July 26th 2009

વહેતા ઝરણાં

                 વહેતા ઝરણાં

તાઃ૨૬/૭/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ખળખળ વહેતા ઝરણાં,પર્વત પર પ્રેમે વહેતા
મધુરતાની મહેંક દેખતા, માનવ મનડાં હરતા
                        ……….ખળખળ વહેતા ઝરણાં.

કુદરતની આલીલા ન્યારી,પ્રેમની ભરીદે પ્યાલી
દ્રષ્ટિનો સહવાસ રહે ત્યાં, ઉજ્વળ જીવન રહેતા
                         ……….ખળખળ વહેતા ઝરણાં.

મંદપવનની લહેરલેતા,ખળખળએવો અવાજ દેતા
વહેતા નાનાઝરણાંએવા,જીવજગતના શાંન્તિલેતા
                        ………ખળખળ વહેતા ઝરણાં.

સાગરનો સથવારો નાલેતા,કે ના નદીના વહેણનો
મૃદુ જીવન જગને દેતા,એવા નાના ઝરણા વહેતા
                         ……….ખળખળ વહેતા ઝરણાં.

પર્વતના ઝરણાને જોતા,શાંન્તિ સૃષ્ટિતણીએ લેતા
મધુર પવનને નિર્મળ વહેણ,માનવજીવે કરે પહેલ
                             ……….ખળખળ વહેતા ઝરણાં.

ના મોહ કે માયા દેખાતી, સૃષ્ટિ જ્યાં સહવાસ દેતી
માનવતાની મહેંકનિરખી,જ્યાંનદીનુમિલનએ લેતી
                              ……….ખળખળ વહેતા ઝરણાં.

///////////////////////////////////////////////////

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment