December 16th 2009

બાપુનો ડાયરો

                  બાપુનો ડાયરો

તાઃ૧૫/૧૨/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હે..ઉઠી સવારમાં પગે લાગો માબાપને,
    ને જલ્દી નાહીધોઇ તૈયારથાવ પળવારમાં
હે..ચા નાસ્તો તૈયાર કર્યો છે માડીએ,
     જે સેવા કરીને માણજો સૌ એક સંગમાં.
                    ……….હે  ઉઠી સવારમાં પગે.
હે..સમયને સમજી પકડી ચાલજો
     જે ઉજ્વળ જીવન જોઇને મહેંકસે સંસાર
હે..સ્નેહ પ્રેમનીસાથે મળશે પ્રેમ આશીશ
      જે મળી જતાં જીવને મળશે પ્રભુ પ્રીત
                    ……….હે  ઉઠી સવારમાં પગે.
હે..ભણતરના સોપાને કરજો મહેનત
    જે દેશે ઉજ્વળ જીવનને ભાવિ પણ મધુર
હે..મળી જશે માન અને સન્માન જગે
    જે મેળવવા તરસે છે જગના અનેક જીવ
                    ……….હે  ઉઠી સવારમાં પગે.
હે..જુવાનીમાં કરજો મહેનત મનથી
    જે લઇ આવશે જીવનમાં મહેંક મધુવનની
હે..લેજો જીવનમાં ભક્તિનો એક રંગ
    જે લાવશે શાંન્તિજીવને આવશે જ્યારેઅંત
                    ……….હે  ઉઠી સવારમાં પગે.

********************************