December 24th 2009

આવજો વ્હેલા

                        આવજો વ્હેલા

તાઃ૨૩/૧૨/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઘરવાળાની વાટ હું જોતી, સંધ્યાકાળને ટાણે
આવશે  વ્હેલા કામથીજ્યારે,પ્રેમ મેળવું ત્યારે
                    ……..ઘરવાળાની વાટ હુ જોતી.
સવારના સથવારમાં,ચા નાસ્તો સાથે કરતા
પ્રેમથી પાપડ પુરી ખાતા,ઘુંટડો ચાનો લેતા
જીવનમાં આનંદ મહેંકતા,પ્રભુ કૃપાને જોતી
ભાગ્ય ખુલ્યા મારા,જ્યાં જલાસાંઇને ભજતી
                   ………ઘરવાળાની વાટ હુ જોતી.
મળી ગયો પ્રેમમાબાપનો,હું લગ્ન કરીને આવી
વહુ,પુત્રીની મળીદ્રષ્ટિ,ત્યાં સિંદુર શીતળ લાગ્યુ
પ્રેમ પતિનો દિલથીમાણી,ખુશી જીવનમાંઆવી
આવશે વ્હેલા વ્હાલામારા,જીવનમાં મહેંક લાવી
                     ……..ઘરવાળાની વાટ હુ જોતી.

===============================

December 24th 2009

પ્રેમ માબાપનો

                          પ્રેમ માબાપનો

તાઃ૨૩/૧૨/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જો પ્રેમ માબાપનો,તો ઉજ્વળ જીવન થાય
ઉજ્વળ જીવન થઇ જતાં,જન્મ સફળ થઇ જાય
                      ………મળે જો પ્રેમ માબાપનો.
મનમંદીરના દ્વાર ખુલે,જ્યાં આશીર્વાદ મળી જાય
પ્રભુ કૃપાની પાવનવર્ષા,માબાપની સેવાએ થાય
એક મહેંક માનવતાનીમળે,જ્યાં જીવે શાંન્તિ થાય
ના માગણી કે અપેક્ષા રહે,માનવજન્મ મહેંકી જાય
                      ………મળે જો પ્રેમ માબાપનો.
અવનીપરના આગમનમાં,જો માનવદેહ મળી જાય
સમજ વિચારી જીવન જીવતાં,પાવન આંગણું થાય
બાળપણની માયાઅનોખી,જ્યાં કૃપા માબાપનીથાય
ઉજ્વળ જીવન પામવા જીવને,પ્રભુ કૃપા મળી જાય
                       ………મળે જો પ્રેમ માબાપનો.
જન્મ મળતાં દેહનો જગમાં, સહવાસ સથવારનો છે
ગતી મતિની  જગમાં ન્યારી,ના કોઇથી એ પરખાય
પ્રેમ માબાપનો નિર્મળ મળતાં,જીવને સમજાઇ જાય
ભાગ્યવિધાતા પરમાત્માની,સાચીભક્તિ મનથીથાય
                        ………મળે જો પ્રેમ માબાપનો.

+++++++++++++++++++++++++++++++++++