December 14th 2009

ચિંતાનું બારણુ

                      ચિંતાનું બારણું

તાઃ૧૩/૧૨/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક,બે,પંદર,વીસ,પચીસ ગણતાં,ઉંમર વધતીજ જાય
બેપગની સાથે ચાલવાસમયે,ત્રીજી લાકડી આવી જાય
કુદરતનો નિર્મળ નિયમ,ત્યાં ચિંતાનુ બારણુ ખુલી જાય
                         ………એક,બે,પંદર,વીસ,પચીસ.
મન મહેનતને ઉજ્વળ જીવન,દેહની સાથે જ હરખાય
સફળતાના સહવાસમાં,પ્રેમાળ સાથ સૌના મળી જાય
કદમ કદમની પારખ છે પ્યારી,જે બુધ્ધિથી જ તોલાય
સંસ્કાર મળે જ્યાં માબાપના,ત્યાં ચિંતા આઘી જ જાય
                       ………..એક,બે,પંદર,વીસ,પચીસ.
સરળતાના સહવાસમાં,જીવોના સાચા સંબંધો સચવાય
મળેલ  ભક્તિનો   તાંતણો,જે   કુટુંબના પ્રેમથી જ દેખાય
ઉંમરની એક અજબ સીડી,જે દેહને સમયે પકડીને જાય
લાકડી હાથમાં આવતાં જગમાં,આધારી જીવન કહેવાય
                        ……….એક,બે,પંદર,વીસ,પચીસ.
મુક્ત મન અને સ્વતંત્ર જીવન,જ્યાં પારકી દોરે બંધાય
ડગલે પગલે સાચવીચાલો,તો સહકાર સૌને પ્રેમે લેવાય
ચિંતાની ના વ્યાધીરહે દેહને,જ્યાં લાયકાત છે કેળવાય
સઘળા જીવ જ્યાંવ્હાલે ઉભરે,ત્યાં વ્યાધી કોઇ ના દેખાય
                        ………..એક,બે,પંદર,વીસ,પચીસ.

૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨