December 2nd 2009

ભક્તિનો રણકાર

                       ભક્તિનો રણકાર

તાઃ૧/૧૨/૨૦૦૯                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો રણકાર એવો, જ્યાં પ્રભુ ભીખ માગવા આવે
વિરબાઇની માગણી કીધી,જ્યાં જલારામે ભક્તિ લીધી
                            ……….ભક્તિનો રણકાર એવો.
મૃત્યુનો ના અણસાર રહે,જ્યાં જીવને મુક્તિ મળી જાય
પ્રેમ પામી પરમાત્માનો,જગમાં જન્મ સફળ થઇ જાય
લાગણી માયા છે દેહના બંધન,જે જીવથીજ છુટી જાય
આવે  આંગણે ભીખ માગવા,જે  જગના છે  પાલનહાર
                            ……….ભક્તિનો રણકાર એવો.
ભક્તિસાચી મનથીકરતાં,જીવથી અળગારહે મોહમાયા
સાચી જીવને કેડીમળતાં,બંધન થાય જગતનાઅળગા
આંગણે આવે પરમપિતા જ્યાં,ત્યાં મુક્તિ દોડી આવે
જન્મનાબંધન જગના છુટે,એ સાચી ભક્તિનો રણકાર
                            ……….ભક્તિનો રણકાર એવો.

++++++++++++++++++++++++++++++++++