December 12th 2009

જગતની લીલા

                   જગતની લીલા

તાઃ૧૧/૧૨/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળીયુગની લીલા એવી,ભઇ જેવા સાથે  તેવા
સતયુગની ભઇ લીલા હતી,સહન કરે તે મોટો
એવી જગતનીલીલાને,ભઇ પ્રભુ ભજે એ તોડે
                     ……..કળીયુગની લીલા એવી.
મદમોહને માયાવળગે,ત્યાં સ્વાર્થ આવી જાય
કોઇનુકદી સારું ના જોવા,આંખો ત્યાં ફરી જાય
અહંની ઓઢણી લઇને,માથુ જ ત્યાં ઢંકાઇ જાય
સ્વાર્થનીસીડી પરચઢતાં,નાઉંડાઇ સાચીદેખાય
                    ………કળીયુગની લીલા એવી.
સત્યકર્મને વાણીવર્તન,જ્યાંસતકર્મનેઓળખાય
સાર્થકમાનવ જન્મકરવા,પગલેપગલુ સચવાય
દુઃખનીકેડી દુર ભાગે,ને જીવેસદા સુખ વરતાય
યાદ કરે જગમાં કામને,જે દેહ છુટતાં થઇ જાય
                      ………કળીયુગની લીલા એવી.

+++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment