December 27th 2009

ઠંડીની લહેર

                     ઠંડીની લહેર

તાઃ૨૭/૧૨/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શિયાળાની શીતળતામાં જ,મધુર મહેર મળી જાય
આજ અમારે આંગણે ભઇ,ઠંડીની લહેર આવી જાય
                          ……….શિયાળાની શીતળતામાં.
બારણું ખોલતા મહેંક આવે,જાણે પ્રસરી પ્રેમે જાય
બંધ આંખે લહેર લાવે,જે મનમાં શાંન્તિ દે અપાર
ઉજ્વળ જીવન લાગે આજે,જાણે સ્વર્ગ આવ્યું દ્વારે
દીલ જીત્યુછે પરમાત્માએ,નાકોઇથી જગતમાં હારે
                          ……….શિયાળાની શીતળતામાં.
શીતળ એવો વાયરો આ,જ્યાં પ્રેમનીપડે છે વર્ષા
હૈયામાંથી હેત વરસે એ, ના રોકી શકે કોઇ ઘરના
આનંદ આનંદ ચારે કોર,ને શીતળતાનો સહવાસ
નાઅપેક્ષા માનવીનીરહે,જ્યાં કુદરતલાવે સમતા
                            ………શિયાળાની શીતળતામાં.
પ્રભુકૃપા ને પ્રેમજગમાં,સાચી માનવતાએ લેવાય
પ્રેમવરસે જ્યાં પરમાત્માનો,ના શબ્દોથી કહેવાય
લાગણીમાં માગણી રહી છે,જે દેહ ને વળગી આજ
લહેર મળતા ઠંડીની આજે,સૌ ભુલી ગયા ગઇ કાલ
                           ……….શિયાળાની શીતળતામાં.

“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””

December 27th 2009

અપેક્ષા

                         અપેક્ષા

તાઃ૨૬/૧૨/૨૦૦૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોની કેવી માગણી જગમાં, ના કોઇથી સમજાય
કેટલી કેવી કોની અપેક્ષા,સમયે  પારખી લેવાય
                     ……..કોની કેવી માગણી જગમાં.
સંતાન બનીને આવતા,માબાપનો પ્રેમમળી જાય
પવિત્રપાવન જીવનમાં,પરમાત્માનીકૃપામેળવાય
મહેનત અને લગન મળે,ત્યાં સફળતા મળી જાય
નારહે અપેક્ષાકોઇની,નેસંતાનનુ જીવનમહેંકી જાય
                 ……….. કોની કેવી માગણી જગમાં.
ભણતરના દ્વારે આવતાં,મહેનત મનથી કરીલીધી
સફળતાના સહવાસે રહેતા,ઉજ્વળ જીંદગી આણી
સોપાનના હર પગથીએ,મહેનત સૌએ જાણીલીધી
ના અપેક્ષા મનમાંરહે,જ્યાં ભણતરે સફળતા મળી
                   ……….. કોની કેવી માગણી જગમાં.
ભક્તિએ ના દેખાવ દીસે,ત્યાં મનથી ભક્તિ થાય
ના મંદીરનાદ્વાર શોધવાપડે,જ્યાંઘરમાંપ્રભુભજાય
શ્રધ્ધાના માર્ગે ચાલતા,જીવનમાં ના અગવડ નડે
નાઅપેક્ષા કૃપાનીરહે,એતો સાચીભક્તિએ મળીરહે
                   ……….. કોની કેવી માગણી જગમાં.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦