળતામાં,તારલીયા ચમકી જાય
અનંતઆનંદની મળે જ્યોત,જીવન મહેંકી જાય
…….ચાંદનીની શીતળતામાં.
કરુણા કુદરતનીઅપાર,ને સૃષ્ટિનો મળે સથવાર
અમૃત તણી મહેંકમાં,માનવ જીવન મલકી જાય
સાચોપ્રેમ ને સાચો સ્નેહ,ત્યાંઅંતર ઉભરાઇ જાય
નિર્મળતાના વાદળ મળે,ને કોમળતા મળી જાય
…….ચાંદનીની શીતળતામાં.
જોઇ એકલકીર જીવનમાં,જ્યાં જન્મસફળ દેખાય
ભક્તિની જો પ્રીત મળે,તો પ્રભુકૃપાય મળી જાય
નાશ્વન્તજીવનની નાકડીરહે,જીવ મુકિતપામીજાય
કોમળકિરણને કુદરતપ્રેમ,જે અવનીએ આવીજાય
……. ચાંદનીની શીતળતામાં.
+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+=+
September 6th 2009
પ્યારી સુગંધ
તાઃ૫/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મોગરાની માયા મને ને ગુલાબની પાંદડીઓથી
સુગંધનીપ્રસરે લહેર જગમાં જ્યાંખીલે તાજાફુલ
……મોગરાની માયા મને.
કુદરતના આ સંસારમાં માનવ મન સદા મલકે
પામર જીવને મહેર મળે જ્યાં પ્રેમના ખીલેપુષ્પ
…….મોગરાની માયા મને.
મજધાર મહી નામન લલચાયે કે નામોહ વળગે
પ્રેમ પ્રસરે જગમાં એવો નામાગણી મનમાં ઝંખે
…….મોગરાની માયા મને.
શણગાર સજ્યા મેં દ્વારે એવા પરમપિતા પધારે
મનમાંરાખી પ્રેમ જલાસાંઇથી કરુહુ ભક્તિ વધારે
……..મોગરાની માયા મને.
મોગરાની મધુર મહેંક એવી ભક્તિની શીતળતા
ગુલાબની પાંદડી પાવન ઉજ્વળઘર બને મંદીર
……. મોગરાની માયા મને.
કુદરતની છે કરુણા નિરાળી જીવને દે ઉજ્વળતા
પ્રકૃતિનો પ્રેમ મળે જીવને જ્યાં નાશ્વંત દેહ નમે
……. મોગરાની માયા મને.
================================
September 1st 2009
પવનની લહેર
તાઃ૩૧/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મંદ પવનની લહેર લાવે શીતળતાને સાથ
આવે જીવનમાં દેવાને ઉજ્વળજીવન આજ
…….મંદ પવનની લહેર.
પ્રેમ ભરેલા વાદળ દીસે મન મહેંકવા કાજ
સુર્ય કિરણની ચમક એવી લાવે એક ઉજાસ
સ્પંદન દેતો વાયરો આવે નેહૈયે ટાઠક થાય
મળતી એકલહેર એવી માનવીમન હરખાય
…….મંદ પવનની લહેર.
પ્રભાતની એ કોમળતામાં જીવનમહેંકી જાય
કલરવ ક્યાંક કાને પડતા મધુરમન મલકાય
સુગંધ પુષ્પતણી આવે ત્યાં આંખોછે પલકાય
શબ્દ ના સંગાથ દે કે જે જીભથી કંઇ બોલાય
…….મંદ પવનની લહેર.
++++++++++++++++++++++++++++++++
July 26th 2009
વહેતા ઝરણાં
તાઃ૨૬/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ખળખળ વહેતા ઝરણાં,પર્વત પર પ્રેમે વહેતા
મધુરતાની મહેંક દેખતા, માનવ મનડાં હરતા
……….ખળખળ વહેતા ઝરણાં.
કુદરતની આલીલા ન્યારી,પ્રેમની ભરીદે પ્યાલી
દ્રષ્ટિનો સહવાસ રહે ત્યાં, ઉજ્વળ જીવન રહેતા
……….ખળખળ વહેતા ઝરણાં.
મંદપવનની લહેરલેતા,ખળખળએવો અવાજ દેતા
વહેતા નાનાઝરણાંએવા,જીવજગતના શાંન્તિલેતા
………ખળખળ વહેતા ઝરણાં.
સાગરનો સથવારો નાલેતા,કે ના નદીના વહેણનો
મૃદુ જીવન જગને દેતા,એવા નાના ઝરણા વહેતા
……….ખળખળ વહેતા ઝરણાં.
પર્વતના ઝરણાને જોતા,શાંન્તિ સૃષ્ટિતણીએ લેતા
મધુર પવનને નિર્મળ વહેણ,માનવજીવે કરે પહેલ
……….ખળખળ વહેતા ઝરણાં.
ના મોહ કે માયા દેખાતી, સૃષ્ટિ જ્યાં સહવાસ દેતી
માનવતાની મહેંકનિરખી,જ્યાંનદીનુમિલનએ લેતી
……….ખળખળ વહેતા ઝરણાં.
///////////////////////////////////////////////////
July 18th 2009
શ્રીરામને વિનંતી
તાઃ૧૮/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મેઘરાજાને પ્રેમથી કહેજો, પધારે અષાઢથી અવનીએ
રાહ માનવી જોઇરહ્યાછે,મહેંક ધરતીનીશીતળ કરવાને
……..મેઘરાજાને પ્રેમથી કહેજો.
વાદળ કેરી ચહલપહલથી,અણસાર પ્રભુજી દેજો અમને
કાળા ભમ્મર ગાજી રહેએ, ટહુકો મોરલાનો સુણી લઇએ
અથડામણની ગર્જના સાંભળી,વિજળીના ચમકાર દીસે
શીતળલહેર પવનનીમળતાં,આવીરહે અવનીઅધીકારી.
……..મેઘરાજાને પ્રેમથી કહેજો.
જીવમાત્રને મળતી શાંન્તિ,પ્રેમભક્તિથી ભાગે અશાંન્તિ
આવે અવનીએ મહેંરથઇને,જમીન ખેતરને પાણીદઇને
ફોરમ ધરતીની મહેંકી ઉઠે,ને પ્રાણીપશુને મળતી પ્રીત
એવી દયા જગતપિતાની,જીવમાત્રપર કૃપાની આરીત
……..મેઘરાજાને પ્રેમથી કહેજો.
++++++++==============+++++++++++=======
July 7th 2009
પક્ષીની આંખ
તાઃ૬/૭/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંબા ડાળે કોયલ બેઠી કુઉ કુઉ કરતી મલકાય
શીતળતાની મહેંકમાણતી અંતરથી એ હરખાય
………આંબા ડાળે કોયલ બેઠી.
કુદરતની અસીમ લીલા જોઇ મન તેનુ લલચાય
નિરખી માનવદેહને આજે હૈયે આનંદઆનંદ થાય
સ્વરની સરળતામાં એ અંતરનો પ્રેમ દર્શાઇ જાય
કોયલનીઆંખ નિરાળી કુદરતનીકૃપા નિરખીજાય
…….આંબા ડાળે કોયલ બેઠી.
કા કા કરતો કાગડો સંસારની સરગમ નીરખી ચાલે
જ્યાં ત્યાં ના બોલે એ કા કા સમયને પારખી જાય
દુઃખનાધેરા વાદળ આવતાજોઇ ડાળે આવે સૌ દોડી
સુખદુઃખના સંગાથી એવા કાગનીઆંખે આવે પાણી
…….આંબા ડાળે કોયલ બેઠી.
પ્રભુકૃપા છે જગમાંન્યારી ના સમજે માનવી કોઇકાળે
વૃક્ષ ડાળે આવે પક્ષી જ્યારે તોય ના સમજી કંઇજાણે
ચકોર એવી આંખ પક્ષીની જે પૃથ્વી પરની લીલાદેખે
આવી આંગણે પોકાર કરે ને ભવસાગરમાં મહેક લાવે.
……….આંબા ડાળે કોયલ બેઠી.
(((((((((()))))))))))))(((((((((())))))))))((((((((()))))))))((((((((())))))))