December 8th 2009

નામે નામનુ લગ્ન

                 ૐ નમઃશિવાય   ૐ નમઃશિવાય
 
                   નામે નામનુ લગ્ન

 તાઃ૨૯/૧૧/૨૦૦૯       (રવિવાર)     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વ્હાલા મારા નામે નામનું,ભારતમાં લગ્નથયુ એ જાણ્યું
બેડવા ગામથી નીકળી જાન,ને આણંદમાં જઇને માણ્યું

ધોતીયુ જ્યારથી અંગેઆવ્યું,ભક્તિ સુખ ત્યારથી આવ્યુ
ૐ નમઃશિવાયની ધુનવાગતા,શિવભક્તિએ મન લાગ્યુ

આશિર્વાદ વડીલોના મળી ગયા,ને પ્રેમ નયનભાઇ નો
માતાપિતા ને વિરાટકાકાનીકૃપા,એ અમેરીકા લઇઆવી

ભજનભક્તિથી ને શ્રધ્ધા રાખી,અહીં પુંજા પ્રેમથી કરતો
સ્વીકારી ભોળાનાથે ભાવના,નેચીં.પુંજાને પરણી લાવ્યો

પિતા ભાસ્કરભાઇનો વ્હાલો,ને મમ્મીનો પણ એ લાડલો
બ્રામણ કુળનુ ગૌરવ એવો,હ્યુસ્ટન શિવમંદીરમાં આવ્યો

ભણતરની સીડીપકડી જ્યાં,ત્યાં સોપાન સિધ્ધિના મળ્યા
માગણી પરમાત્માથી ભક્તિની,અંતે જન્મસફળ છે કરવા

+++++++++++++++++++++++++++++++++++++++++

      હ્યુસ્ટનના પવિત્ર શિવમંદિરના પુંજારી શ્રી પ્રદીપ પંડ્યાના આણંદમાં
તાઃ૨૯/૧૧/૨૦૦૯ નારોજ ચીં. પુંજા  સાથે લગ્ન થયા તે પવિત્ર પ્રસંગની
યાદમાં શ્રી ભોલેનાથની કૃપાથી આલખાણ લખાયેલ છે જે યાદ રુપે અર્પણ.
પ્રદીપ બ્રહ્મભટ્ટ.(હ્યુસ્ટન).