December 17th 2009

વ્હીસલ વાગી

                          વ્હીસલ વાગી

તાઃ૧૬/૧૨/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગામની હું ભઇ ગોરી છોરી,નમણી નાજુક કમર વાળી
ચાલતી જ્યારે શેરીમાં,ત્યારે પડતીનજર સૌની ત્રાસી 
                          ………  ગામની હું ભઇ ગોરી છોરી.
લીપસ્ટીક તો  હોઠથી હુ દુરરાખુ,ના કદી મેં લાલી જોઇ
કુદરતના આનિર્માણ દેહને,સાચવીસમજી જગે હું રાખુ 
વાળમાથાના હું ઓળીરાખુ,ના પવનકદીયે પકડે એમ
તોયકળીયુગમાં નાસમજાય,કે વ્હીસલવાગે પાછળકેમ
                           ……… ગામની હું ભઇ ગોરી છોરી.
વામન જીવની વામન વૃત્તિ,ના વિરાટ કદી એ વિચારે
જન્મમરણ વચ્ચેનાજીવનને,નામાનવી સમજે કોઇકાળે
મુખથીવાગે વ્હીસલ જ્યારે,ના સમજ આંખનેપડે ત્યારે
આસમજને ના શરમઅડે,કેના ઉજ્વળતાના સોપાન જડે
                           ……….ગામની હું ભઇ ગોરી છોરી.
માતાપિતાના સંસ્કારમાં,તો માનવજીવનને મહેંક મળે
સુંદરતાના સહવાસમાંરહેતા,પુષ્પતણી સુવાસમળીરહે
ગૃહજીવનની સુંદરકેડીપકડતા,નાઆંખોથીકળીયુગદીસે
વ્હીસલ છે વકરેલીવૃત્તિ,સાંભળતા હૈયેથી ધ્રુણાજ નીકળે
                              ……..ગામની હું ભઇ ગોરી છોરી.

===================================