December 5th 2009

કળીયુગી કક્કો

.                        .કળીયુગી કક્કો

તાઃ૫/૧૨/૨૦૦૯                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક  એટલે કદી સીધુ ના વિચારવુ.
ખ એટલે ખાવુ પીવુ અને લહેર કરવી.
ગ  એટલે ગઇકાલને ભુલી જવી.
ધ એટલે ધરનો વિચાર ના કરવો.
ચ  એટલે ચતુરાઇને નેવે મુકવી મશીન પર આધાર રાખવો
છ એટલે છેતરવાની વૃત્તિ રાખવી.
જ એટલે જરુર કરતા વધારે બોલવુ.
ઝ  એટલે ઝીબાજોળીમાં સમય બગાડવો.
ટ  એટલે ટકોર થાય તોય ધ્યાન ના આપવુ.
ઠ  એટલે ઠપકો મળતા આગળ જવુ.
ડ  એટલે ડફોળની જેમ ફાંફા મારવા.
ઢ  એટલ્રે ઢગલો જોઇ ટુટી પડવુ.
ણ એટલે ફેણ રાખીને જીવવું.
ત એટલે તમે તમારૂ સંભાળો.
થ એટલે થપ્પડ પડે પછી રડો
દ એટલે દગાને મહત્વ આપો.
ધ એટલે ધજા લઈ ફર્યા કરો.
ન એટલે ના બોલ્યામાં નવ ગુણ.
પ એટલે પારકા પર આધાર રાખવો.
ફ  એટલે ફાવે નહીં ત્યાં નીચી મુંડી કરી લેવી.
બ એટલે બોલવુ બહુ કામ પછી કરવું.
ભ એટલે ભરેલ ભાણે બેસી જવું.
મ એટલે મમતાને નેવે મુકી દેવી.
ય એટલે યાદ રાખવાની ટેવ ભુલી જવી.
ર  એટલે રખડપટ્ટીમાં સમય પસાર કરવો.
લ એટલે લફરાંને વળગી ચાલવું.
વ એટલે વાતો મોટી મોટી કરવી.
સ એટલે સચ્ચાઇને નેવે મુકી દેવી.
શ એટલે શણગાર સજી ફર્યા કરવું.
હ એટલે હરામનુ ખાવાની ટેવ રાખવી.
ક્ષ એટલે ક્ષતીને ના ગણકારવી.
જ્ઞ એટલે જ્ઞાનને નેવે મુકી જીવન જીવવું.

%%%%%%%%%%%%%%%%%%%%%

December 5th 2009

ધ્રુવનો તારો

                   ધ્રુવનો તારો
              
તાઃ૪/૧૨/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અસંખ્ય તારા નભમાંશોભે,જગમાં ગણી શકેના કોઇ
છોને જીભે ઘણીયે ભાષા,ના ગુજરાતીની તોલે કોઇ
                           ……….અસંખ્ય તારા નભમાં.
કુદરતની એ અપાર લીલા,દે અસંખ્યનો  અણસાર
શોધા શોધની માનવ પીડા,જીવ જગે ભટકે હરદ્વાર
તારલીયાની ટમટમ જોતાં,પારખી લે દ્રષ્ટિ પળવાર
અડીખમ અસંખ્યમાં ઉભો,ધ્રુવનો તારોએ ઓળખાય
                          ……….અસંખ્ય તારા નભમાં.
ભાષાની હરીયાળી અનોખી,સર્વ જીભેથી એ સંભળાય
સમજવાની એ નાકોઇ શ્રેણી,એ જગતજીવને સમજાય
અખંડ અચળ ધ્રુવનો તારો,તેમ ભાષામાં ગુજરાતી છે
સાર્થકશબ્દ ને અખુટજ્ઞાન,એ ગુજરાતીથી અનુભવાય
                            ………અસંખ્ય તારા નભમાં.

***********************************